દર ત્રણ વર્ષે આવતો અધિક માસ અડધો પૂરો પણ થઈ ગયો.
અધિક માસ બાકી છે તો હજુ પણ મોડું નથી થયું.
શું શું અધિક કરશો?
૧. અધિક પ્રભુના ગુણગાન કરતી ભક્તિ.
૨. અધિક પ્રભુનું નામ સ્મરણ. (માનસિક)
૩. અધિક યોગ્ય વ્યક્તિ યા સંસ્થાને દાન.
૪. અધિક પ્રેમ સર્વે કુટુંબીજનોને સ્વાર્થ યા આસક્તિ વગર.
૫. અધિક સત્કાર્ય.
૬. અધિક મનોવિશ્લેષણ.
૭. અધિક આંતર્મુખતા.
૮. અધિક સત્સંગ.
૯. અધિક યોગની સાધના.
નવધા ભક્તિ સમ નવ પગથિયા. માનો ન માનો અધિક
આત્મ સંતોષ જરૂર પામીશું. બાકી તો કર્મણ્યવાધિકા——
“ગીતા” માં શ્રીકૃષ્ણ ભગવાને સરસ રીતે સમજાવ્યું છે.