Archive for January, 2010

રત્નકણિકા

January 7th, 2010
  •       માનવીનું મન  અને ઇશ્વરીય તેજથી સર્જાયેલું તન
  •       યોગનું  જ્ઞાન  અને  ઇશ્વરને જાણવાનું વિજ્ઞાન
  •        નિર્મળ દૃષ્ટિ અને ઐશ્વર્ય સભર સૃષ્ટિ
  •        મનઘડિત આકાર અને સર્જનહાર નિરાકાર

યોગ સાધના—૧૦

January 5th, 2010

  યોગ સાધના—-૧૦

સૂત્રઃ  ૪૧ ક્ષીણવૃત્તેરભિજાતસ્યેવ મણેર્ગ્રહીતૃ-ગ્રહણ-ગ્રાહ્યેષુ

                  તત્સ્થતદન્જાનતા સમાપત્તિઃ  

                क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतु-ग्रहण-ग्राह्येषु

                 तत्स्थतन्जनता समापत्तिः 

               જેવી રીતે શુધ્ધ ક્રિસ્ટલ પોતાની નજીકના પદાર્થના

            રંગ ગ્રહણ કરે છે. તેવી રીતે મન જ્યારે વિચાર રહિત

             શાંત હોય છે ત્યારે જેના પર કેન્દ્રિત થાય છે તેવું જ

             જણાય છે.. તે ક્યાંતો પદાર્થ હોય યા ઈંન્દ્રિયોનું

             ચિંતન.તેનામય થઈ જવું યા તેના ચિંતનમાં

            ડૂબી જવું તેને ‘સમાધિ’ કહે છે.

                 સમાધિ અનેક પ્રકારની હોઈ શકે. કોઈ પણ

               જાતની સમાધિ પામવી આસાન નથી, જો મનની

             અમાપ શક્તિ   ન હોય. અંહી કીટ પતંગાનો દાખલો

              બરાબર બંધ બેસતો છે.

 સૂત્રઃ ૪૨ તત્ર શબ્દાર્થજ્ઞાનવિકલ્પૈઃ સંકીર્ણા સવિતર્કા સમાપત્તિઃ

                 तत्र शब्दार्थज्ञानविकल्पैः संकीर्णा सवितर्का समापत्तिः

                જ્યારે મન સખત પદાર્થ પર નામ, ગુણ ના જ્ઞાન સાથે

                ધ્યાન કેંન્દ્રિત કરે છે. જેથી મેળવેલી માહિતીને “સવિતર્ક

               સમાધિ” કહે છે.

 સૂત્રઃ ૪૩  સ્મૃતિપરિશુધ્ધૌ  સ્વરૂપશૂન્યેવાર્થમાત્રનિર્ભાસા નિર્વિતર્કા

                 स्मृतिपरिशुध्धौ  स्वरूपशू न्येवार्थमात्रनिर्भासा निर्वितर्का

                 જ્યારે મન પદાર્થ સાથે એકાત્મતા, એકાગ્રતાથી પામે છે.

                 કિંતુ તેને તેના નામ, ગુણ વિશે કોઈ જ માહિતી નથી.

                 તેથી માત્ર પદાર્થ જ હોય છે તેને ‘નિર્વિતર્ક” સમાધિ

                  કહે છે.

                  નિર્વિતર્ક સમાધિ સવિતર્ક કરતા ઉંચી છે. જેમાં પદાર્થના

                  નામ, ગુણ વિશે કોઈ જ માહિતી નથી.

સુત્રઃ ૪૪ એતયૈવ સવિચારા નિર્વિચારા ચ સૂક્ષ્મવિષયા વ્યાખ્યાતા

                 एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता

              જ્યારે ધ્યાન કેંન્દ્રિત કરવાનો પદાર્થ સમક્ષ હોય ત્યારે

             બે પ્રકારની સમાધિ ‘સવિચારા, યા નિર્વિચારા’ ના ભેદ

             એકજ રીતે જાણી શકાય છે

સૂત્રઃ ૪૫  સૂક્ષ્મવિષયત્વન્ચાલિંગઃ -પર્યવસાનમ

                 सूक्ष्मविषयत्वन्चालिंगं -पर्यवसानम   

               આ સર્વે દર્શિય પદાર્થની પાછળ ‘પ્રકૃતિ’ મુખ્ય

               કારણ છે. પ્રકૃતિ પદાર્થનું અભિન્ન અંગ છે.

                જેમ કે અગ્નિ, દઝાડવું તેનો ગુણ ધર્મ યાને

               પ્રકૃતિ છે. પ્રકૃતિ અંતિમ લક્ષ નથી. તેની

               પાછળ ‘બ્રહ્મન’ છે.

કોણ? કોણ? ને કોણ?

January 5th, 2010

કરે કોણ ભરે કોણ

વાવે કોણ લણે કોણ

કમાય કોણ ખર્ચે કોણ

આપે કોણ પામે કોણ

મારે કોણ મરે કોણ

નિશાન કોણ વિંધાય કોણ

દળે કોણ ખાય કોણ

પિતા કોણ પુત્ર કોણ

ગુરૂ કોણ શિષ્ય કોણ

દોહે કોણ પીએ કોણ

લખે કોણ વાંચે કોણ

ખાય કોણ જાય કોણ

સજ્જન કોણ દુર્જન કોણ

અમર કોણ નાશવંત  કોણ

સર્જક કોણ બ્રહ્મન કોણ

બીજ કોણ વૃક્ષ કોણ

કોણ? કોણ? ને કોણ? 

ખબર નથી

January 5th, 2010

  હજુ તો નવું વર્ષ શરૂ થયાને ચાર જ દિવસ થયા છે.

     ચાર જણા મરણને શરણ થયા——

        જીવનની ક્ષણભંગુરતા પર વિચાર થમી ગયા

         સગા છે તે વહાલા નથી

          વહાલા છે તે સગા નથી

          સગા અને વહાલાની ઝંઝટ નથી

          શાકાજે ખુદ સંગે પ્રીતિ નથી

           વહાલાને ક્યારેય કદી સ્વાર્થ નથી

            સગાને ક્યારેય કદી નિસ્બત નથી

            જીવન સ્વાર્થ નિઃસ્વાર્થની રમત નથી

             રમતા ન ફાવે તો લિજ્જત નથી

             કાનમા કહું જેનું દિલ સાફ નથી

             જીતે છતાં તેમાં કોઈ માલ નથી

             ચમન,ગગન ક્યાંય જવાના નથી

              આજે અંહી કાલે ક્યાં ખબર નથી

       પ્રભુ વિછડેલાના આત્માને શાંતિ આપે.

          કુટુંબી જનોને સહન કરવાની શક્તિ આપે.

                   ॐ शांतिः शांतिः शांतिः

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.