સ્ત્રીની કહાણી નરવી સુહાની
સ્ત્રી જીવને ત્રણવાર વિંધાણી
નાનપણમા કાન વિંધાયા
લિમડાની સળી ખોસાણી
કન્યા બનીને નાક વિંધાણું
હીરાની સુંદર જડ જડાણી
નવોઢા બની સાસરે સમાણી
પિયુના પ્યારમા હૈયું વિંધાણું
ત્રણ વાર જીવનમા વિંધાણી
હૈયેથી કદી ‘ઉફ’ ન સેરવવાની
આ છે સ્ત્રીની રમણિય કહાની