ધાર કઢાવો

December 28th, 2010 by pravinash No comments »

ચપ્પુ કે છરીની ધાર કઢાવો

બુઠા ચપ્પુ ધારદાર બનાવો

વિચાર વર્તન નિર્મળ બનાવો

બુધ્ધિની એરણ ઉપર ઘસાવો

વૃધ્ધ શરીર યુવાન બનાવો

યોગના આસન દ્વારા સંવારો

જીવનની ગાડી જોઈને હંકારો

સ્વાધ્યાય સુમિરન દ્વારા સજાવો

કુટુંબ કબીલામા પ્રેમ રેલાવો

કુટુંબીજનો પર લાગણી બતાવો

કર્મ કરો નિઃસ્વાર્થતા કેળવો

આસક્તિ ત્યજી અભ્યાસી બનો     

       ઘણા વર્ષો પછી ભારતમા ઘરને દ્વારે ચપ્પુની ધાર

કાઢનારને જોતા આ કાવ્ય સરી પડ્યું.

            શું અદભૂત એ દૃશ્ય હતું ! હજુ પણ ભારતમા આવા

દૃશ્યો નજરે પડે છે અને બાળપણ યાદ આવી જાય છે.

લગ્નની મોસમ

December 27th, 2010 by pravinash 1 comment »

           લગ્નની મોસમ પૂર બહારમા ખીલી હતી. શરણાઈના સૂર રેલાઈ

રહ્યા હતા. ઘરના બધા કોઈ ને કોઈ કાર્યમા વ્યસ્ત જણાતા હતા.  અનુ

વિચારી રહી આ મારો એ જ ભારત દેશ છે. જ્યાં મેં મારુ બાળપણ અને

ઉગતુ યૌવન માણ્યું હતું. બારીની બહારથી દેખાતાં સુંદર દૃશ્યો ક્યાં અદૃશ્ય

થઈ ગયા. જ્યાં જુઓ ત્યાં મેળો ભરાયો છે.

              કોઈને પણ ઘરે જાવ ત્યારે બસ ટીવીની સામે પરિવાર બેઠો છે.

કરે છે શું તો કહે’રેણુકાબેન ખાખરાવાલા’, ‘બાલિકા વધુ’ જોતા હોય. શું આ

એ જ મારો દેશ છે? પશ્ચિમનું   આંધળુ અનુકરણ ઘણીવાર મનમા થતું શું

હું પણ આ જ જીવન ગુજારતી હોત? પાછળથી અનિકેત આવ્યો પ્રેમ પૂર્વક

ખભો દબાવી કહે,’ અરે દિવાસ્વપ્નમાંથી જાગ. તને બા ક્યારના ખાજા કરવા

માટે બોલાવે છે.

     અનુની નાની નણંદ અવનીના લગ્ન કાજે અમેરિકાથી આવી હતી. ત્યાં

તેની જીંદગી ખૂબ વ્યવસ્થિત અને   વ્યસ્ત હતી. હા, અંહી સામાજીક અવર

જવર રહે કિંતુ જીંદગી જીવવાનો કોઈ મકસદ ખરો કે નહી?

                   ખેર, અવનીના લગ્નમા ગ્રહશાંતિમા તે અનિકેત સાથે બેસવાની હતી.

મમ્મીએ ( અનિકેતની) સરસ સાડી અને દાગીનો  લીધો હતો. એક ભાઈ અને એક

બહેન નાનો અને સુખી પરિવાર. અનુ એકની એક દિકરી હતી. સુંદર અને સંસ્કારી.

અનિકેત તેને પામીને ગજ ગજ ફુલાતો. અનુની મમ્મીએ ખૂબ લાડકોડથી ઉછેરી

હતી. કદી તેની સાસરીમા માથુ ન મારતી.

               દિકરી કે દિકરાના માતા પિતા બાળકોને સુખી જોઈ હરખાતા. ખાજા વણતી

જાય અને મનમા ગુનગુનાતી જાય. રંજન બહેન કહે અનુબેટા જરા મોટેથી ગાવ.

      ભાવતું તું ને વૈદે કિધું. ગાવાની શોખિન અનુ લગ્ન ગીત ગાવા લાગી. પ્રભુએ

તેને સુંદર કંઠ આપ્યો હતો. ખાજા થઈ ગયા અનુ જરા આડે પડખે થઈ. ખુબ શાંતિથી

અવની તેના કમરામા આવી અને ભાભી ને પડખે લપાઈ ગઈ.  

