એક ડગ ધરા પર—-૬
વર્ષો પાણીના રેલાની માફક સરી રહ્યા હતા. રમત ગમતમાં મોટી થતી
શાન ને ભગવાને ફુરસદે ઘડી હતી. એમાંય પાછા સુંદર સંસ્કાર, જાણે સોનામાં
સુગંધ ભળી. સ્વભાવે શાંત શાન, જોતાની સાથે વહાલ ઉપજે તેવી શાન. ખરેખર
ખોટા વખાણ કરવાની આદત નથી. શાન મમ્મી, પાપા તથા સર્વે કુટુંબી જનોની
આંખનો તારો બની ગઈ. સોહમ તેનો વહાલો ભાઈલો મઝાનો હતો. બંને વચ્ચે પાંચ
વર્ષનો તફાવત હતો. મામ્મીને ખૂબ રાહત રહેતી. શાન મ્મ્મી બતાવે તે બધું કામ
કરતી.
દાદી વિચાર કરતી આટલી અમથી છોકરી કેટલી મમ્મીને મદદ કરે છે. ભાઈ
સાથે કેવી સરસ રીતે રમે છે. પહેલે ખોળે દિકરી ને તેમાંય પાછી વહાલના દરિયા
સમાન. બંને બાળકો લાડકોડમા ઉછરી રહ્યા હતા. ક્યાંય દિકરા કે દિકરી વચ્ચે ભેદ
જણાતો ન હતો. હવે તો શાન પાંચમા ધોરણમા આવી ગઈ. બાળમંદિર છોડીને મોટી
શાળામા. શાળાનો ગણવેશ પહેરીને નિકળ્તી ત્યારે મમ્મી ઓવારણા અચૂક લેતી.
વર્ગની બહેનપણીઓની સાથે રમત ગમતમાં જોડાતી. ભણવામા ખૂબ તેજ
હંમેશા નવું જાણવાની ઈંતજારી. શાન ઘણાંની ઇર્ષ્યાનો ભોગ પણ બનતી. કિંતુ તેનો
સ્વભાવ જ એવો હતો કે સહુ તેને સામે ચાલીને બોલાવતા. જે બહેનપણીને તકલિફ
હોય તો શાન દોડીને મદદ કરતી. તેને જુઠ્ઠુ બોલવા સમક્ષ ખુબ નફરત હતી. નિર્દોષ
બાળકો કેમ અને કેવી રીતે ખોટી ટેવોના શિકાર બનતા હશે? ૨૧મી સદીમા જો કોઈ
શત્રુ હોય તો તે ટેલીવિઝન છે. શાનની મમ્મી તેનો ખૂબ ધ્યાન રાખતી. સોનમ, શાનને
અમૂક શો જ જોવા દેતી. તેને લીધે સોનમ તથા સાહિલ વિચારીને ટી વી જોતાં. સાહિલ
પપ્પા, શાન અને સોહમને સમય મળ્યે વહાલની ગંગામા સ્નાન કરવતા.
પાંચમા ધોરણની વાર્ષિક પરીક્ષામા શાનને ગણિતમા ઓછા માર્ક્સ મળ્યા. તેની બાજુમા
બેઠેલો કુમાર ઉંચો થઈ થઈને તેના પેપર પર નજર નાખતો અને જાણી જોઈને પેંન્સિલ પાડી
વારે વારે વાંકો વળતો. શાન પોતાનું ધ્યાન કેંન્દ્રિત કરી શકતી નહી. જેથી બે દાખલા કરી ન
શકી અને ત્રણેક ખોટા પડ્યા. પાસ થવા માટે જોઈતા માંડ માંડ મેળવી શકી. રડી રડી ને
અધમૂઈ થઈ ગઈ . ખેર નપાસ ન થઈ તેની સાંત્વનાને પામી. પપ્પા પણ ગુસ્સે થયા.
મમ્મીએ બાજુમા બેસાડી વિગત જાણી તેથી જરા દુખ ઓછું થયું. પણ શાને મનમાં
ગાંઠ વાળી હવે પછી મારે ચેતીને ચાલવું પડશે.
શાનના વર્ગમાં એક છોકરો હતો. કેન્સરમા કીમો લેવાથી વાળ બધા જતા રહ્યા હતા.
એક દિવસ ખૂબ રડી રહ્યો હતો. શાનથી જોઈ ન શકાયું. તેની પાસે જઈ પ્રેમથી પૂછ્યું
ને વાત જાણી. કિસનને દોસ્તો પજવતા હતા. બાળકો નિર્દોષ હોય છે. કિંતુ ઘણીવાર
ક્રૂર મશ્કરી કરી હેરાન પણ કરતાં હોય છે. શાને મનમાં ગાંઠ વાળી. ઘરે જઈને પપ્પાને
કહે. “પાપા તમને ખબર છે, મને ખીચડી નથી ભાવતી. જો હું તે ખાંઉ તો મને મારી
મનગમતી વસ્તુ કરવા દેશો?” પાપાને એમ કે કદાચ આઈસક્રીમ ખાવા લઈ જાવ યા
સિનેમાની માગણી કરશે તેથી હા પાડી. શાને બીજીવાર પૂછી ખાત્રી કરી વચન માંગ્યું.
છઠ્ઠા ધોરણમા ભણતી છોકરી વધારેમા વધારે શું માગશે?
શાને કહ્યું પપ્પા મારે બધા વાળ કપાવવા છે. પપ્પાની હાલતતો કાપોતો લોહી ન
નિકળે તેવી થઈ ગઈ. પણ વચનથી બંધાયેલા હતા. શાનની વાત મંઝુર કરી. સોમવારે
શાળામા મૂકવા ગયા ત્યારે તેમની બાજુમા કિસનની મા આવી અને કહે ‘તમારી દિકરી
ભગવાનનું રૂપ લઈને આવી છે.’ જુઓ મારા કિસનની સાથે કેટલા પ્રેમથી વર્તે છે, પાપા
જોઈને દંગ થઈ ગયા. કિસનના માથા પર પણ વાળ ન હતા. તેમને સમજતા વાર ન લાગી
શામાટે શાને વાળ કપાવ્યા————————