શુભ માતૃદિનની વધાઈ

May 11th, 2008 by pravinash Leave a reply »

     

            ‘મા’ શબ્દ બોલતા મોઢુ ભરાઈ જાય છે. આજના શુભ દિવસે તેને  પ્રેમથી
    કહીએ ‘મા’ તું છે તો હું છું, વરના——-
             માતા આપણે માટે ઈશ્વર છે. આપણામાંથી ઈશ્વરના દર્શન કોણે કર્યા છે ?
   આ તો હાલતી ચાલતી માતાની મૂર્તિ છે.આપણી સંસ્કૃતિ અને સંસ્કાર આપણને
   એ જ પાઠ ભણાવે છે. કિંતુ હ્રદય પર હાથ મૂકીને કહેજો આપણે કેટલે અંશે તેનું
  પાલન કરી એ છીએ? માંહ્યલો કદી જૂઠું નહી બોલે. તો પછી આપણા કરતા આ
  અમેરિકન સારા નહી કે ભલેને વર્ષમાં એક દિવસ તેનું ખૂબ આદર અને ઈજ્જત સાથે
    પાલન કરે છે.
    
               તેની અવગણના , તેને અન્યાય કઈ રીતે સહન થાય. યાદ છે એની ગોદમા
       ખેલ્યા હતા. કેટલીવાર તેને પલાળી હતી?  કેટલી રાતો એણે તમારા કાજે જાગતા
       ગાળી હતી. જ્યારે નાની શી માંદગી પણ આવે ત્યારે તમારા માટે કેટલી બેબાકળી
        તે બની જતી હતી. છતાંય તેણે હમેશા તમને માત્ર પ્યાર જ આપ્યો છે.
 
              આવી દેવી જેવી માંનું આજે પ્યાર પૂર્વક પૂજન કરીએ. આજના શુભ દિવસે
         જેઓની મા હયાત છે તે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેનો એકરાર કરે. જેણે
         તેને ગુમાવી છે તેઓ તેની યાદમા બે આંસુ સારી અંજલી અર્પે.મા છે તો જગતના
         સંસારના બગિચામા નવા નવા ફૂલો જણાય છે. વર્તમાનમા શિક્ષણ દ્વારા ભવિષ્યની
         ઇમારત ચણે છે. 
               મા ,તારા ઉપકારનું ઋણ હું કઈ રીતે ચૂકવીશ? મારા પ્રયત્ન એવા જરૂર રહેશે
         કે તારું નામ ઉજાળીશ. જો હું તારા વિશે લખવા બેસું તો કલમની સ્યાહી ખૂટી જશે
         અને કાગળ નાનો પડશે.

                       મા તુજ ને લાખો પ્રણામ
                      હોઠોં પર તારું મધુરું નામ      
                      તારા શિક્ષણ નું શું  દામ
                       તુજને સમરું સુબહ શામ

                     મેં તને કરી હતી  હેરાન
                     સારા કર્મ દ્વારા વધે શાન
                     તારા મુખેથી ભક્તિ ગાન
                     તારા પર કુરબાનઆ જાન

                    હે, મા તુજ ને લાખોં પ્રણામ 

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.