મનડું મોહ્યું મારું સુંદર શ્રીજીનું મુખારવિંદ
આંખડી મુંદુ જ્યારે દીસે શ્રીજીનું મુખારવિંદ
ડગલે પગલે સમરું સુંદર શ્રીજીનું મુખારવિંદ
સેવામા મુજને હરદમ દીસે શ્રીજીનું મુખારવિંદ
સાન ભાન હું ભૂલી નિરખી શ્રીજીનું મુખારવિંદ
બંસી અધરોની સમીપે પામે શ્રીજીનું મુખારવિંદ
શરણે શ્રીજીને આવી હોંશે નિરખું મુખારવિંદ
અપનાવે દાસીને ભવતારે શ્રીજીનું મુખારવિંદ

સુંદર ભક્તિ ગીત.