Archive for the ‘હાસ્ય રસ’ category

હસવાની મનાઈ

June 28th, 2010

 નાની બેબીઃ  દાદી હું પડી ગઈ મને વાગ્યું.

     દાદીમાઃ  બેટા ઠંડા પાણી નીચે હાથ રાખ.

         બેબીઃ હા, દાદી હવે સારું છે. ઉપર

                     રબર બેંડ લગાવી દે.

                      (Band aid)

હસી કાઢજો

June 13th, 2010

    મરવાના ત્રણ સહેલા રસ્તા.

૧. રોજ ૧ પેકેટ સિગરેટ પીવી.—૧૦ વર્ષ

૨. રોજ બે થી ત્રણ પેગ દારૂ ઢીંચો.—–૩૦ વર્ષ

૩, કોઇને દિલોજાનથી મહોબ્બત કરો——-દરરોજ મરવું પડશે

શું પસંદ ?

May 13th, 2010

 પતિદેવઃ  ખૂબ રમુજી મૂડમા હતા. પત્નીને કહે

                    આજે પગાર આવ્યો છે. તને ઘર

                   વપરાશના પૈસા ચિલ્લ્રરમા આપું.

                   સહી કર્યા વગર ચેક આપું કે પછી  

                     આપણા રૂપિયામા આપું.( અમેરિકામા)

પત્નીઃ            અમેરિકાની સ્ત્રિઓને કદી કમ ન માનતા.

                      પત્ની કહે વહાલા તને જે મરજીમા આવે તે

                        તું આપ. તેની ખુશીમા હું તને ડીનર ખવડાવું.

                        બોલ માઈક્રોવેવ, ફ્રોઝન કે ટેઈક આઉટ તું શું

                        પસંદ કરીશ.

પરણવું–બાળક–કૂતરો

May 12th, 2010

અમેરિકામા કુતરાનું ભવિષ્ય ઉજ્જવળ છે. ભલેને

પતિ યા બાળકો ન હોય કૂતરા એક યા બે જરૂર.

બહુ મથામણ કરી આનું કારણ શોધવા અને સમજવા.

અંતે તારણ કાઢ્યું.

૧. ગમે ત્યરે તમે નોકરી પરથી ઘરે આવો હિસાબ ન માગે.

૨.તેની હાજરી હોય તો તાકાત છે કોઈ તમારા ઘર પર બૂરી

     નજર નાખે.

૩. તમને બીન શરતે પ્યાર કરે.

૪. ગમે ત્યારે ફરવા જવા માટે તૈયાર.

૫. પ્યારથી બોલાવો તો પૂંછડી પટપટાવતો આવે.

૬. કાઢી મૂકો કે ભાગી જાયતો ભાગ ન માગે.

૭. પત્નીની માફક ‘હું મરું પછી તમે પરણશો એવો

     સવાલ ન પૂછે.

૮. તમે કઈ ગાડીમા બેસાડી ફરવા લઈ જાવ છો. તેની પરવા

     ન કરે.

૯. તેને નામની પરવા નહી. હની કહો કે દુશ્મન તમને પ્રેમ કરે.

૧૦. નાના બાળકની માફક ૨૪ કલાકની નોકરી નહી.

૧૧. પત્નીની કચકચ નહી.

૧૨. બાળકની જવાબદારી નહી.

     જો કૂતરો રાખવાના આટલા બધા ફાયદા હોય તો શામાટે

પરણે, પસ્તાય યા  બાળક જણે .

વાહ વાહ અમેરિકા

February 4th, 2010

વાહ વાહ અમેરિકા

     હા, વાત સાવ સાચી છે. અમેરિકાનું નાગરિકત્વ વર્ષોથી મેળવ્યું છે.

ભારત મારી “જન્મભૂમિ” છે. અમેરિકા મારી કર્મભૂમિ છે. બંને ધરતી પ્રત્યે

મને પુષકળ માન છે. આજે અમેરિકાની આવી દશા જોઈ અંતરે દુઃખ થાય

છે.

        એક સુંદર વિચાર સ્ફૂર્યો છે. કેટલા બધા ‘જોબ’ આપણા ભારતમાં ખસેડાયા

છે.  (Out sourcing). ઓબામા પ્રેસિડન્ટ થયા ત્યારે લાગતું હતું કે કંઈક
 
ઉકાળશે.  પણ આણે તો દેશનું દેવાળું કાઢવા માટે કમર કસી છે. 
     
