સ્ત્રી વિશે ઘણું વાંચ્યું, ઘણું સાભળ્યું. હવે તો કાન પાકી ગયા અને
આંખો દુખી ગઈ. શું ખરેખર ૨૧મી સદીમા સ્ત્રીને આટલું બધું સહેવું
પડે છે. હું પણ એક સ્ત્રી છું. ના, હવે ગંગા ઉલટી વહે છે. તે હિમાલય-
થી નિકળી સાગરને મળવા જતી નથી.
હા, આપણા દેશમા સ્ત્રીને સતી થવાનો રિવાજ હતો. જે રાજા રામ-
મોહનરાયના પ્રતાપે તેના પર પ્રતિબંધ આવ્યો. આજની સ્ત્રી અત્યાચાર
અને અન્યાય સામે માથું ઉચકી ગૌરવભેર જીવવા શક્તિમાન છે. તેની
પ્રતિભા ખૂબ વધી ગઈ છે. તે પુરુષોની સાથે ખભે ખભા મિલાવી કામ
કરવામા કુશળ પુરવાર થઈ છે. છતાં પોતાનું સ્ત્રીત્વ જાળવી રાખવામા
સફળતાને વરી છે. તેને તેની કાર્યક્ષમતાની પૂરી જાણકારી છે.
રામે સીતાને ત્યજી હતી છતાં તેના મનમાં રામ પ્રત્યે કભાવ ન હતો.
મીરા ઝેરનો પ્યાલો પી ગઈ અને કૃષ્ણમય બની ગઈ. દ્રૌપદી ભર સભામા
કહી શકી ” હારેલા મારા પતિ એ મને દાવમા કેવી રીતે મુકી.” સ્ત્રીત્વનું
સ્વાભિમાન રાખી આ સ્ત્રીઓ જીવી.
આજે જ્યારે દહેજ અને વાંકડા જેવી રૂઢીચુસ્તતામાં સમાજ અટવાયો છે,
ત્યારે સ્ત્રીને વસ્તુ સમજી તેનો વેપાર શા કાજે? જ્યારે યુવાન છોકરીને મોઢે
સાંભળવા મળે છે કે માબાપને અમારે ખાતર નહી વેચાવા દઈએ. અમને ભણાવ્યા
ગણાવ્યા સારા સંસ્કાર આપ્યા, બસ આનાથી વધુ અમને કાંઈ ન ખપે.
સ્ત્રીએ પુરૂષને જનમ આપ્યો એ જ પુરૂષ તેની ઈજ્જત ન કરે અને તેને સન્માન
ન આપે તેમા કોનું નીચું દેખાય છે. સામાન્ય બુધ્ધિથી વિચારવા જેવો સીધો અને સરળ
પ્રશ્ન છે.સ્ત્રીનો જો સહુથી મોટૉ શત્રુ હોય તો તે બીજી સ્ત્રી જ છે. વહેમ, ઈર્ષ્યા અને અહંકાર
તેને સતાવે છે. સ્ત્રી જેટલી લાગણીશિલ છે તેટલીજ અદેખાઈ અને સ્વાર્થથી ભરેલી પણ
છે.
વર્ષોનો અનુભવ અને ચારેબાજુ સમાજમા નિરિક્ષણ, આ લેખ લખવાને પ્રેરાઈ છું. કોઈની
લાગણી દુભાવવાનો વિચાર સરખો પણ નથી. નાની ચાર વર્ષની બાળાથી માંડીને યુવાન
છોકરીઓ સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. સમવયસ્ક સાથે તો હંમેશનું પાનુ પડ્યું છે.
હું એકની એક મારા અગણિત રૂપ છે.
રૂપ રંગમા નહી ફરક પણ ભિન્ન તેનો રુબાબ છે.