                  જુઓ ભાભી હવે હું બહુ દિવસની મહેમાન નથી. ચાર દિવસ પછી લગ્ન થશે

અને હું અમરનો હાથ ઝાલી સાસરે વિદાય થઈશ. મારે તમને ખાનગીમા કાંઇ પૂછવું છે.

                  અનુ બેઠી થઈ ગઈ. અનિકેતની બહેન તેને પણ ખૂબ વહાલી હતી. બોલ શું

જાણવું છે. ભાભી એમ છે ને કે—- તમે જેમ ઘરમા બધાને વહાલા છો તેમ હું પણ કેવી

રીતે થઈ શકું. તમને ખબર છે અમર તેના નાના ભાઈને ખૂબ પ્રેમ કરે છે. તેના માતા

પિતા પણ તેને અનહદ વહાલા છે.

       અનુ એક ક્ષણ વિચારમા પડી અને પછી પ્રેમથી પસવારી, બાજુમા બેસાડી કહે મને

આનંદ થયો તમે મારી પાસે આવ્યા.  

          અનુ ખુબ ખુશ થઈ.  બહેન તમે સાસરીમા દુધમા સાકર ભળે તેમ ભળી જજો.

હવે તમે આ ઘરના અદકેરા મહેમાન. તમારું ખરુ ઘર એટલે અમર સાથેનો સંસાર.

         અમરને તમે ચાહો છો. જેટલો પ્રેમ આપશો તેનાથી અનેક ઘણો પામશો. બેના

દરેક ઘરના રિતરિવાજ અને તરીકો અલગ હોય. શરૂમા તેનું સરસ અવલોકન કરજો.

અમરના માતા પિતાને પ્યાર અને આદર આપશો. માત્ર એટલું યાદ રહે “એ તમારા

પ્રાણથી પણ પ્રિય અમરના માત પિતા છે.”

      બસ, આ શિલાલેખ કોતરશો તો તમે જીંદગીમા ખુબ ખુશ રહેશો. અવની ભાભીને

ભેટી પડી. ‘ઓ મારી વહાલી ભાભી તારા આશિર્વાદ આપ”.

                   અનુ ઘરકામમા ગુંથાઈ અને અનિકેત જે પુસ્તકાલયમા બેસી વાંચવાનો

ડોળ કરી રહ્યો હતો તે સંવાદ સાંભળી પોતાની જાતને ભાગ્યશાળી માની મંદ મંદ

મૂછમા મુસ્કુરાઈ રહ્યો હતો.

શું કરું ?

December 25th, 2010 by pravinash No comments »

શું કરું ? કોને કહું ?

કહેવાતું નથી સહેવાતું નથી

જોઈને દર્દ મહેસુસ કરું

સુણીને ચીસ પાડી ઉઠું

જ્યાં જ્યાં નજર ઠેરવું

લાંચ રુશવતની બદી નિહાળું

હૈયુ મારું હચમચી ઉઠ્યું

દેશ દાઝે રડી પડ્યું

હા, માતૃભૂમીથી દૂર વસું

છતાંય તેને હું ના વિસરું

કેમ કરીને વહારે ધાઉં

દિશાઓ સઘળી ધુંધળી

આત્મા કદી મરતો નથી

આત્મા કદી સૂતો નથી

રૂપિયાની સઘળે બોલબાલા

જાગો, ઉઠો આત્માની સુણો

સરવે કાને બધિર ન બનો

ખાલી આવ્યા ખાલી જવાના

જો જો પાણી વહી ન જાય

સત્કર્મ ન કરો વાંધો નહી

દુષ્કર્મથી બચો દિલની સુણો

પસ્તાવાને વિપુલ ઝરણે

પાવન બનો સંકલ્પ કરો

માફી માગી પાછા વળો

દેશ કાજે બાંધવ કાજે

સન્માર્ગ ને પંથે સંચરો

માતૃદેવો ભવ

December 24th, 2010 by pravinash No comments »

    કવિ જ્યારે કવિતા લખે છે ત્યારે નીચે પોતાનું નામ લખે છે.

   ચિત્રકાર જ્યારે કૃતિનું સર્જન કરે છે નીચે પોતાનું નામ લખે છે.

