જીંદગી તારા ઝૂઝવા રૂપ

March 25th, 2008 by pravinash Leave a reply »

રોશનબાનુ ખૂબ નસિબદાર હતા કે તેમને ઝરીના જેવી સોજ્જી વહુ
મળી હતી. અદી તેમનો એકનો એક દિકરો તેથી રોશનબાનુ અને ફારુખ
દિકરા વહુની સાથે રહેતા. ઝરીના બને સમયની રસોઈ બનાવી ને તેમને
જમાડતી પણ સવારના ચહાપાણી રોશનબાનુ અને ફારુખ પોતાની મનપસંદનો
ખાતા. તેમને સરસ મઝાની ગાડી પણ હતી. બને જણા સાથે કસરત કરવા
જતા. દર બુધવારે બ્રીજ રમવા જતા. કોલોરાડોમા રહેતા અને ઝરીના
મારી કોલેજના સમયની બહેનપણી હતી. અમે સહકુટુંબ સ્કી કરવા જઈએ
ત્યારે ભલે સ્કી રિસોર્ટમા રહીએ પણ એક સાંજ કાયમ સાથે ગુજારીએ એવો
એક ધારો પડી ગયો હતો.

જો કદાચ ઝરીના મુંબઈ ગઈ હોય કે છોકરાઓને મળવા તેમની કોલેજ પર
તો રોશન આંટી અમારી ખૂબ સરભરા કરતા. જરાયે પારકુ લાગવા દેતા નહી.
અરે ઝરીન નથી તો શું? હું તો છું ને. તેમનું ધાનશાક અમને સહુને ખૂબ ભાવતું.
૩૦ વર્ષના અમેરિકાના વસવાટ દરમ્યાન પાંચેક વાર આ લહાવો અમને સહુને
મળ્યો હતો. પારસીઓનું ગુજરાતી એવું મીઠું લાગે કે વાત ન પૂછો.

ગયે વર્ષે જ્યારે રોશનઆંટીને લકવો થયો સાંભળ્યું , ત્યારે મને બહુ દુખ થયુ
હતું. જ્યારે પણ ઝરીના સાથે વાત થાય ત્યાર્રે હું આંટીના સમાચાર પૂછું. હવે તો
બાળકો મોટા થઈ ગયા તેથી સ્કી કરવા આવવાનું બંધ જેવું જ થઈ ગયું. રોશન
અને અદીને જોડિયા બચ્ચા હતા. આ વર્ષે બંને સાથે ડોક્ટર થયા તેની મોટી પાર્ટી
હતી. હું અને રોશન કોલેજ સમયની સખી હતા. પાર્ટી પતી ગઈ. ખૂબ જલસો
કર્યો. રોશન આંટી અને ફારૂખ અંકલ જણાયા નહી તેથી એકાંતમાં મે ઝરીનને
પૂછ્યું અંકલ આંટી કેમ ના જણાયા. ઝરીનની આંખને ખૂણે મેં તગતગતા આંસુ
જોયા. તે કાંઈ બોલી શકી નહી. મને કહે સવારે વાત.

        અદી માબાપનો એકનો એક દિકરો હતો. તેમાંય  પાછો  ડોક્ટર. રોશનબાનુ
    અને ફારૂખ પોતાને ખૂબ  ભાગ્યશાળી  સમજતા. બાકી  અમેરિકામા કોણ સાસુ
     સસરાને  સાથે   રાખી  તેમનો ખ્યાલ  કરે? અરે, ઝરીના મેઈડ આવે તો કહેશે
     જા  પહેલા મમાનો રૂમ  સાફ  કરી  આવ. તેમના  કપડા ને બધુ સરખુ કરી
     ઘરનું  કામ  કરજે. જ્યારે રોશનબાનુ અને ફારુખ ને નર્સિંગહોમમા  મૂક્યા ત્યારે
     બધા ખૂબજ વ્યથિત હતા.પણ સંજોગો એવા હતા કે તેમની  સારવાર ઘરમા ખૂબજ
     મુશ્કેલ હતી. એક દિવસ એવો ન જતો કે  ઝરીના અને અદી તેમને મળવા ન ગયા
     હોય. અદી તો તેમને જરા પણ આનાકાની વગર મલી  આવતો. થાક શબ્દ તેણે
     શબ્દકોષમાંથી  છેંકી નાખ્યો હતો.

          આ વખતે એના બાળકોની પાર્ટીમા આવવાનું થયું. પહેલી વાર ન આંટી મળ્યા
     ન અંકલ. ઘર આમ ખાલી હતું , પણ મહેમાનોથી ઉભરાતું હતું. મહેમાનૉ ગયા પછી
     અંકલ અને આંટીને મળવા જવું એમ મનમા વિચાર્યું હતું. જેની મનોમન નોંધ ઝરીને
     લીધી હતી.

સવારે બાળકોને એરપોર્ટ પર ઉતારી મને કહે ચાલ તને મમા અને પાપાને
મળવા લઈ જાંઉ. તેમના માટે ભાવતું ખાવાનું સવારે વહેલા ઉઠીને ઝરીને બનાવી
ટિફિન ગાડીમા મૂકી દીધું હતું. ગાડી નર્સિંગ હોમ પાસે આવીને ઉભી રહી. મને તો
બોલવાના હોશકોશ ન હતા. ચાવી દીધેલ પૂતળાની માફક ઝરીનની પાછળ પાછળ
ચાલતી હતી. અંકલ અને આંટીના રૂમમા આવી તેમની હાલત જોઈને હું બે ડગલાં
પાછળ હટી ગઈ. ઝરીન પ્યારથી તેમની બાજુમા બેઠી બરડાપર હાથ પસવારીને
તેમના સમાચાર પૂછી રહી અને ગઈકાલનો પાર્ટીનો અહેવાલ આપી રહી. પાર્ટી
પહેલા બંને બાળકો આશિર્વાદ લેવા આવ્યા હતા. મને જોઈને તેમના મોઢા પર
ચમક આવી ઉઠી પણ હું મનોમન વિચારી રહી જીંદગી તારા————-

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.