Archive for the ‘ચાલો રસોડામા’ category

છીંપલા

May 11th, 2007

images5.jpg 

    આ વાનગી નાસ્તા માટેની છે. ઘરમા મિજબાની હોય અને
    શરૂઆતમાં મહેમાનોને ખુશ કરવા પીણા સાથે મૂકી શકાય.
    

   સામગ્રીઃ      ૨         વાટકી મેંદાનો લોટ.
            ૧/૪      વાટકી તેલ
                    ૨         નાની ચમચી વાટેલા મરી.
                   મીઠું સ્વાદ પ્રમાણે.
                   તળવા માટે તેલ
                   (મોટા દાંતાનો કાંસકો)
 
   રીતઃ             લોટમાં  તેલ  ઉમેરી  બરાબર  ભૅળવવું.પછી
                             તેમા મીઠું , મરી નાખી  પાણીથી લોટ બાંધવો.
                  લોટ બહુ ઢીલો કે  કઠણ  નહીં. પરોઠા જેવો ચાલે.
                  નાના ના ગોયણા કરવા. પાણીપૂરીની પૂરી કરતાં
                             સહેજ મોટા. એક  ગોયણું  લઈને મોટા  દાંતાના
                            કાંસકા પર દબાવવું. તેના પર કાંસકાના આરકા
                             પડશે. બે છેડા ભેગા કરીને દબાવવુ. પછી પેણીમાં
                             તેલ મૂકીને આછાં ગુલાબી  તળવા.

                              દેખાવમાં અને સ્વાદ મા ખૂબ સરસ લાગે છે .

દહીનું ડ્રેસિંગ

May 5th, 2007

images12.jpg

        ચાર જણાંના કુટુંબ માટે. જો થોડી કેલરી જોઈતી હોય તો
        ઓછી ચરબી વાળું દુધ મેરવી દહીં બનાવવું. ઘરે દહી કેમ
         બનાવવું તે આપણને બધાને ખબર છે.
     

      સામગ્રીઃ            ૨     કપ દહી, મીઠું, વાટેલા મરી, વાટેલુ
                                    આદુ, તિખુ જોઈતું હોય તો વાટેલા લીલા
                                    મરચા.
                                   જો જાડુ  ડ્રેસિંગ જોઈતું હોય તો દહીને બે કલાક 
                                    કપડામાં બાંધી પાણી કાઢી લેવું.
      રીતઃ                      દહી ને વલોવી અંદર સ્વાદ પ્રમાણે મીઠુ નાખવું.
                                   મરી નો ભૂક્કો, આદુ, વાટેલું મરચું, તિખાશ
                                   ખાતા હોય તે પ્રમાણે નાખવું.
                                  જો જરાક ગળપણ જોઈતુમ હોય તો થોડી સાકર
                                  યા ક્રુત્રિમ ગળપણ પણ નખાય.મધ પણ વાપરી
                                  શકાય.
                      
       પરીણામઃ               સ્વાદિષ્ટ ઘરનું બનાવેલ ડ્રેસિંગ દસ મિનિટમા
                                      તૈયાર થઈ જશે.             
                             
 

   

ચટપટુ

April 24th, 2007

v463bcaiepl2qcar434wncabc1qi5caufywgscaipujy3cakc6lx3ca17xnvscairrc1gcaj47esicaswvakwca1ka1jqcailwbwqca8gdi02ca2o6zxlcazaeo91ca9bq9eqcabrra6qcawl0bkc.jpg

 સામગ્રીઃ     ૧         કચી કેરી
                  ૧/૪     કપ મેથીના કુરિયા
                  ૧          નાની ચમચિ મીઠું
                  ૧          નાની ચમચી લાલ કાશ્મિરી મરચું
                  ૧/૪     નાની ચમચી હળદર
                              હિંગ સ્વાદ પ્રમાણે
                  ૨          ચમચા તેલ
    બનાવવાની રીતઃ
                           કાચી કેરીને ધોઈ તેના ચાર કટકા કરી લેવા.
               વચમાંથી ગોટલી કાઢી નાના નાના એક સરખા
                        કટકા કરી એક નાના વાસણમા ભરવા.
                   ઉપર જણાવેલ બધુ ભેગુ કરવું. તેલને જરા
                         હુંફાળુ કરી હિંગ નાખી મસાલામા નાખવું. બે મિનિટ
                         ઢાંકી.  કાપેલી કેરી તેમાં ઉમેરી હલાવવું.
                નાના કચોળામાં કાઢી રેફ્રિજરેટરમા મૂકવું.
                તેલ ઓછું પણ નાખશો તો  પણ ચાલશે.
                   ફ્રીઝમાં પાંચેક દિવસ પણ રહેશે. વાંધો નહી આવે.
                ખૂબ સ્વાદિષ્ટ લાગશે.        