   માણસ જ્યારે ઈશ્વરની પ્રતિમા બનાવે છે ત્યારે નીચે નામ લખે છે.

   દાતા જ્યારે દાન કરે છે ત્યારે પોતાનું અને કુટુંબીઓનું નામ લખે છે.

  મંદિર બંધાવનાર કોની સ્મૃતિમા બાધ્યું છે તે નામ લખે છે.

    હોસ્પિટલ બંધાવનાર કોની પાછળ બંધાવી તે નામ લખે છે.

   કુદરત તેના સર્જન પાછળ નામ નથી લખતી પણ તે જગજાહેર છે.

                                       જ્યારે    માતા

   સર્જન કરે છે અને પાછળ નામ ” બાપનું ” લખાય છે.

                             હે માતા, તને લાખો પ્રણામ. 

                                   માતૃદેવો ભવ

વહેલી પરોઢ

December 18th, 2010 by pravinash No comments »

વહેલી પરોઢ્મા ચાલવાની મજા

ભાતભાતના દૃશ્યો જોવાના જલસા

કોઈ મૂકે દોટ, કોઈ મસ્તરામ હોય

કોઈ કરે ઉઠક બેઠક ‘ઉંહ્કારા’ ભરે

કપાલભાંતિના ઉચ્છવાસ સંભળાયે

ઑમકારનો નાદ ગગન ગજાવે

‘કરાટેના ચોપ’ બાળકો ઉચ્ચારે

‘હાસ્યનું ગુંજન’  કર્ણને ભાવે

સહેલાણીઓ વાતના વડા બનાવે

રાજકારણની ચર્ચા રંગ લાવે

જુવાનિયા ‘જોગીંગ’  તંદુરસ્તી બનાવે

આધેડ ચાલતા પ્રભુને સમરે

બગીચાનો માળી જોઈ જોઈ હરખે

સુરજ્દાદા સાત ઘોડે ચઢી આવે

ફુરસત કોને, જોઈ તેમને વધાવે

શાન્તાકારં નો મનમા શ્લોક ઉચ્ચારતા

પરોઢની તાજગી દિલમા પસવારતા

સહુના કલ્યાણની મનમા વાંછના

સ્ત્રીની કહાણી

December 16th, 2010 by pravinash No comments »

સ્ત્રીની  કહાણી નરવી સુહાની

સ્ત્રી જીવને ત્રણવાર વિંધાણી

નાનપણમા કાન વિંધાયા

લિમડાની સળી ખોસાણી

કન્યા બનીને નાક વિંધાણું

હીરાની સુંદર જડ જડાણી

નવોઢા બની સાસરે સમાણી

પિયુના પ્યારમા હૈયું વિંધાણું

ત્રણ વાર જીવનમા  વિંધાણી 

હૈયેથી કદી ‘ઉફ’ ન સેરવવાની

આ છે સ્ત્રીની રમણિય કહાની

ભારતમા બારીએથી

December 10th, 2010 by pravinash No comments »

ઉગતા સૂરજનું પહેલું કિરણ તિરાડમાંથી પ્રવેશ્યું

નયનરમ્ય  ઉષા  નિહાળી   અંતઃસ્તલને સ્પર્શ્યું 

બારીએથી દૃશ્ય  નિરખી  નયનેથી  અશ્રુ  સર્યુ

અપાહિજ ભીડ ચિરતો સાયકલ સવાર    દીઠો

કોને ખબર ક્યાં દોટ મૂકી હતી શહેરના મેળામા

 લોખંડના સળીયા ભરેલ હાથગાડી ખેંચતો દરિદ્ર

કમરેથી બેવડ અને ગણી શકાય તેવું હાડપિંજર

ફાંદવાળો શેઠ દરવાનને વિના વાંકે  તતડાવતો 

લબરમૂછિયો હરએક આંગણમા છાપા પહોંચાડતો

ઘંટડી વગાડી ‘દૂધ’ કહી ઘરની નારને જગાડતો

ભાજી લ્યોની રાડ પાડતો ત્રાજવું ખખડાવતો કાછિયો

દુધ વગરની છાતીએ વળગેલને પુચકારતી કાછિયણ

ડબલરોટી તાજી ચાને સમયે લાવતો પેલો સુલેમાન 

ઘણા વર્ષો પછી આ દૃશ્યો ભૂતકાળમા સેરવી ગયા

વાંધાના સાંધા

December 5th, 2010 by pravinash 1 comment »

         વાંધા વચકા ન પાડે તો તે નેહા નહી. નેહાને ખુશ રાખવા નીલ

મથી મથીને થાક્યો. પાણીમાંથી પોરા કાઢવાની તેની આદત નીલને ન

ગમતી પણ લાચાર હતો.  બધી જ રીતે કાર્યકુશળ પણ આ એક બુરી

ટેવ તેનો પીછો ન છોડતી.

