વાળ–વાલમ ભાલ–ભગવંત
આંખ–અમૃતપાનાર કીકી–કામણગારો
ગાલ–ગોવિંદ કાન–કૃષ્ણ
કુંડળ–કમળનયન અધર–અંતર્યામી
બીંદી–બ્રિજચંદ્ર પાંપણ–પરમાનંદ
જીભ–જીવનદાતા ગરદન–ગોપાલ
હથેળી–શ્યામ આંગળી–આતમપ્યારે
કર–કિરતાર ભુજ–ભગવાન
કંકણ–કૃપાળુ મુખ–માખણ ખાનારો
હૈયે–હરિવર મનમાં–માધવ
નાસિકા–નટવર નથણી–શ્રીનાથ
ઉદર–દામોદર કટી–કરુણાસાગર
માંહ્યલો–માધવ ચોલી–ચિત્તચોર
પાલવ–પ્રિતમ કંચુકી–કાનો
પાયલ–પાવનકારી રોમ રોમ–રસરાજ