jump to navigation

GAZAL February 4, 2008

Posted by pravinash in : ગમતી ગઝલ , trackback

દુઃખ  પડે  ત્યારે  નિસરે  ગઝલ
મલમ  લગાવી ઘા  રૂઝવે ગઝલ

કરે તલવારના ઘા સહેતી ગઝલ
શિરછેદ કરી પાઘડી બાંધે ગઝલ

અતલ ઉંડાણમા શોધતા લાધી ગઝલ
ભલે  નાસમજ  સમજે  છીછરી   ગઝલ

કત્લેઆમ કરે  હરફ ન ભરે ગઝલ
ફના થવાની મઝા માણતી ગઝલ

અબુધની બુધ્ધિમાં ન ઉતરે ગઝલ
શાન આવે ત્યારે સળવળતી ગઝલ
   
મિલનની પળોમાં નાચી ઉઠતી ગઝલ
વિયોગની ક્ષણોમા આંસુ વહાવે ગઝલ

આશા  નિરાશાની  ડાળે ઝૂલે ગઝલ
કડડભૂસ  ટૂટી  ધરાને  ચૂમે    ગઝલ

પાનીના હળવે ઠમકારે રણકે ગઝલ
શબ્દ  સૂણી  કર્ણપટે પીરસે   ગઝલ

સ્પર્શને અણસારે હૈયે ઉતરી ગઝલ
સ્પંદનોના તરંગે ઝોલે ચઢી ગઝલ     

ઉમંગોને હળવે બાથ ભરે ગઝલ
સાકાર થઈ સેજે બિછાવે ગઝલ  

સ્વમાનની શૈયા પર પોઢી ગઝલ
કિરતારને શરણે જઈ ચઢી  ગઝલ
  
વાતમા ને વાતમા પાને અવતરી ગઝલ
આડઆવળા લીટા   કલમે કંડારી  ગઝલ

જાણે અજાણે દર્દ જગાવે ગઝલ
બેકર  જોડી ક્ષમા યાચે  ગઝલ

Comments»

1. Vijay Shah - February 4, 2008

સ્વમાનની શૈયા પર પોઢી ગઝલ
કિરતારને શરણે જઈ ચઢી ગઝલ

બીચારી ગઝલ પાસે બહુ કામ ના કરાવો મોટી બેન કે છેલ્લે હાથ જોડીને માફી માંગવી પડે


 Type in