                 હોંશિયારીને કારણે ઘરમા તેમજ બહાર બધાને પ્રિય નેહા

સહુને ખુશ રાખી શકતી. જેમ તેના પ્રિય અને ચાહિતા ઘણા તેમજ તેના

દુશ્મનોનો પણ તોટો ન હતો. નેહા વિચારતી મેંક્યારેય સ્વાર્થ રાખ્યો નથી.

સહુના કામ કર્યા છે. પણ જીવનનું એક સત્ય વિસરી જતી. આ દુનિયામા

સહુને ખુશ કરવા સંભવિત નથી.

         આજે નીલ ખુશ હતો. નોકરી પર બઢતી મળી હતી. ઘરે આવીને

નેહાને બારણું ખોલતાં જ આલિંગનમા ભીંસી ગોળ ફેરવવા લાગ્યો. નેહા

પ્યારથી કહે મને નીચે મૂક. પણ સાંભળે તે બીજા. નીલ જ્યારે થાક્યો

ત્યારે નેહાને નીચે મૂકી વાત માંડી.

          આજે મને નોકરીમા બઢતી મળી છે. હવેથી ગાડી પણ મળશે અને

પેટ્રોલ કંપનીનુ.  નેહા ખુશ થઈ આનંદ વ્યક્ત કર્યો. ધીરે રહીને કહે ડ્રાઈવર

ન આપ્યો નહી ?. નીલ કહે જોઈશે ત્યારે બોલાવી લઈશું યા તો આપણા

‘સોનુ’ ને શિખવાડી દઈશું.

        નીલ ખુશ હતો. જરાક કામ પરથી આવતા મોડું થતું તે નેહાને ગમતું

નહી પણ આંખ આડા કાન કરતો. નેહાના માતા પિતા અવ્યા. જમાઈની

પ્રગતિ જોઈ ખુશ થયા. અઠવાડિયું રહી પરોણાગતિ માણી પાછા પોતાને

ઘરે ગયા.

    હવે વારો આવ્યો નીલના માતા પિતાને આવવાનો! નેહા કહે ભલેને

છ મહિના પછી આવે. હમણા મને જરા ઠીક નથી. નીલ બોલ્યો તો નહી

પણ મહિનો માસ મોડું ઠેલવવા સફળ થયો

      તેમના આવવાને ટાંકણે નીલ વિમાનઘરે લેવા ગયો. દિકરાની પ્રગતિ

જોઈ માતાપિતા ખુશ થયા. નેહાને ભાગ્યશાળી ગણાવી. નીલના પિતાથી

કહેવાઈ ગયું કે ‘નીલને ઉછેરવામા તેની મા એ જરાય કચાશ રાખી નથી’.

નેહા આ ન સહી શકી એ તો હું સારા પગલાંની અને  શુકનવંતી નિવડી.

               નીલ અને તેના વડિલ હવે સમજી ગયા. કાંઇ પણ કરે તે વાંધા

જનક જ લાગે. ખેર તેઓ તો ચાર દિવસમા પાછા ગયા. નેહા સખીવૃંદમા

પણ દરેકની નબળી બાજુનું જ અવલોકન કરતી.  આ આદત કેવી રીતે

સુધારવી તેની ગડમથલમા નીલ વ્યસ્ત રહેતો.

         નેહાની ૪૦મી વર્ષગાંઠ આવવાની હતી. નીલને સરસ ઉપાય સુજ્યો.

બધાજ મિત્રમંડળને આમંત્રણ આપ્યું. દરેકને તેમની સારામા સારી વાનગી

લાવવાનું કહ્યું. નેહાના ભાઈબહેનને પણ આમંત્ર્યા. નીલની નાની બહેન

તેના બાળકો સાથે આવી.

