જો યમરાજા—————

November 2nd, 2009 by pravinash Leave a reply »

          જો યમરાજા રજા ઉપર ઉતરે કે નોકરી પરથી ફારગતી આપે તો સ્વર્ગલોકનું તો જે

થવાનું હોય તે થાય. પણ પૃથ્વી પર હાહાકાર થઈ જાય. હા, કુમળી વયે કે ભર જુવાનીમા

થતા મોત અટકી જાય. પણ મરવાને વાંકે જીવતાની જીવાદોરી લંબાય, ઘરડાં, બિમાર,

અપંગ, નિરાધાર લોકોની પરેશાનીનો અંદાઝ કળવો મુશ્કેલ થઈ જાય.

               ઈશ્વરના કારખાનામાં જનમ તો નિશ્ચિત સમયે થયા જ કરવાના. મોતનું પણ

સમય પત્રક ભગવાનના રાજ્યમાં તૈયાર જ હોય છે. જો તેનો નિયમ ટૂટે યા અનિયમિત

બની જાય તો આ ધરતી ભાર સહી શકે ખરી?  યમરાજા તમે બધું કરજો પણ રજા પર ઉતરી

કાશ્મીર કે નૈનીતાલ ન જશો.  માંદગીનું બહાનું  કાઢી લાંબી રજા પર ઉતરી ઘરે પથારીમાં

પડખાં ન ઘસશો.   

       હા, ૨૧મી સદીમા તમને તમારું વાહન જો જરી પુરાણું લાગતું હોય તો તમારે માટે લેક્સસ,

મર્સીડીઝ કે બીએમડબલ્યુ નોંધાવી લઈએ. હા, તે ગાડીઓ મોંઘી ઘણી છે. પણ ચીંતા નહી

કરતાં. ઘણા કરોડો પતી હમણા તમારે ત્યાં મહેમાન થયા છે. વળી તેમને પાછળ ધરાર નહી

અને આગળ ઉલાળ નહી તેવી પરિસ્થિતી છે. તેમના ખાતાના પૈસા સ્વર્ગમાં જમા કરાવી દઈશું

            હા, તો હવે છેલ્લી વિનંતિ સાંભળી લો. નાના નાના કુમળા બળકો પર રહેમ કરજો.

નવ પરણીતા અને જુવાનીથી થનગનતાના આવવા પર પ્રતિબંધ મૂકજો. ઘરડાં કે જે મરવાને

વાંકે જીવતા હોય, જેઓને જીવનમાં રસ ન હોય, અસાધ્ય રોગથી પીડાતા હોય તેમની વિનંતીને

માન આપજો. બસ ત્યારે વધું શું કહું. સમજુ કો ઈશારા———–

         અરે હજુ તમને આ કહું છું ત્યાંજ સમાચાર મળ્યાકે શાંતિભાઈનો જુવાન દિકરો અમેરિકાથી

આવતો હતો ત્યાં વિમાનમાં આતંકવાદીઓએ બોંબ મૂક્યો હતો અને આખું વિમાન ભડકે બળી

નાશ પામ્યું. તમે કહેશો આનાથી વધુ આઘાતજનક સમાચાર માબાપ માટે શું હોઈ શકે?——-

             હજુ તો આ આઘાતજનક સમાચારની કળ વળે ત્યાં ચંપાબએનનો ફોન આવ્યો. માંદગીમાં

રિબાતા નયનબેનને તેના છોકરા વહુ ઘરડાઘરમાં મૂકી આવ્યા. હવે નયનબેન પર દયા લાવો

યમરાજા! નટવરભાઈ કેટલી બાધી મિલ્કત મૂકીને ગયા હતા. ખોટે રસ્તે વાપરી માની આ હાલત કરી.

                  બસ હવે મારે કાંઈ કહેવું નથી. તમને યોગ્ય લાગે તે પ્રમાણે કરજો, હું પણ એજ

કતારમાં  ઉભી છું———————–

Advertisement

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help