સૂત્રઃ ૩૬ વિશોકા વા જ્યોતિષ્મતી
विशोका वा ज्योतिष्मती
મગજને આત્માની જ્યોતિ પર કેન્દ્રિત કરવાથી એકાગ્રતા પ્રાપ્ત
થાય છે જે દુઃખથી પર છે.
સાધુ સંતોનું માનવું છે કે હ્રદયકમળ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી
ધ્યાનમા સરી પડવું આસાન છે. જેનાથી દિવ્ય આત્મજ્ઞાન સરળતાથી
પ્રાપ્ત થાય છે.
સૂત્રઃ ૩૭ વીતરગ વિષયં વા ચિત્તમ
वीतराग विषयं वा चित्तम
અથવા તો સ્વયં પ્રકાશિત આત્માનું ધ્યાન કરવું જે વિકાર મુક્ત છે.
જેવાકે બુધ્ધ, રામકૃષ્ણ જેઓ બ્રહ્મનને પામ્યા છે. એઓ ઈંન્દ્રિયના
ગુલામ નથી. કેવો અદ્ભૂત અનુભવ હશે?
સૂત્રઃ ૩૮ સ્વપ્નનિદ્રાજ્ઞાનાલમ્બનં વા
स्वप्ननिद्राज्ञानालम्बनं वा
અથવાતો મગજને સ્વપ્નના અનુભવ પર કેન્દ્રિત કરો.
સ્વપ્નમા કોઇ સાધુ સંત યા ઈશ્વરનો અનુભવ. આ સ્વપ્નની
અનુભૂતિ ,આનંદ અને મધુર સ્મ્રૂતિ જાગ્રત અવસ્થામા પણ
યાદ કરવાની મજા આવશે.
સૂત્રઃ ૩૯ યથાભિમત ધ્યાનાદ્વા
यथाभिमतध्यानाद्वा
અથવાતો મગજને કોઈ દૈવી આકાર, જેવા કે રામ
ક્રૂષ્ણ કે ગણપતિ યા ૐ પર કેન્દ્રિત કરો. તેની અસર
પણ ખૂબ સુંદર થશે. હકિકત સઘળે પ્રવર્તે છે. માત્ર આપણા
હ્રદયના તાર સંધાવા જોઈએ.
સૂત્રઃ ૪૦ પરમાણુ-પરમમહત્ત્વાન્તોSસ્ય વશીકારઃ
परमाणु-परममहत्त्वान्तोSस्य वशीकारः
યોગીનું મગજ કોઈ પણ પદાર્થ પર કેન્દ્રિત થઈ
શકે. તેની વિશાળતા કે બારિકાઈમા કોઈ ફરક પડતો
નથી. ( નાનામા નાનો અણુ કે વિશાળ બોંબ).
યોગીનો અર્થ છે કે જેણે ધ્યાન કેન્દ્રિત કરવાની કળામા
પારંગતા પ્રાપ્ત કરી છે.