      બંનેના માતાપિતા બે મહિનામા ફરીથી આવ્યા. નીલે તેના માતાપિતા

ને નેહા માટે હીરાનો હાર લાવવાનું ખાનગીમા કીધું હતું. વર્ષગાંઠને દિવસે

નીલ તથા નેહા મંદીરે જઈ આવ્યા. નીલે સુંદર ફુલોનો ગુલદસ્તો નેહા માટે

ખરીદ્યો.

             બપોરે બંને જણા આરામ કરતા હતાં ત્યાં દરવાજાની ઘંટ્ડી વાગી.

બારણામા જુએ તો લગભગ ૨૫ જણા આવ્યા હતા. નીલે બધી તૈયારી નેહાની

જાણ બહાર પોતાની બહેન તથા નેહાના ભાભીને સાધીને કરી હતી.

               હસીખુશીથી બધાએ સાંજ ઉજવી. નેહાના આનંદનો પાર ન હતો.

બધી ભેટ સોગાદો અને પ્રેમ જોઈ તેની જીભ સિવાઈ ગઈ. ક્યાંય વાંધો કાઢી

શકી નહી. તેણે બધાને નિર્મળ આનંદ પિરસ્યો. જન્મદિવસ ખૂબ ધામધૂમથી

ઉજવાયો.

          રાત્રે કોઈજ રોકાવાનું ન હતું. નીલે બધી સગવડ કરી રાખી હતી. નીલ

કહે તારી આજ કેવી ગઈ.? નેહા પાસે શબ્દ ન હતા. નીલ હિંમત કરી બોલ્યો,

નેહા આપણા સુખી સંસારને દિપાવવા કાજે આજથી તું નક્કી કર કદીય વાંધા

ન જોવા, જો દેખાય તો તેમને સાંધવા. જીવનની મીઠી યાદોંનો ધાગો બનાવી

એ સાંધા ને થીગડા મારવા. જીવનમા તે નવી ભાત પાડશે. ક્યાંય વાંધાના

કાણા નજરે ન પડતા સંધાઈને જીવનને જીવવા માટે સરળ બનાવશે. જો તું

 દરેકમા (વ્યક્તિ યા વસ્તુમા) વાંધાજ જ્પ્યા કરીશ તો જીવતરને જીર્ણ થતા

વાર નહી લાગે.

     તારી નજરે નિહાળ તને બધા કેટલો પ્રેમ કરે છે. હંમેશ દરેકની સબળી

બાજુનું અવલોકન કર.

યૌવન તું શું ચાહે?

December 4th, 2010 by pravinash No comments »

યૌવન તું શું ચાહે ? આજનો યુવાન ગુમરાહ છે કે બેદરકાર!

તેને શું જોઈએ છે. કઈ દિશામાં આંધળી દોટ મૂકે છે. પશ્ચિમની

હવા તેના અંગ અંગમા પ્રસરી છે.  દેખાદેખી અને ધન પાછળ

પાગલ તે શું કરે છે તે પણ વિસારે પાડે છે.

               સવારનો પહોર હતો. સુંદર ઉષાનું સામ્રાજ્ય ફેલાયું હતું.

વહેલી સવારે હંમેશની આદત પ્રમાણે ચાલવા નિકળી હતી. કલકત્તાનું’

‘વિક્ટોરિયા’ માનવ મેદનીથી ઉભરાતું હતું.

                  અમેરિકાના લાંબા વસવાટ પછી પણ  માતૃભૂમિને આંગણે

સવારની આહલાદક હવાની મહેક મનને પ્રફુલ્લિત કરી મૂકે છે.  જો કે

ત્યાંની જીંદગી હવે માફક આવી ગઈ છે. બંને ભૂમિ પ્રત્યે અથાગ પ્રેમ

 છે. ફેફસાંમા મન ભરીને હવા ભરી રહી હતી. અણુ અણુમા તેની

માદકતા  વ્યાપી ગઈ હતી.

     તે ટાંકણે બગીચાના વડના ઝાડ નીચે દસથી બાર જુવાનિયા

કસરત કરી રહ્યા હતા. બે મિનિટ પગ થંભી ગયા અને પ્રસન્ન વદને

નિહાળી રહી. ઇશ્વરનું નામ સ્મરણ કરતાં મારી પ્રવૃત્તિ ચાલુ રાખી.

