jump to navigation

એ વાતમા માલ છે July 28, 2007

Posted by pravinash in : Uncategorized , trackback

  શું બાળકને સુખ સુવિધા મળે તો જ પ્રગતિ સાધી શકે?
    એ વાતમા શું માલ છે?
  બધી મુશ્કેલી માંથી મારગ કાઢે અને આગળ ધપે
      એ વાતમાં માલ છે.
  ભલે ને ઘરમા ખાવાના ફાંફા હોય અને મુખ પર હાસ્ય
     એ વાત માં માલ છે.
  રાતના ઘરમાં વિજળીના દીવા ન હોય અને અભ્યાસ
     એ વાતમાં માલ છે.
  ખમીર ડોકિયા કરતું હોય અને આંખોંમાં હોય ખુમારી
     એ વાતમાં માલ છે.
   આત્મવિશ્વાસ ટપકતૉ હોય અને અધિકારની જાણ હોય
      એ વાતમાં માલ છે.
   વિકટ પરિસ્થિતિ હોય છતાંય શાળામાં જવાનો નિર્ધાર હોય
      એ વાતમાં માલ છે.
   

Comments»

1. - July 31, 2007

વિકટ પરિસ્થિતિ હોય છતાંય શાળામાં જવાનો નિર્ધાર હોય
એ વાતમાં માલ છે.

મક્કમતાથી લીધેલ નિર્ણયમાં પીછેહઠ ના હોય્!


 Type in