     પહેલી વાર ઘર લેનારને ડોલર ૮૦૦૦, પાછા મળશે.  નવા માણસને
નોકરી પર  રાખવા માટે ડોલર ૫૦૦૦, માલિકને મળશે.  ઓબામા વાણિયો નથી.
કેટલાય લોકો આનો લાભ ઊઠાવશે.  જો અમેરિકા  ‘પ્રેસિડન્ટની’ નોકરી આપણા
ભારતમાં મોકલે તો  પહેલી  વાત પગારમા કેટલો બધો તફાવત.  બીજું  આપણા
વડાપ્રધાન  ખૂબ હોંશિયાર વ્યક્તિ છે.  સમયમાં પણ એકદમ ફાવટ આવે. અંહી
અમેરિકામા શનિ – રવિ રજા હોય . અમેરિકામા સવાર ભારતમા રાત, ભારતમા
 
સવાર અમેરિકામા રાત.  વીમાના દરમાં આસમન જમીનનો તફાવત. આતો માત્ર
ઝલક બતાવી  જો બધું  ઉંડાણથી  વિગતે લખું તો મારે આખી રાત જાગવું પડે.
    
          આપણે ભારતવાસી  થોડામા ઝાઝું સમજીએ એવા છીએ—————-   

હસવાની મનાઈ છે

February 1st, 2010

હસવાની મનાઈ છે

ગયા સોમવારે હું કોર્ટમાં ગઈ હતી. ગાડી ઉપર સ્ટીકર જુનું હતું .

નવું બતાવ્યું તો દંડ ન ભરવો પડ્યો. મારી બાજુમાં એક જુવાન

બહેન બેઠા હતા. કહે મારી ગાડી ગરાજમાથી કાઢીને રસ્તા પર

આવી. પોલિસ ત્યાંથી પસાર થતો હતો. સીટ બેલ્ટ બાંધ્યો ન હતો

એ ગુના માટે ટિકિટ આપી.

        મને વિચાર આવ્યો . ગાડીમા સીટ બેલ્ટ પહેરવિ ફરજીયાત છે.

જેમ એક શરીર માટે હોય તેમ એક આડો “મ્હોં” માટે જોઈએ.

       કારણ જે પણ બાજુમાં હોય તે આખે રસ્તે ગાડી કેમ

ચલાવવી તેનું ભાષણ ન આપે. ————

 હા હા હા હા હા—————–

હસવાની મનાઈ છે——-

January 20th, 2010

હસવાની મનાઈ છે——-

‘૩’ ઈડિયટસ 

  રીટુઃ યાદ છે આપણે કોલેજમાં ભણતા હતા ત્યારે

            હું, તું અને વનિતા ‘૩’ દેવીયાં જોવા ગયા હતા.

 કલ્પુઃ અરે બરાબર યાદ છે. ઍક જણ બોલ્યો હતો

           ‘૩’ દેવીયાં , ‘૩’ દેવીયાં દેખને ચલી.

રીટુઃ આજે ‘૩’ ઈડિયટસ જોવા જઈએ છીએ.

          કોલેજ કાળ પછી તૈયાર રહેજે ——–

         આજે આપણને ‘૩’ પૌત્ર અને પૌત્રી છે——

કમપ્યુટર–

December 17th, 2009

કમપ્યુટર–  સ્ત્રી–પુરૂષ

      કમપ્યુટર ને સ્ત્રીલિંગ કહેવુ કે પુલિંગ. શામાટે દિમાગ ને કસરત કરાવવી.

 ચાલોને નાન્યતર જાતિમાં મુકી દઈએ. જેથી કોઈને પણ નારાજ થવાની તક

 ન સાંપડે.  આમ પણ જીંદગીમા સમયનો અભાવ હોય છે. તેમાં વળી જો

 સરખામણી કરવાની અને કોઈને ટાચકા લાગી જાય. ભાઈ, કજીયાનું મ્હોં કાળું.

