છતી આંખે નિહાળ્યું

August 1st, 2007 by pravinash Leave a reply »

images35.jpg        

          ભારતમાં બે મહિનાથી છું. વરસાદની મૌસમ પૂર બહારમાં ખિલી છે.
   રસ્તામાં ક્યાંય કાદવ નથી. ઘરેથી છત્રી લઈને નિકળું ત્યારે વરસાદનો
    છાંટો પણ પડતો નથી. આકાશ સ્વચ્છ હોય, સુરજ દેવતાના દર્શન થતા
     હોય અને ખરીદી કરવા બહાદુરની જેમ નિકળું ત્યારે બોલો વરસાદ ધોધમાર
     ટૂટી પડે.
           દિલ્હીમા ચાલતી બ્લુલાઈનની બસ દર બીજે દિવસે એક રસ્તે ચાલતા
     બાળકને યા યુવાનને કચડી નાખે, વિરોધ થાય છતાં બસ બેધડક રસ્તા
     ઉપર દોડે. સાસરિયાના ત્રાસથી કંટાળેલી પૂજા અર્ધનગ્ન દશામાં પ્રધાનના
     બંગલાની સામે ઉભી હોય. કોલેજમાં દાખલો ન મળવાથી યુવાન આત્મહત્યા
     કરે.
            ઝુંપડપટ્ટીમાં રહેતો સોળ વર્ષનો યુવાન માને નોકરી કરવાની ના પાડે.હું
     ઘર ચલાવીશ.એમ ગર્વથી કહે. આપણા દેશની માટીમાં જરૂર કાંઈ છે અંહી
     કોઈ અજાણ્યું ન લાગે. ભાવનગરમાં કોઈ પણ ઘરે પથ્થર ફેંકો, એ ઘર કવીનું
     જ હોઈ શકે. રીક્ષા ચલવનાર વ્યક્તિ ખૂબ જ પ્રમાણિક હોય.
              બાળાઓ માં અધિકારની જાણકારી હોય. ભય નામની ચીજથી અજાણ હોય.
    પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ હોય. નૃત્યમાં પારંગતા હોય. ઘરની અંદર પુસ્તકાલયમાં
     ભારતના વિધવિધ પ્રાંતના મહાપુરૂષની સુંદર તસ્વીર હોય.
            ‘લગે રહો મુન્નાભાઈ’ ને જામીન ઉપર છોડવાની ના સાંભળવી પડે. અને આખરે
     સ્ત્રી ભારતની પહેલી રાષ્ટ્રપતી બને.  ‘પ્રતિભા પાટીલ’    

Advertisement

2 comments

  1. says:

    વાહ ! દેશમાં પહોંચી ગયા? મેં હ્યુસ્ટનમાં તમને શોધ્યા હતા.

  2. says:

    તમારો લેખ વાચું છું..ને નગ્ન સત્ય અથવા વાસ્તવિકતાના દર્શને થાય છે! વાહ રે ! મારી જન્મભૂમી…
    ભાવનગરનું તો એવુંજ ભાઈ… પ્રિતી સેનગુપ્તા અહીં હ્યુસ્ટ્ન આવેલ તેમણે અહીં ઉલ્લેખ કરતાં જણાવ્યુણ હતું કે “ભાવનગરમાં ૪૦૦ જેટલા કવિઓ છે તો અહી હ્યુસ્ટનમાં ૪૦ કવિઓ તો છે જ તેથી ભાવનગર અહીં વસ્યું હોય એવું જરૂર લાગે! મારા જન્મભૂમી ‘ભાવનગર’નું આ મોટું ગૌરવ છે..

    “ભાવનગરમાં” શૈશવ” ગ્રુપમાં જે સેવા પ્રદાન કરી છે તેમજ સખત ગરમીના દિવસોમાં, ભર-ઉનાળે હસતા મુખે બાળકો સાથે રહી અમૂલ્ય સેવા બદલ એક ભાવનગરી તરીખે ઘણોજ આભાર.
    સમગ્ર ભાવનગર આપની સેવા બદલ રુણી છે.

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.