Archive for December 10th, 2009

સ્ત્રી

December 10th, 2009

સ્ત્રી વિશે ઘણું વાંચ્યું, ઘણું સાભળ્યું. હવે તો કાન પાકી ગયા અને

આંખો દુખી ગઈ. શું ખરેખર ૨૧મી સદીમા સ્ત્રીને આટલું બધું સહેવું

પડે છે. હું પણ એક સ્ત્રી છું. ના, હવે ગંગા ઉલટી વહે છે. તે હિમાલય-

થી નિકળી સાગરને મળવા જતી નથી.

   હા, આપણા દેશમા સ્ત્રીને સતી થવાનો રિવાજ હતો. જે રાજા રામ-

મોહનરાયના પ્રતાપે તેના પર પ્રતિબંધ આવ્યો. આજની સ્ત્રી અત્યાચાર

અને અન્યાય સામે માથું ઉચકી ગૌરવભેર જીવવા શક્તિમાન છે. તેની

પ્રતિભા ખૂબ વધી ગઈ છે. તે પુરુષોની સાથે ખભે ખભા મિલાવી કામ

કરવામા કુશળ પુરવાર થઈ છે. છતાં પોતાનું સ્ત્રીત્વ જાળવી રાખવામા

સફળતાને વરી  છે. તેને તેની કાર્યક્ષમતાની પૂરી જાણકારી છે.

  રામે સીતાને ત્યજી હતી છતાં તેના મનમાં રામ પ્રત્યે કભાવ ન હતો.

મીરા ઝેરનો પ્યાલો પી ગઈ અને કૃષ્ણમય બની ગઈ. દ્રૌપદી ભર સભામા

કહી શકી ” હારેલા મારા પતિ એ મને દાવમા કેવી રીતે મુકી.”  સ્ત્રીત્વનું

સ્વાભિમાન રાખી આ સ્ત્રીઓ જીવી.

       આજે જ્યારે દહેજ અને વાંકડા જેવી રૂઢીચુસ્તતામાં સમાજ અટવાયો છે,

ત્યારે સ્ત્રીને વસ્તુ સમજી તેનો વેપાર શા કાજે?  જ્યારે યુવાન છોકરીને મોઢે

સાંભળવા મળે છે કે માબાપને અમારે ખાતર નહી વેચાવા દઈએ. અમને ભણાવ્યા

ગણાવ્યા સારા સંસ્કાર આપ્યા, બસ આનાથી વધુ અમને કાંઈ ન ખપે.

        સ્ત્રીએ પુરૂષને જનમ આપ્યો એ જ પુરૂષ તેની ઈજ્જત ન કરે અને તેને સન્માન

 ન આપે તેમા કોનું નીચું દેખાય છે. સામાન્ય બુધ્ધિથી વિચારવા જેવો સીધો અને સરળ

 પ્રશ્ન છે.સ્ત્રીનો જો સહુથી મોટૉ શત્રુ હોય તો તે બીજી સ્ત્રી જ છે. વહેમ, ઈર્ષ્યા અને અહંકાર

  તેને સતાવે છે. સ્ત્રી જેટલી લાગણીશિલ છે તેટલીજ અદેખાઈ અને સ્વાર્થથી ભરેલી પણ

  છે.

       વર્ષોનો અનુભવ અને ચારેબાજુ સમાજમા નિરિક્ષણ, આ લેખ લખવાને પ્રેરાઈ છું. કોઈની

  લાગણી દુભાવવાનો વિચાર સરખો પણ નથી. નાની ચાર વર્ષની બાળાથી માંડીને યુવાન

  છોકરીઓ સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. સમવયસ્ક સાથે તો હંમેશનું પાનુ પડ્યું છે.

      હું એકની એક મારા અગણિત રૂપ છે.

      રૂપ રંગમા નહી ફરક પણ ભિન્ન તેનો રુબાબ છે.

એક ડગ ધરા પર—૨

December 10th, 2009

         આજે માતા પિતાની ખુશીનો પાર ન હતો. એક તો હું પ્રથમ બાળક.

   બીજું બંનેને પહેલું સંતાન પુત્રી જોઈતી હતી. થોડીક તેમેના મનમા

   ગડમથલ હતી કે તેઓ બંનેનો વડીલ વર્ગ આ સમાચારને  કેવી રીતે

   વધાવશે.   મમ્મીને ચિંતા હતી તેના પ્રાણ પ્રિય પતિના માબાપની. ઉંઘ

    તેની વેરણ થઈ ગઈ હતી જેથી મને પણ થોડી પરેશાની વેઠવી પડી.

