Archive for August 5th, 2009

હું ની શોધમાં નિકળી હું

August 5th, 2009

હું ની શોધમાં નિકળી હું

ક્યાંય ન પામી થાકી હું

શું હું કાયા કે હું માયા

તપ્યો સૂરજ લાંબા પડછાયા

હું છું ભ્રમણા તેની વિટંબણા

જેની મથામણમા સહુ અટવાણા

આવન જાવન હું ને નથી

શરીરને હું સ્પર્શતો નથી

શરીરનું કારણ પંચમહાભૂત

હું અળગો તેને વળગ્યું ભૂત

હું રહેવાનું સ્થાન શરીર

શબને હુંની માયા ના લગીર

હું ને કોઈ ધર્મ નથી

હું નું કોઈ કર્મ નથી

હું ને જળ ભીંજવે નહી

હું ને અગ્નિ બાળે નહી

હું સર્વથી છે અલિપ્ત

છતાં હું નથી કપોળકલ્પિત

શું હું ધબકે હ્રદયમાંહી

કે વસે તે  ચેતનમાંહી   

હું શોધું નવ પામું હું

છતાં હું મા સમાયો હું

અહંકારથી ફાલ્યો હું

ગર્વનું ખાતર પામે હું

હું હું કરતાં ઘેલીના પૂત

જ્ઞાનીઓ થાક્યા, થાક્યા અવધૂત

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.