મોકો મળ્યો

January 2nd, 2011 by pravinash Leave a reply »

ઘણા વર્ષો પછી ભારતમા લગ્ન માણવાનો મોકો

મળ્યો.  અમેરિકાના વસવાટ દરમ્યાન અંહી આવી

શકાતું નહી.  જો કે હવે વાત જુદી છે.

     ટેલિફોન જે ૧૦૦ રૂ. મિનિટ લાગતા હતા તે હવે

૫ પૈસા પણ નથી લાગતા. તે જમાનામા ૧૦૦રૂ ની

કિમત પણ ઘણી હતી.  મારા ‘વરજી’ કાયમ કહે ,

“રડવાના પૈસા” નહી આપુ. ” ફોન મુક્યા પછી તે કરજે.

       હવે વઘાર મૂકીને ફોન મમ્મીને કરવાનો, મમ્મા

‘વઘારમા રાઈ મૂકું કે અજમો’?

            તેમા વળી પાછા ‘વેબ કેમ કેમેરા’. વર્ષગાંઠમા

દિકરીએ શું પહેર્યું છે તે મમ્મી અંહી કેમેરામા જુએ.

              દિકરી જે મોકલાવી છે અમેરિકા! માબાપને

કેટલુમ સુનુ સુનુ લાગે.

             હવે આવીએ પાછા લગ્ન ઉપર. વર્ષો પછી જોયા

તે પરિચિત પણ અપરિચિત. મગજનું કામ શરૂ. માનવામા

નહી આવે એ વખતની યાદ શક્તિને ધન્યવાદ ઘટે. હા,

કદાચ નામ યાદ આવતા સમય લાગે પણ યાદદાસ્ત દગો

ન દે.

     બીજું મોઢાની ભૂગોળ પણ વિચિત્ર લાગે. વાળ જો રંગ્યા  

ન હોય તો ત્રિરંગાની યાદ અપાવે. જો ચોકઠું ન પહેર્યું હોય

તો આખો ને આખો ખટારો નિકળી જાય. જો ચોકઠું હોય તો

અળખણ થાય એટલે મોઢામાં ગરબા ગાય.

         વાળ તો ગણી શકાય તેટલાજ દેખાય. ફાંદ હસે ત્યારે

તેમાં જે સ્પંદનો થાય તેનાથી હસવું ખાળવું મુશ્કેલ.

       સગાવહાલાના આવા હાલ જોઈ મને થઈ આવે એ લોકોનો

મારા માટે શું અભિપ્રાય હશે!

          હા, પણ કુટુંબીજનોને જોઇ આનંદનો અવધિ ઉછળે. તેમના

સુખી પરિવારની વાતો સાંભળવી. પોતાના પરિવારની વાત

જણાવવી. અરસપરસ સરનામાની અને ફોન નંબરની આપલે

કરવી. ફરી મળવાના વાદા કરવા.

    કેટલા પાળવા તેને હરિ ઈચ્છા પર છોડવું. ઘણા વર્ષો પછી

આ અનુભવ માણવા મળ્યો. આનંદનો અવધિ ઉછળ્યો કે પેલી

મિલનની શરણાઈ ગુંજી ઉઠી એ એક અગત્યનો પ્રશ્ન છે.

Advertisement

1 comment

  1. hemapatel says:

    પ્રવિણાબેન,
    તમે ખરેખર ઈન્ડિયાની ટ્રીપનો આનંદ લઈ રહ્યા છો .
    સરસ નીરીક્ષણ . અને તદન સાચી વાત કરી છે .

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help