     રાતના સમયે હું શાંતિથી ઉદરમાં પોઢી  મારા સ્વાસ્થ્યના અણુઓ સાથે

      ગેલ કરતી. કિંતુ માની મુંઝવણ મને પણ ડોલાવી ગઈ.

             સવારે નાસ્તાના ટેબલ પર સહુ સાથે બેસીને ચાપાણીની લિજ્જત

      માણી રહ્યા હતા. મમ્મી પ્રોટિનેક્સ વાળું દુધ પીતી હતી. પપ્પા એ ધીરે   

      રહીને વાતનો દોર હાથમા લીધો. ડોક્ટર પાસે ગયા હતા. મમ્મીની તથા

      બાળકીની તબિયત સારી છે. છાપું વાંચતા દાદા અને ચા હલાવતી દાદી

        બંને સાથે બોલી ઉઠ્યા શું આવનાર બાળક ‘લક્ષ્મી” છે. તેઓના આનંદનો

          પાર ન રહ્યો.  દાદા, દાદીને ઘરના આંગણમા દિકરી ને રમતી જોવાની

        અભિલાષા જાણે મેં પૂરી કરી. માનું માથું ચુમ્યું અને તેના ઉદર પર હાથ

         ફેરવી મને સ્પર્શ કર્યાનો આનંદ માણ્યો. હું ભલે આ કશું સમજી શક્તી ન

        હતી. દાદીના સ્પર્શનો આનંદ મારા રોમરોમ પુલકિત કરી ગયા. નાના, નાની

        દિકરી જમાઈની ખુશી એ ખુશી હતા.

                હાશ, મારે હૈયે ટાઢક થઈ. મારું આગમન સહુને રુચ્યું.  હરખ ઘેલી થઈ, ભાન

      ભૂલી હું હાથ પગ હલાવવા મંડી પડી. મમ્મીથી હળવો સિસકારો નિકળી ગયો. મને

      પંપાળી (ઉદર ઉપર હાથ ફેરવી)  શાંત કરી.  ક્યારે નિંદર આવી ગઈ ખબર પણ ન

       રહી. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. કાંઈ આખી જીંદગીતો મા મને રાખવાની

       ન હતી. પછી તે હું હોંઉકે આવનાર બાળક ‘દેવનો દીધેલ’ હોય. માતા પિતાને એક

        સરખું કષ્ટ સહન કરવાનું હોય છે.  એ જ સનાતન સત્ય છે.  બાળકની  પરવરિશમાં

        પણ સમાન મહેનત તેમને પડે છે. નવ મહિના જોતજોતામા પૂરા થયા.  હવે મારે

         ધરતી પર પગરણ માંડવાનો સમય પાકી ગયો. માતા પિતાના પ્યારભર્યા અહેસાસમા

          મેં વિચાર્યું ‘હું મમ્મીને ઓછી તકલિફ આપીશ’. બને ત્યાં સુધી કુદરતી રીતે બહાર આવી

           સ્વતંત્રતા પૂર્વક શ્વાસ લઈશ. હા, જે દર્દ માને થશે તેનો તો મારી પાસે કોઈ ઉપાય નથી.

         એ તો તે સહન કરશે.  

               ટેબલ ઉપર ઓજારોનો રણકાર સાંભળી હું તૈયાર થઈ ગઈ. ચાલ, જીવ આ અંધારી

       સુંવાળી ઓરડીમાંથી બહાર નિકળ, રડીને જગને તારા આગમનની જાણ કર. માતા સાથે

       તું જે ‘નાળ’થી જોડાઇ છે તેનાથી વિખૂટા પડવાનો સમય પાકી ગયો છે. હવે તું માતા પિતા

       સાથે લોહીના અને લાગણીના બંધનથી બંધાઈશ.  સરજનહારે તારા લલાટે જેટલા વર્ષ,

       મહિના, દિવસ, કલાક અને ક્ષણ લખી હશે તે ધરા પર ભોગવવા તૈયાર થઈ જા. મારા

     રડવાનો અવાજ સાંભળીને માતાના મુખ પર ખુશીની લહેર દોડી ગઈ. મને પ્રથમ વાર

     ગોદમા લીધીને તેનું સઘળું દર્દ ગાયબ.  આવી ગઈ હું આ ધરા પર——

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.