Archive for June 3rd, 2010

માનસીનું મન

June 3rd, 2010

                    માનસી પલંગ પર નિરાંતે સૂઈ રહી હતી. ઘણા દિવસ પછી તેને આવી નિદ્રા પ્રાપ્ત થઈ હતી. વાત પણ એવી બની ગઈ કે ભલભલાની ઉંઘ હરામ થઈ જાય. ચપળ અને ચંચલ માનસી. પરીઓની રાજકુમારી જેવી માનસી. નખશીખ સુંદરતા જેને વરી હોય. શાળામા પણ બધાની લાડલી. રવીવારે પાલવા ફરવા ગયા હતા. પાછા આવતા વિબજ્યોરનૉ આઈસક્રિમ પાપાએ ખવડાવ્યો. માનસી અને સાહિલ ખુબ ખુશ હતા. પાપા અને મમ્મી બહારથી આવીને કપડા બદલી બાળકોને જમવા બોલાવી રહ્યા હતા ત્યાં માનસી ચીસ પાડી ઉઠી મા, મારા પગ ખેંચાય છે. મારા પગ જો મને કાંઈ થાય છે.

                   હાથમાંનુ કામ છોડી મમ્મી અને પાપા દોડતા આવ્યા. માનસીને ખોળામાં સુવડાવી. તેનું દર્દ જોવાતું ન હતું. રવીવાર હતો તેથી કયા ડોક્ટરને બોલાવવા. બે ડોક્ટર દોસ્ત હતા. એક સિનેમામા બીજો નાટકમા . ટેક્સી કરી સીધા    બીચકેન્ડી હોસ્પિટલ પહોંચ્યા.  ઘણીવાર ઈમરજન્સીમા જાવ ત્યારે ખૂબ રાહ જોવી પડે છે. ભલું થજો માનસીના દાદાનું કે તેમણે એ હોસ્પિટલમા મોટુ ડોનેશન આપ્યુ હતું તેથી રાહ ન જોવી  પડી અને તરતજ સારવાર આપવાનું શરું કર્યું. સાહિલ થોડો મોટો હતો તેથી પ્રસંગની ગંભિરતા સમજી ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો. સારવાર આપનાર ડોક્ટર ખૂબ હોંશિયાર હતો. તેને વાર ન લાગી કે શું થયું છે.

                                    માનસીના પપ્પાને બાજુમા બોલાવી કહે કે કોઈક વાયરસને કારણે માનસીના બંને પગ લકવાના શિકાર બન્યા છે. આપણે બધા પ્રયત્ન કરીશું. વળી કહે આજકાલ લકવો ખાસ સંભળાતો નથી  ખબર નથી પડતી આવી નાની બાળકીને કેવી રીતે થયો. માનસી ને ખબર ન પડી કે તેને શું થયું છે કિંતુ ઉઠવાનો પ્રયત્ન કર્યો તે નિષ્ફળ ગયો એટલે શંકા ગઈ કે પગ હાલી ચાલી શકતા નથી. હવે તેને સાચી પરિસ્થિતિનો અંદાઝ  આવી ગયો. પણ હારે તે બીજા માનસી નહી!

                                   દરરોજના ડોક્ટરને ત્યાંના ચક્કર , ‘ફિઝિકલ થેરાપિસ્ટ ‘ ઘરે આવે. બદામના તેલનું માલિશ કરવા સીતાબાઈ સવાર સાંજ બે વાર આવતી. બહુ ફરક જણાતો નહી. આ દર્દ આવે પછી જાય ક્યારે તેતો સર્જનહાર જ જાણે.  દિવસો, મૈનાઓ અને વર્ષો વિતતા ચાલ્યા. માનસી મજબૂત મનની હતી. તેને શાળાએ ચાલીને જવું હતું. ભારત્નાટ્યમમા પ્રવીણતા પામવી હતી. દરરોજ મનથી પગ હલાવતી. સ્વપનામા નૃત્ય કરતી. મંચ ઉપર નાચતી અને પ્રેક્ષકોની તાળીઓનો ગડગડાટ સાંભળતી. એક દિવસ વિચારોમાં પગ હલાવતા તેણે અનુભવ્યું કે ખુરશી ફરી રહી છે. ટેબલ ખસી રહ્યું છે. આનંદર્વક અનુભવ માણી રહી  હતી. ખડખડાટ હસી રહી. મમ્મીની બૂમ પાડી. મમ્મી દોડતી આવી પણ હાંફતા કહે બેટા તું હેમખેમ છે ને?  માનસી કહે ‘મમ્મી જો મારા પગમા તાકાત આવી ગઈ’ ખુરશી અને ટેબલ મેં ખાટલામા રહીને પોતાની જગ્યા પરથી ઘુમાવ્યા. મમ્મી એક પણ અક્ષર બોલ્યા વગર દિકરીને વળગી વહાલ કર્યું.

                         માનસી ખુશ હતી. આત્મશ્રધ્ધામા વિશ્વાસનું સિંચન થયું હતું. તેની પ્રગતિ જોઈને ડોક્ટર પણ અચંબામા પડી ગયા. સીતાબાઈ માલિશ ખૂબ પ્રેમથી લાંબો વખત કરવા લાગી. થેરપીસ્ટને પણ આનંદ સાથે ગર્વની લાગણી થઈ કે હા દવા અને દુઆ બંને સાથે કામ કરે ત્યારે અશક્ય , શક્ય બને છે. આજે માનસી ચાલીને શાળાએ જાય છે. ભારતનાટ્યમમા પણ પ્રગતિ સાધી રહી છે.    

           તે દિવસે જ્યારે ટેબલ અને ખુરશી હાલી રહ્યા હતા તે હતો હળવો ‘ધરીકંપનો’ આંચકો. માનસીની મમ્મીએ, તેનો આનંદ ન છીનવી લેતા તેને વહાલ કર્યું. જેનું સુંદર પરિણામ આવ્યું માનસીનો ખુદમા વિશ્વાસ.——-

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.