ટોર્ટીલા રોલ

April 13th, 2007

images23.jpg

                                            સામગ્રી:                                       

              ૧       પેકેટ મેઁદાના ટોર્ટિલાનુઁ પેકેટ
               ૧       પિકાનટે સોસ ની બોટલ
               ૧       સાવરક્રિમ નો  ડબ્બો
               ૧       પેકેટ ફ્રોઝન પાલક
                લીલા વાટેલા  મરચા, ટુકડો આદુ, મીઠુ, ઝીણા સમારેલા કાઁદા.
                થોડુ તેલ

             બનાવવાની રીત :      
            પાલકની ભાજીને વાતવરણના ઉષ્ણતામાન પર લાવી , કડાઈમા
            તેલ મુકી પહેલા કાઁદા સાતળી ઉમેરવી. ચડી જવા આવે એટલે તેમા
            આદુ, મરચા વાટેલા ઉમેરી હલાવવુ. ઠઁડુ થાય એટલે સાવર ક્રીમ
             ઉમેરવુઁ.
           ટોર્ટિલા પર પહેલા પિકાનટે સોસ ચોપડવો, ઉપર બીજો ટોર્ટિલા
             મુકી તેના પર પાલકની ભાજીનુ તૈયાર કરેલુ મિશ્રણ પાથરવુ.
           ત્રણેય નો સાથે વીટો વાળવો. આખો વીટો પ્લાસ્ટિકના પડમાઁ વિઁટાળી
              રેફ્રીજરેટરમા મુકવો. બધા વીટા આજ પ્રમાણે તૈયાર કરવા.
           બીજે દિવસે બહાર કાઢી મન પ્રમાણે તેના કટકા કરવા.
           સરસ મઝાની શુશોભિત થાળીમા ગોઠવી મહેમાનોને ખુશ કરવા.
            ખાવામા ખુબ જ સ્વાદિષ્ટ વાનગી છે.               

‘ખાંડવી’

April 2nd, 2007

images1.jpg    

ઘણાં બધાની ફરિયાદ સાંભળી છે કે ખાંડવી ખૂઊઊઊઊઊઊઊઊઊઊઊબ  અઘરી છે.
જો આમાં દર્શાવેલી રીત અજમાવશો તો ૧૦૦  ૦/૦ ખાંડવી  સરસ થશે. તેની હું તમને ખાત્રી આપું છું.
  
    સામગ્રીઃ

૧. કપ ચણાનો લોટ
૧/૨.  કપ ખાટું  દહીં
૧/૨.   ચમચી મીઠું ( સ્વાદ પ્રમાણે) 
૧ ૧/૨  કપ પાણી
૨.  લીલા મરચા,
નાનો કટકો આદુ, વઘાર માટે રાઈ, તેલ ઝીણી સમારેલી કોથમરી. હીંગ વઘાર માટે  જો ભાવતી હોય તો.

   બનાવવાની રીતઃ

1. પ્રેશર કુકરમા, પાણી મુકી કાંઠો મૂકવો.
2. અંદર સમાય એવી તપેલીમાં ચણાનો લોટ,દહીં ,૧ ૧/૨ કપ પાણી(દોઢ કપ પાણી) મીઠું, વાટેલા આદુ મરચા બધુ ભેગુ કરી રવૈયા થી એકરસ કરવું.
3. તૈયાર કરેલું મિશ્રણ કુકર માં ઢાંકીને ત્રણ સીટી વાગવા દેવી.
4. કુકર ઠંડુ થાય એટલે ચાર સ્ટીલની થાળી માં ચમચા વડે ખાંડવી નો લોટ પાથરવો. ચાર થાળીમાં  નાખશો ત્યારે જેમાં પહેલું નાખ્યુ હશે તેને હાથે થી ફેલાવવું જેથી ખાડવી પતળી પથરાશે.
5. અંદર બહાર બંને બાજુ પાથરી પાંચ મિનિટ ઠંડુ થવા દેવું . આખો વિટો વાળી એક સરખા ટૂકડા કરવા.
6.પછી સરસ પીરસવાના કચોળા માં ગોઠવી ઉપર વઘાર પાથરી કોથમરી ભભરાવવી.

ફક્ત ૨૦ મિનિટમાં ખાંડવી તૈયાર થઈ જશે. ખૂબ સ્વાદિષ્ટ  અને પચવામાં હલકી.    