      ચલાવવાની કળા જો ન જાણતા હોઇએ તો તેની નજીક સરવામાં પણ ભય

  છે. બાકી સ્ત્રી યા પુરૂષને ચલાવવાની કળા એકબીજાને વરેલી હોય છે.  જો કે

 સ્ત્રી આ બાબતમા પુરૂષને ટપી જાય તેમા બે મત નથી.  પુરૂષને સગવડિયા

 કાન હોય છે. તેથી તો તેને એક વાત બે વાર કહેવી પડે છે. જ્યારે સ્ત્રી હવામાંથી

 અડધા શબ્દો પકડી આખી વાતનો તંતુ જોડી કાઢી શકે છે. બાકી કમપ્યુટરની કમાલ

 તો કાંઈ જુદી જ છે. તેને તો ચલાવનારની આવડત પર આધાર રખવાનો હોય છે.

  જો તમે કાગળ લખ્યો હોય પ્રેમિકાને ( ઈ મેઈલ) અને ‘ટુ’ ના ખાનામા પત્નીનું

  સરનામું લખ્યું હોય તો શું બની શકે એની કલ્પના કરી જોજો. 

                 કહેવાય છે કમપ્યુટરમા જે પ્રમાણે લખ્યું હોય તે પ્રમાણે કામ આપે.

  ( Garbage in garbage out)  . જ્યારે સ્ત્રીની બાબતમા સંપૂર્ણ અલગ કિસ્સો છે.

 ખબર નહી કંઈક એવું અંદર જાય અને નવ મહિના પછી કુદરતના ચમત્કાર સમુ

 સુંદર કિલકિલાટ કરતું બાળક ગોદમા આવે.

                 જ્યારે પુરૂષના દિમાગમા ખોટી યા ખરી વાત ઘુસે ત્યારે શંકાના બીજ, વૃક્ષ

   બની ફાલે અને ઘમસાણ મચાવે. જો કે પુરૂષ ગુસ્સે ઓછો થાય પણ થાય ત્યારે વાંદરાને

  દારૂ પાયો હોય તેવી હાલત થાય.  કમપ્યુટરમા ‘Delete’ કરતા વાર ન લાગે.  સ્ત્રીના મગજમા

  તે ચાંપ મૂકવાનું ભગવાન ભૂલી ગયો છે. જ્યારે પુરુષને તો સંઘર્યું હોય તો  ‘Delete’ કરવાનું

  હોય ને?

       પહેલાના જમાનામાં લખતાં વાંચતા ન આવડે તેને અભણ કહેવાતા. ૨૧મી સદીમા જેને

 કમ્પુટર ન આવડે તે અભણ કહેવાય. જો કે તેના આગમનથી માણસ પછીતે સ્ત્રી હોય કે પુરૂષ

 દિમાગ ચલાવવાનું ભુલી ગયો છે. હાલ કેવા થાય જો કમપ્યુટર ચાલતા નહોય ત્યારે. બધું ઠપ.

           યાદ કરો ૧૯૯૯ની ડિસેમ્બરની ૩૧મી તારિખ. આખી દુનિયા હલબલી ગઈ હતી. આવી

 ગજબની તાકાત એમા છે જેની જાતિ અણજાણ છે. કમપ્યુટરની કમાલતો જુઓ. બુધ્ધિ કામ ન

  કરે.  નાના બાળકો ખૂબ સિફતથી તેને ચલાવી શકે છે . મારા તમારા જેવા મોટી ઉમરના

  માટે માથાનો દુખાવો છે. જેટલું આવડાતું હોય તેટલાથી ચલાવવાનું.

            હવે માથુ દુખે એ પહેલા બંધ કરું. કમપ્યુટર દેવાય નમઃ,

હસવાની મનાઈ છે——–

November 12th, 2009

 આજે મને જવાબ મળ્યો

  મુલ્લા દાઢી કેમ રાખે છે?——

  દિમાગમાંથી બુદ્ધિ ધીરે ધીરે ટપકે ઍટલે.

 સરદારજી દાઢી અને વાળ બંને વધારે છે—-

 બુદ્ધિ માથાના વાળથી અને દાઢીના વાળથી ઝરે.

 તેથી તો તેમના પર પુષકળ હાસ્ય રસના ટૂચકા છે.

