તાજ કે સરતાજ July 8, 2007
Posted by pravinash in : વિચાર ના વહેણ , trackback૭-૭-૭- ના દિવસે
તાજમહેલ આજે બન્યો દુનિયાનો સરતાજ
તાજ તુ તાજ છે તારે શીરે સોહે તાજ
શાહજહાં મુમતાઝના તારા પ્યારની જીત
પ્યારનો બેતાજ બાદશાહ અનેરી તારી પ્રીત
આગ્રા શહેરનું ભવ્ય આકર્ષણ તું સુંદર તાજ
રોશન કર્યું ભારતનું નામ આજ જગે તેં તાજ
તાજ તારે કાજ આજ હિંદમાં સિતારોંની બારાત
ધન્યવાદ જેણે આજે બક્ષ્યું પ્રેમને ઉચ્ચ સ્થાન
તાજતેં ઉજાળ્યું અર્પ્યું ભારતને જગે સન્માન
તાજ પર નાઝ આજે પ્રસર્યો ગગને આવાઝ
તાજના પાયામાં ને કારીગરીમાં લાખોં અંદાઝ
સહુને ધન્યવાદ જેણે પહેરાવ્યો તાજ્ને સરતાજ


Powered By
Comments»
તાજના પાયામાં ને કારીગરીમાં લાખોં અંદાઝ
સહુને ધન્યવાદ જેણે પહેરાવ્યો તાજ્ને સરતાજ
દુનિયાની એક અજાયબી! વાહ ! વાહ્
એક શે’ર લખુ તો ચાલશે?
પ્રેમ છે કે વહેમ! સુતેલી મુમતાજને પૂછો?
મર્યા પછી પણ જેણે મુકી દીધો પથ્થર હૃદય પર!
નથી એક ઊંહ! નીકળતી એ મુમતાજ ને પૂછો?