એ તો એમ જ થાય January 21, 2008
Posted by pravinash in : કાવ્યો , add a comment છોડે છૂટતું નથી
આપોઆપ છૂટી જાય
જોડે જોડાતું નથી
સાંધો રહી જાય
વા વાય ને પાન ખરે
વાયરે ઉડી જાય
વા ખેરવે વા ઉડાડે
વાયરો વેરી થાય
નદી વેગે વહે
ચંચળતા ઉર ધરે
અટકાવી ના અટકે
ઉદધિ ઉરે સમાય
બાળકને જન્મ દે
પ્રાણ રેડી ઉછેરે
પાંખ આવતા ઉડે
જનની વિસરી જાય
લક્ષ્મી સંઘરો નહી
ખર્ચે બમણી થાય
કૂવે પાણી ઉલેચો
નવિન જલે છલકાય
બાળકને જન્મ દે
પ્રાણ રેડી ઉછેરે
પાંખ આવતા ઉડે
જનની વિસરી જાય


Powered By