 યુવાનોને માથે ટાલ કેમ હોય છે?——

 મધ્હ્યાનના સૂરજની માફક તેમેની બુદ્ધિ

 ઝળહળતી હોય છે.

  અમુક ઉંમર પછી ટાલ કેમ હોય છે———

  બુદ્ધિનું સામ્રાજ્ય પૂરા મસ્તિષ્ક ઉપર વિસ્તરેલું

  હોય છે.

જો યમરાજા—————

November 2nd, 2009

          જો યમરાજા રજા ઉપર ઉતરે કે નોકરી પરથી ફારગતી આપે તો સ્વર્ગલોકનું તો જે

થવાનું હોય તે થાય. પણ પૃથ્વી પર હાહાકાર થઈ જાય. હા, કુમળી વયે કે ભર જુવાનીમા

થતા મોત અટકી જાય. પણ મરવાને વાંકે જીવતાની જીવાદોરી લંબાય, ઘરડાં, બિમાર,

અપંગ, નિરાધાર લોકોની પરેશાનીનો અંદાઝ કળવો મુશ્કેલ થઈ જાય.

               ઈશ્વરના કારખાનામાં જનમ તો નિશ્ચિત સમયે થયા જ કરવાના. મોતનું પણ

સમય પત્રક ભગવાનના રાજ્યમાં તૈયાર જ હોય છે. જો તેનો નિયમ ટૂટે યા અનિયમિત

બની જાય તો આ ધરતી ભાર સહી શકે ખરી?  યમરાજા તમે બધું કરજો પણ રજા પર ઉતરી

કાશ્મીર કે નૈનીતાલ ન જશો.  માંદગીનું બહાનું  કાઢી લાંબી રજા પર ઉતરી ઘરે પથારીમાં

પડખાં ન ઘસશો.   

       હા, ૨૧મી સદીમા તમને તમારું વાહન જો જરી પુરાણું લાગતું હોય તો તમારે માટે લેક્સસ,

મર્સીડીઝ કે બીએમડબલ્યુ નોંધાવી લઈએ. હા, તે ગાડીઓ મોંઘી ઘણી છે. પણ ચીંતા નહી

કરતાં. ઘણા કરોડો પતી હમણા તમારે ત્યાં મહેમાન થયા છે. વળી તેમને પાછળ ધરાર નહી

અને આગળ ઉલાળ નહી તેવી પરિસ્થિતી છે. તેમના ખાતાના પૈસા સ્વર્ગમાં જમા કરાવી દઈશું

            હા, તો હવે છેલ્લી વિનંતિ સાંભળી લો. નાના નાના કુમળા બળકો પર રહેમ કરજો.

નવ પરણીતા અને જુવાનીથી થનગનતાના આવવા પર પ્રતિબંધ મૂકજો. ઘરડાં કે જે મરવાને

વાંકે જીવતા હોય, જેઓને જીવનમાં રસ ન હોય, અસાધ્ય રોગથી પીડાતા હોય તેમની વિનંતીને

માન આપજો. બસ ત્યારે વધું શું કહું. સમજુ કો ઈશારા———–

         અરે હજુ તમને આ કહું છું ત્યાંજ સમાચાર મળ્યાકે શાંતિભાઈનો જુવાન દિકરો અમેરિકાથી

આવતો હતો ત્યાં વિમાનમાં આતંકવાદીઓએ બોંબ મૂક્યો હતો અને આખું વિમાન ભડકે બળી

નાશ પામ્યું. તમે કહેશો આનાથી વધુ આઘાતજનક સમાચાર માબાપ માટે શું હોઈ શકે?——-

             હજુ તો આ આઘાતજનક સમાચારની કળ વળે ત્યાં ચંપાબએનનો ફોન આવ્યો. માંદગીમાં

રિબાતા નયનબેનને તેના છોકરા વહુ ઘરડાઘરમાં મૂકી આવ્યા. હવે નયનબેન પર દયા લાવો

યમરાજા! નટવરભાઈ કેટલી બાધી મિલ્કત મૂકીને ગયા હતા. ખોટે રસ્તે વાપરી માની આ હાલત કરી.

                  બસ હવે મારે કાંઈ કહેવું નથી. તમને યોગ્ય લાગે તે પ્રમાણે કરજો, હું પણ એજ

કતારમાં  ઉભી છું———————–

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.