૧૦–૧૦–૧૦ ખૂબ પવિત્ર અને અણમોલ દિવસ.
૧ . પાછો નવરાત્રીના દિવસોમા. જેમાં દસમો
દિવસ હોય ” દશેરા”.
૨ . દશાંશ પધ્ધતિ સારા જગમાં પ્રચલિત.
૩ . ૦,૧,૨,૩,૪,૫,૬,૭,૮,૯
જે આંકડા વગર વિશ્વની સ્થિતિ કલ્પવી અસંભવ.
૪ . બે હાથ પણ આંગળા દસ.
૫ . શ્રીમદ ભાગવતનો દસમો સ્કંધ.
૬ . હિંદુ ધર્મની દસ અગત્યની ગણાતી —–
૧. પુસ્તકઃ ગીતા
૨.દેવઃ ગણપતિ
૩.તીર્થઃ કાશી
૪.પ્રતિકઃ ૐ
૫.પ્રાણીઃ ગાય
૬.નદીઃ ગંગા
૭.છોડઃ તુલસી
૮.ફળઃ શ્રીફળ
૯.શુકનઃ કુમકુમ
૧૦.આંગણેઃ સ્વસ્તિક
૭. કોણ સર્વમાન્ય
૧. વચનઃ રામનું
૨.બળઃ ભીમનું
૩.દાનઃ કર્ણનું
૪.ક્રોધઃ દુર્વાસા મુનીનો
૫.બાણઃ અર્જુનનું
૬.ઝેરઃ નાગનું
૭.દોસ્તીઃ શ્રીકૃષ્ણ અને સુદામાની
૮.શિતળતાઃ ચંદ્રની
૯.સત્યઃ રાજા હરિશ્ચંદ્રની
૧૦.સત્સંગઃ સજ્જન યા ફકીરનો
૮. શું અપનાવશો ?
૧. ઘડિયાળઃ સમય સૂચકતા
૨. દરિયોઃ વિશાળતા, ઉદારતા
૩. કીડીઃ સંગઠનતા
૪. દીવડોઃ ઉજાસ ( જાતે બળીને)
૫. વૃ ક્ષઃ પરોપકાર
૬. સૂર્યઃ નિયમિતતા
૭. કૂતરોઃ વફાદારી
૮. ધરતીઃ સહનશિલતા
૯. મધમાખીઃ ઉદ્યમી પણું
૧૦. ગુલાબઃ સુગંધનું પ્રસરણ (સત્કાર્યના)
૯. આચરણઃ
૧. જાન સમર્પણઃ મિત્ર યા દેશકાજે
૨. મશ્કરી ન કરવીઃ અપંગ યા ગરીબની
૩. વેગળા રહોઃ અભિમાન યા આડંબરથી
૪. ન કરોઃ પર નિંદા
૫. સંયમઃ ગુસ્સા પર
૬. કાન બંધઃ સ્વની સ્તુતિ સાંભળવા
૭. અડગતાઃ સત્ય વચન
૮. દુશ્મનીઃ આળસ, નિષ્ઠુરતા
૯. વિકાસઃ બુધ્ધિ, શરીર
૧૦. યાદ રહેઃ ઉપકાર, ઉપદેશ.
૧૦.
દસમો ગ્રહ ( ભારતમા જગ જાહેર (“જમાઈ”)