હજુ તો મારું અસ્તિત્વ ખૂબ જ નાજુક છે. જનનીના જઠરે પળ પહેલાં
મેં જીવન પ્રાપ્ત કર્યું. આ અંધારી કોટડીમાં નવ માસ ગાળીશ. પરમ શાંતિ
નો પહેલો અનુભવ. ભલે ને સૂર્યનું પ્રથમ કિરણ મને દૃષ્ટિ ગોચર નથી થતું,
કશો વાંધો નહી. ખૂબ જતન પૂર્વક મારું લાલન પાલન થાય છે. મારી ખુશીનો
પાર નથી. મારા માતા અને પિતા બંને ખુશ છે. સમાજ, નાના, નાની, દાદા કે
દાદીના પ્ર્ત્યાભાવ મને ખબર નથી.
હજુ કોઈને ખબર નથી કે ઉદરે પોષાઈ રહેલું પારેવડું દિકરો છે કે
દિકરી. માત્ર મને જ જાણ છે કે હું ‘લક્ષ્મી’ છું. તે સહુનો આનંદ મને ખૂબ
શાંતિ તથા ઉત્સાહ પ્રેરે છે. ધીરે ધીરે મારો વિકાસ થઈ રહ્યો છે. મારી માતા
ખૂબ સંસ્કારી તથા કુશળ હોવાને કારણે મને સુંદર ભોજન દ્વારા તંદુરસ્તી
તથા સારા વિચારોનું પોષણ મળી રહ્યું છે. સમય તો પાણીના રેલાની જેમ
વહી રહ્યો છે. મારી પ્રગતિ ખૂબ સંતોષકારક જણાઈ રહી છે. પ્રથમ બાળક
હોવાને નાતે મારી જનનીને થોડી ઘણી તકલિફ આપી રહી છું . તે આ દર્દને
પ્રેમ પૂર્વક માણી રહી છે. મારા માતા તથા પિતાના પ્રેમની હું નિશાની છું.
અનૂકૂળ સમય પાકી ગયો. આજે ડોક્ટર માને તપાસી પ્રથમ વાર તેને
જાણ કરશે કે આવનાર બાળક ‘દિકરી’ છે. મને ગભરામણ થય છે. મને ખબર નથી
માતા તથા પિતા ને શું અનુભવ થશે? બરાબર તબિયત ની તપાસ થઈ ગઈ. પડદા
ઉપર મારી ફરતી તસ્વિર નિહાળી માના અંગ અંગમાં રોમાંચ થયો. તે સ્પંદનો મને
બહુ ગમ્યા. આજે તો પિતા પણ સાથે આવ્યા હતા. રહસ્ય છતું થવાનું હતું. બંને જણા
હાથમાં હાથ પરોવી ઇંતજારની ઘડીઓ ગણી રહ્યા હતા. પ્રથમ પ્યારની, પ્રથમ મહેક
સમાચાર સાંભળીને તેમની ખુશીનો પાર ન રહ્યો. ઉદરમાં મને પણ અતિ આનંદનો
અહેસાસ માણવા મળ્યો. હવે તો રાહ જોતી હતિ કે ક્યારે નવ માસ પૂરા કરી મારું
અવતરણ ધરતી પર થાય.
ક્યારે અમ્રૂત સમુ માના દુધનું પાન કરું? ક્યારે તેની અંગુલીઓ મારા મસ્તક
પર પ્રેમ પૂર્વક પસારે. ક્યારે મારા પિતા મને હાથમા લઈ ગૌરવભેર નિહાળે. ક્યારે
બને જણા વચ્ચે મીઠો વિવાદ થાય કે હું કોના જેવી દેખાઉ છું. હજુ તો સારો એવો
સમય માતાના ઉદરે પોઢવાનો છે. તેને ઉદરમા હિલચાલ દ્વારા આનંદની અનુભૂતિ
કરાવવાની છે. જ્યારે મારા પગની હિલચાલ દ્વારા તેના મુખમાંથી સરી પડતી ‘ઓય
મા’ના ઉદગાર સાંભળવાના છે. મારા પિતા જ્યારે માના પેટ ઉપર કાન મૂકી, મારો
અનુભવ કરે છે તે ધન્ય ક્ષણને મારે હૈયે જડવાની છે.
આરંભનો રસાસ્વાદ માણો———–