ચમવમ

March 29th, 2007

images11.jpg

ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી
     =====================

 બનાવવા માટેની સામગ્રી
  
૧. કપ કઠોળના ચણા
૧. કપ સૂકા વટાણા
૧. કપ લીલા મગ
૧. કપ કઠોળના મઠ
૨. કાંદા ઝીણા સમારેલા
૨. ટામેટા ઝીણા સમારેલા
૧.કાચી કેરી ઝીણી સમારેલી
૧.ઝૂડો કોથમરી બારીક સમારેલી
૪. કપ   મીઠું દહીં
ગળી ચટણી,  તીખી ચટણી, લસણની ચટણી, ઝીણી સેવ, બાફેલા બટાટા ઝીણા કાપેલા. આદુ’ લીલા મરચા વાટેલા.હળદર, ધાણાજીરૂ.
બનાવવાની રીત.
બધા કઠોળ અલગ અલગ પલાળવા. અલગ ચડાવવા. (કારણ દરેકને ચડવા માટે અલગ સમય લાગે છે.)બધા કઠૉળ ચડી જાય પછી એક મોટા તપેલા મા ભેગા કરી માપસરનું મીઠું નાખવું. હળદર, ધાણાજીરૂ, આદુ, મરચા નાખી ઉકાળવુ. આમા તેલ નાખવું કે નહી યા વઘાર કરવો કે ન્હી એ તમારી મનસૂબી ઉપર છોડું છું. આજકાલ બધા કેલરી ખૂબ ગણે છે. તેના વગર પણ સ્વાદ સારો—–  પિરસતી વખતે. ખૂબ ગરમ ન હોય તેનો ખ્યાલ રાખવો.

એક કચોળામાં પહેલાં’ ચમવમ’   ભરી ઉપર કાંદા’ટામેટા,કેરી, બટાકા, દહીં , ગળી ચટણી, તીખી ચટણી, લસણની ચટણી(ભાવતી હોય તો)ઝીણી સેવ,દહી નાખીને ખાવું.
ઊનાળામાં આ વાનગી ખૂબ ભાવે, બનાવી રખાય અને તંદુરસ્તી માટે પણ અનૂકુળ છે.
          
                     

આવાકાડો ડીપ

March 21st, 2007

images46.jpg

     આ ડીપ મકાઈની ચિપ્સ યા તો શાકભાજીની સાથે
      ખૂબ સરસ લાગે છે. સ્વાદ, રંગ અને ગુણ ત્રણેનો
      ત્રિવેણી સંગમ માણવા મળશે.
 
    ડીપ  બનાવવા માટેની વસ્તુ.
   
    ૨       નંગ પાકા (નરમ) આવાકાડો
      ૨       લીલા  મરચા
      ૧       કટકો આદુ
      ૧        લીંબુ
      ૧        નાનો  કાંદો, મીઠું

      રીતઃ-    આવાકાડો છોલીને તેને ચમચાથી દબાવી
                 છૂંદવું યા છીણીથી ખમણી લેવું. તેમાં મીઠું
                 પ્રમાણસર નાખવું. આદુ મરચાને વાટી તેમાં
                 ઉમેરવા. કાંદો એકદમ ઝીણો કાપી તેમાં
                 નાખવો. બધું બરાબર હલાવી તેમાં ખાડો
                 કરી આવાકાડોનું બી વચ્ચે મૂકી એકસરખું
                 કચોળામાં કરી ફ્રીઝ માં રાખવું.
                  ઠંડુ સરસ લાગે.
                જો કેલરીનો વાંધો ન હોય તો  એક ચમચો
                 સાવર ક્રીમ નાખવું.

‘સ્મુધિ ‘

March 20th, 2007

images2.jpg

 વસંત પૂર બહારમા વરતાઈ રહી છે.  ઉનાળો બસ આવી જ પહોંચ્યો. ઠંડા પીણાની મઝા માણવી કોને ન ગમે?
   ચાલો બનાવીએ સ્ટ્રોબેરી અને કેળાં ની ‘ સ્મુધિ’ 5 વ્યક્તિ માટે.
   સ્મુધિ માટે ની ચીજો 
૫     :   કેળાં
૧૫  :     સ્ટ્રોબેરી
૧૦   :   ચમચા  વેનિલા આઈસક્રીમ
  ૪     :   પ્યાલા દૂધ
ખાંડ  :    સ્વાદ પ્રમાણે ખાંડને  બદલે નકલી ખાંડ ( સ્વીટનર) પણ ચાલે    કારણ આપણે તબિયતનો ખ્યાલ રાખવાનાં આગ્રહી છીએ.
  વિજળીથી ચાલતુ યંત્ર.(મિક્સર)
  જો સ્વાદિષ્ટ સ્મુધિ પીવી હોય તો દરેક માટે  અલગ અલગ બનાવવી.
 
   રીતઃ      મિક્સર માં પહેલા કાપેલું કેળુ અને સ્ટ્રોબેરીના કટકા નાખવા.૧/૨ પ્યાલો દૂધ ઉમેરી હલાવવું. એકરસ થઈ જાય પછી આઈસક્રીમ  નાખી ફરી હલાવવું. ખાંડ જોઈતા પ્રમાણમાં ઉમેરવી.
             જો એકદમ સરસ સ્મુધિ પીવી હોય તો   દૂધનું પ્રમાણ ઓછુ કરી આઈસક્રીમ વધારે લેવો. તેથી કદાચ ખાંડની જરૂર ન પણ પડે.

           ચાલો ત્યારે કરો તૈયારી.
          

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.