Archive for January 13th, 2008

કાઈપો છે

January 13th, 2008

images19.jpeઅલ્યા, એ છગન માંજો સૂરતી છે કે પછી સાદો? જોજે અલ્યા ઉતરાણનીમઝા બગડી ન જાય. આખી રાત જાગીને છગન અને મગને માંજો પાયો.

રાતે લગભગ એક ડઝન પતંગને કન્ના બાંધી. સવાર પડીને બેય ગોઠિયા

પાંચમે માળની અગાસી પર જઈ પહોચ્યા. પતંગ અને ફિરકી લઈને ચડ્યા

ટાંકી પર. ત્યાં યાદ અવ્યુ, માએ તલના લાડુ બનાવ્યા હતા લાવવાના

રહી ગયા. મગન, ઉતાવળમા ચંપલ પહેરવા ગયો ત્યા તો એક સીધી

જઈ પહોંચી નીચે ગટરમાં. ધુંધવાતો મગન એક પગમાં ચંપલ પહેરીને

દોડ્યો. ગટરમાં પડેલી ચંપલ માએ ધોવા મોકલ્યો. પછી જૂના ચંપલ

પહેરી બગલમાં તલના લાડુનું પડીકું મારતો અગાસીમાં પહોંચ્યો.

બન્ને ભાઈબંધ તલના લાડુ ઝાપટવા બેઠા. હવે પહેલો પતંગ કોણ

ચગાવે તેની રકઝક ચાલી. નક્કી થયુ ટાંકી પરથી ભૂસકો મારી

કોણ પહેલુ ટાંકી પર ચડે . જુના ચંપલ હતા તેથી ભૂસકો મારતા

ટૂટી ગયા. મગનભાઈ ઢીલાઢસ થઈ ગયા. બડબડતા ફીરકી પકડી

અને છગનનો પતંગ આકાશે લહેરાયો. ત્યાં તો સરકારી તબેલામાંથી

કોઈનો પતંગ અવ્યો ને પેચ લાગી ગયો. મગનને ગુસ્સો હતો દોરાની

ઢીલ મૂકવામાં અલિયાગલિયા કરવા લાગ્યો. ને રકઝકમાં છગનનો

પતંગ કપાઈ ગયો.

હવે વારો આવ્યો મગનનો, એક લાડુ વધારે છગનને આપી ખુશ

કર્યો. હવા ધીમી થઈ ગઈ હતી. ટીચકી મારી ને મગનના હાથ દુખી ગયા

પણ પતંગ ચગવાનું નામ જ લેતો ન હતો. એવામાં કોઈનો પતંગ

કપાઈને આવ્યો તે પકડવા છગન ફીરકી ફેંકીને ભાગ્યો. હવે કરવુ શું.

આખરે મગન આવ્યો. વાયુ દેવેતા ખુશ થયા ને પતંગ હવામા ઝુમવા

લાગ્યો. વળી પાછી મુગભાટમાંથી કોઈની પતંગ ડોકાઈ, મિલન થયું અને

કાઈપો છે ની બૂમ છગન પાડી ઉઠ્યો. બને ભાઈબંધ ખુશ થયા પહેલો

પતંગ કાપ્યો ને ચીચીયારી પાડી રહ્યા. હજુ તો હોશ સંભાળે ત્યાં એક

પતંગે આવીને મગનના પતંગને કાપી નાખ્યો. અરે, માંજો લપેટ,

પતંગતો ગયૉ જલ્દી હાથ ચલાવ. બોલતાં બોલતા મગન દોર ખેંચી

રહ્યો. આમને આમ ક્યાંય જમવા જવાનો સમય થઈ ગયો. માથે ટોપી

હતી પણ સૂરજનો તાપ ખૂબ લાગતો. અલ્યા છગન એક ચંપલ ભીની

થઈ બીજીની પટ્ટી તૂટી ગઈ . આજે મારી પનોતી બેઠી છે.

અગાસી પર પતંગ અને ફિરકી મૂકી બંને દોસ્ત જમવા ગયા.

પાછા આવ્યા ત્યારે ફિરકી ગાયબ અને અડધી પતંગ ફાટેલી. ગલીના

કોઈ મવાલીઓનું કામ. માળાના છોકરાઓની તાકાત ન હતી કે છગન

અને મગનના પતંગ કે ફિરકી ને કોઇ અડકે! હવે શું? હજુ તો રાતે ફાનસ

ચડાવવાનું હતું. બને ભાઈબંધ કોઈ તિકડમ કરવાનો વિચાર કરી રહ્યા.

આભમા બસ પતંગ જ સઘળે લહેરાઈ રહ્યા હતા. કાઈપો છે ની બૂમો

સંભળાતી હતી. બા અને બાપા બધા લાડુ અને ઉંધિયાનુ જમણ અરોગી

ઉંઘતા હતા. ખીસામાંથી પૈસા તફડાવી ભાગ્યા અને સાંજની ફાનસ

ચગાવવાની તૈયારીમાં પડ્યા. ઉતરાણનો આનંદ માણ્યો. મુશકેલીને

ગણકારે તેવા ન હતા. બને લંગોટિયા મિત્રો , કાલે શું થશે એની પરવા

ન કરતા સૂઈ ગયા. ઉંઘમાં પણ કાઈપો છે એ જ ચાલતુ હતુ.————-

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.