             આખું વર્તુળ ચાલતા અડધો કલાક લાગે. બગીચાનું સૌંદર્ય

આંખે  ઉડીને વળગે તેટલું મનમોહક છે. સુરજના કિરણો સાથે ગેલ

કરતા ફુલોને જોવાનો અવસર સાંપડ્યો. પગ પાછા તેજ સ્થળે

આવ્યા જ્યાં જુવાન યુવક અને યુવતીઓ કસરત કે યોગ કરી

રહ્યા હતા.

       જે દૃશ્ય જોયું તે આંખો માનવા તૈયાર ન હતી. આંખ ચોળી.

હકિકત તપાસવા ત્યાં નજદિક સરી. માનવામાં નહી આવે, કિંતુ

અતિશયોક્તિ નથી કરતી. “કચરાનો ચારે બાજુ ” ફેલાવો. ખાઈ

ખાઈને કાગળ, ખોખા અને ખાલી બાટલીઓ. શું આ સભ્યતા છે ?

            જે બગીચામા દર પંદર ડગલાં ચાલો તો મોટા મોટા કચરો

નાખવાના પીપડાં જણાય છે. આ વૃંદ અભણ ન હતું . તેમજ ક્યાં

હતા તેનું સંપૂર્ણ ભાન ધરાવતા હતા. શું આવા કૃત્ય માટે પણ આપણી

સરકાર જવાબદાર છે ?

હાથ તાળી દઈ ગઈ શું?

December 3rd, 2010 by pravinash No comments »

   અશોક રહે ત્રીજે માળે. બીજે માળે રહે તેના નાના ભઈનો પરિવાર.

માતા પિતા જેઓનો ઉપકાર જીંદગી ભર નહોતો ભૂલ્યો. તેઓ રહે નીચે.

ઘરમાં દોમદોમ સાહેબી હતી.

     પિતાએ ચાલુ કરેલા ધંધામા અશોકને સારી ફાવટ આવી ગઈ હતી.

ખાધેપીધે સુખસાહેબી વાળું કુટુંબ હવે માલેતુજાર ગણાતું હતું.

               અશોકની પત્ની અમી ટુંકી માંદગી ભોગવી કુમળી વયે ચાલી નિકળી.

તેના પહેલા પ્યારમા પાગલ અશોક ફરી પરણવા માટે ઇન્કાર કરતો હતો. તેનો

એકનો એક પુત્ર પરદેશ વસવાટ કરી ગયો.

                   અનુજ સવારના પહોરમા ચા પીતા પહેલાં અરે અનુ, ભાઈને ઉપર

ચા અને નાસ્તો પહોંચાડ્યા ! અનુજ કદીય પહેલો કોળિયો ન ભરતો. ભાઈની ખૂબ

કાળજી રાખતા. અનુ, પણ હમેશા પહેલા ભાઈનું સાચવતી. ખુબ સુખી પરિવાર હોય

ત્યાં શાંતિનું સામ્રાજ્ય હોય અને લક્ષ્મી પણ પ્રસન્નતા પૂર્વક વિરાજતી હોય.

                      અનુજના બાળકો પણ અશોકદા કહીને વિંટળાઈ વળતા. અશોક્ને તેથી

પરણવાની કોઈ જરૂરત જણાઈ ન હતી. આરામથી દિવસો અને વર્ષોના વહાણા વાયા.

      અશોક, ૬૫ વર્ષની ઉમરે પહોંચ્યો હતો. આજે તેને અચાનક ઠંડી લાગી તેથી ઓફિસે

જવાનું ટાળી ઘરેજ રહ્યો હતો, અનુ બેવાર જઈને ખબર કાઢી આવી. મોસંબી સંતરાનો

રસ પણ આપી આવી.  મહારાજને જણાવી દીધું ભાઈ માટે સરસ વઘારેલી ખિચડી બનાવે.

પોતે જાતે જઈને આપી આવી અને જમ્યા ત્યાં સુધી બેઠી.

               માંદગી ધાર્યા કરતાં વધારે દિવસ ચાલી. સામાન્ય રીતે બને છે તેમેજ જરાક કાળજી

રાખવામા ઢીલ વરતાતી. ૨૪ કલાકની નર્સ અને વોર્ડબોય રાખવામાં આવ્યા, નર્સ આભા ખૂબ

લાગણી પૂર્વક સેવા કરતી. કેમ ન કરે બીજે મળે તેના કરતા તેને બમણો પગાર મળતો હતો.

