વહેમ એ એક એવો ભયંકર રોગ છે જેની દવા હજુ સુધી કોઈ
બનાવવા શક્તિમાન થયું નથી અને થશે એવી કોઈ એંધાણી
જણાતી પણ નથી.
ઈશ્વર કૃપાએ માતા પિતા વહેમમા બહુ માનતા નહી અને
પતિ વળી એથી ચડિયાતો હતો કે પુછવું જ શું? કિંતુ ચારે બાજુ
નજર કરો તો તે ચુંગલમાંથી છૂટવું અશક્યજ લાગે. નાનપણમાં
જ્યોતિન્દ્ર દવેનો લિખિત એક પાઠ ભણી હતી. બિલાડી આડી ઉતરી
તેથી એક ભાઈ પાંચ મિનિટ પછી નિકળ્યા. પરિણામ બસ ચૂકી ગયા,
તેથી નોકરીની પરિક્ષામા મોડા પહોંચ્યા. જેથી નોકરી હાથ તાળી દઈ
ગઈ. આમા વાંક કોનો બિલાડીનો જ બીજા કોનો.
આવું છીંક આવે તો અપશુકન થાય. ભાઈ છીંક તો કાંઈ કહીને
આવતી હશે. આજકાલ તો કચરાની એલર્જી એટલી વધી ગઈ છે કે છીંક
આવે તો ડઝનના ભાવમા.
હા, ચંપલ ઉતાવળમા ઉંધો થઈ જાય તો સીધો કરી લઈએ પણ તેને
કારણે ઝઘડૉ થયો એ ક્યાંનો ન્યાય. સાવરણી ઉભી ન મૂકાય. રાતના
વાસીદુ ન કઢાય. ઘણી વાર તો એમ થાય આખો દિવસ એક ચોપડી
લઈને ફરો જેમા ક્યારે શું થાય અને ક્યારે શું ન થાય એની બધી
માહિતી વિગતવાર હોય.
“દુખનું ઓસડ દહાડા વહેમનું ઓસડ માળા” કાંઈ ન મળેતો બેસો
ઈશ્વર સમક્ષ અને ફેરવો માળા. હવે હાથમા ચપ્પુ ન લેવાય,કેમ?
કાતર હાથમા ન અપાય. આ બધા શું ધતિંગ છે. વાત તો ત્યારે
વણસી ગઈ કે એક વાર હોસ્પિટલમા કોઇને મળવા ગઈ હતી.
બાળકને હાથમા લઈ પાછું મુક્યું અને સ્ત્રીના ઓશીકા નીચે મોટો
છુરો. રાતના ભૂત પ્રેત ન સતાવે તેના માટે. મીઠુ હાથમા આપીએ
તો ઝઘડો થાય.