              સમયસર આવવું અરે જવાના સમય ટાણે મોડું થાય તો પણ ઉતાવળ ન કરવી. જો

મોડું થાય તો અશોક તરત ડ્રાઈવરને મૂકવા મોકલતો. આભાની કાળજી પૂર્વકની સારવાર તેને

ખૂબ ગમતી.

    આજે આભાને રજા હતી. તેને ઘરે બાળકો આવવાના હતા. આભાનો પતિ પણ કેન્સરમા દસ

વર્ષ પહેલાં હરિચરણ પામ્યો હતો. નર્સિંગનું પ્રમાણપત્ર ચાલુ કરાવી. પોતાનું ગુજરાન ચલાવતી.

બંને દિકરીઓ  પરણીને સાસરે સુખી હતી.

      અશોકની ચા આવતા જરા મોડું થયું. આભા પણ ન હતી તેથી અશોક બેચેન હતો. તબિયત

સારી હતી કિંતુ બિમારીને કારણે ધિરજ ગુમાવી બેઠેલા અશોકે સવારનો નસ્તો   ઠુકરાવ્યો. બપોરે

પેટમા દુખે છે કહી જમ્યા વગર સૂઈ ગયો. રાતના માત્ર થોડા ફળફળાદી ખાઈ સવાર પડે તેની

કાગડોળે રાહ જોવા લાગ્યો.

   સવારના આભા રોજ કરતા વહેલી આવી. સાથે નાસ્તાની ટ્રે પણ લેતી આવી. અશોકે આગ્રહ

કરીને આભાને પોતાની સાથે નાસ્તો કરવા મજબૂર કરી. આભા ના ન પાડી શકી. નાસ્તાને ન્યાય

આપ્યા પછી અશોકે ધીરે રહીને આભાને પુછ્યું ‘હું એક સવાલ પુછું જો તમે ખરાબ ન લગાડો તો’

આભાને થયું તબિયત વિશે નો યા દવા વિશેનો હશે. વિનય પૂર્વક કહે હા, પૂછો. બધું બરાબર ચાલે

છે.

       અશોકે ધડાકો કર્યો. ” આભા, મારી સાથે લગ્ન કરીશ”. આભાને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો.

કહે શું કહ્યું ,મારું ધ્યાન ન હતું, બરાબર સમઝ ન પડી. અશોકે પ્રશ્ન દોહરાવ્યો, આભાતો કાપોતો લોહી

ન નિકળે એમ સ્તબ્ધ થઈને ઉભી રહી ગઈ. તે અસંજસમા પડી ગઈ. જવાબ આપવાની તેની હિમત

ન ચાલી.

     અશોકે તેને નજીક બોલાવી, પરિસ્થિતિનું આબેહૂબ ચિત્રણ કર્યું . કહે છેલ્લા દસ કે બાર દિવસથી

તેમારી ચાકરી દિલોજાનથી કરી છે. હા, તને મનગમતા પૈસા મળતા હતા પણ તે જે કાળજી લીધી

તે કોઈ પત્ની કરી શકે તેવી હતી.

              આભા તરત કાંઇ ન બોલી પણ મ્હોં ધોવાને બહાને બાથરુમમા ગઈ . આયના સામે ઉભી

રહી વિચારવા લાગી આ સ્વપ્ન તો નથીને ? પાંચજ  મિનિટના ટુંકા ગાળામા બહાર આવી હા, પાડી.

                  કરોડોની જાયદાદનો માલિક કુટુંબીજનોની જાણ બહાર આભાને પરણી ગયો. તેની કરોડોની

જાયદાદ કદાચ ભાઈના બાળકોને પ્રાપ્ત થાત. તેનો પોતાનો દિકરો હજારો માઈલ દૂર ‘ગોરી મઢમ”ના

પ્યારમા મસ્ત હતો. પિતાની કાળજી તો ઠીક ખબર સુધ્ધાં પૂછતો નહી.

              એકલતાએ નહી પણ પ્યારપુર્વકની કાળજીને પામી ધન્ય બનેલો અશોક આભાને પરણી ગયો.

નાનાભાઈનો પરિવાર જરાસી બેકાળજી પૂર્વક વર્ત્યા અને જાયદાદ હાથતાળી દઈ ગઈ.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.