Archive for July, 2010

ખરખરો કરવા આવજો

July 19th, 2010

 

                                                                   બુધ્ધિની જોડિયા બહેનનું   ઉઠમણુ   
                                                                 આજે સામાન્ય બુધ્ધિનું ઉઠમણું છે.
  જો કે તે દરેકમા હોય છે પણ જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે ભલભલા
ગોથું ખાય છે.
  એ દરેકમા જન્મતાની સાથે હોય છે પણ ક્યારે વિદાય થાય છે તેનો ખ્યાલ
રહેતો નથી. તેનો ઉલ્લેખ કોઈ ચોપડામા પણ નથી.
  જયારે જરૂર હોય ત્યારે તે વહારે ધાય છે.
 જીંદગીમા ધાર્યું મળવું એ જરૂરી નથી.
  છતાં પણ જીંદગી જીવવા જેવી બનાવે છે.
 જીંદગીના વળાંક યા ટેઢામેઢા રસ્તા પર સહાય કરે છે.
 આવક જાવકનો હંમેશા હિસાબ રાખી સરવૈયુ કાઢે છે.
 નાની મોટી માંદગીમા સમતા ધારણ કરવામા સહાય રૂપ થાય છે. 
 બાળકોની જવાબદારીમાંથી છટ્કી શિક્ષકને જવાબદાર ગણવાની
ભૂલ સુધારે છે.
 શિક્ષણને બદલે ખોટે રસ્તે જતા બાળકોને સીધા દોર કરે છે.
 વકિલો અને ડોક્ટરોની ચુંગલમાથી છોડાવવા દોર ઢીલો મૂકે છે.  
 સત્ય, વિશ્વાસ અને શ્રધ્ધા તેના અંગ અંગમા પ્રસરેલા છે.
 અહં અને અંધશ્રધ્ધાથી જોજન વેગળી છે.
 ધર્મ ગુરૂ અને મંદિર જ્યારે દુકાન બને છે ત્યારે તેને
અસહ્ય વેદનાનો અનુભવ થાય છે! 
 
 

મસ્ત મન

July 18th, 2010

મન મસ્ત હોય ત્યારે શું બોલે

 

 તે ઉંડા ભેદ પેલા મનના ખોલે

 

હીરા જેવી વાણી ને પામ્યો

 

વારંવાર વાંકુ શાકાજે બોલે

 

મન મસ્ત હોય ત્યારે શું બોલે

 

સમય ન જોયો સ્થળ ના જોયું

 

મીઠી વાણી કાં નવ બોલે

 

સહુને રીઝવે પ્રેમને પામે

 

મનને ત્રાજવે શું તોલે

 

 મન મસ્ત હોય ત્યારે શું બોલે

 

આત્મા અંતર માંહી બિરાજે

 

બહાર ભટકી શું ખોળે

 

મન મસ્ત હોય ત્યારે શું બોલે

 

સંયમનું આભૂષણ ધારી

 

સારા જગમા જો વિચરે

 

સહુને પ્યારો ને બને દુલારો

 

મન મસ્ત બની મીઠું બોલે 

સંગીત સુણો

July 16th, 2010

 

                   જીદગી દરરોજ સારા યા નરસા બનાવોથી ભરપૂર છે.

જેમ સારાને માણો તેમ નરસાને નિહાળો. સરી જશે નિશાન પણ

નહી છોડે. જીવનનું લય બધ્ધ સંગીત સુણો.

          બાળકોની મધુર મુસ્કાન, વાદળોની દોડપકડ અને પક્ષીઓનો

કલરવ. જીવનમા આનંદનો ધોધ વહેશે. એક જીવન જીવવાનું છે.

હસી ખુશીથી જીવો. નાની નાની અણગમતી વાતોને ધુંઆની જેમ

ઉડાઓ. 

          સુંદર આભને નિરખો. રોજ નવી ઉમંગ અને આશા લઈને આવે છે.

સમાનતા

July 15th, 2010

      સવારનો ઠંડો પહોર હતો. મંદ મંદ શિતલ વાયુ સારા બદનમા સ્ફુર્તિ

અર્પિ રહ્યો હતા. સૂરજના કોમલ કિરણો ધરતીને ચૂમી તેની સંગે ગેલ કરતા

હતા. આવા સમયે પથારીમા રહી પડખાં ઘસવાનું જાનકીને કદી ન ગમતું.

                     જેવી આંખ ખૂલે એટલે પ્રાતઃકર્મ પતાવી બગીચામા ચાલવા જતી.

જો ધોધમાર વરસાદ હોય કે કાતિલ ઠંડી તો તે ન જતી. ખુલ્લી હવાની લિજ્જત

માણવી તેને ખૂબ ગમતી. આ તો તેનો રોજનો અતૂટ કાર્યક્રમ તેમા મિનીમેખ ન

થાય.

               આજે પણ જેવી તે બાગમા પ્રવેશી તેવી જ તેના પગ આગળ કાંઇ અથડાયું.

નજર નીચી ઢાળીને જોયું તો સૂકાયેલી ઝાડની ડાળખી. જાનકી ક્ષણવાર માટે ચોંકી ગઈ.

તેણે પ્રેમથી તે ડાળીને ઉંચકી અને નિરખી રહી.

            ચાલવાને બદલે એક બાંકડા પર તેણે સ્થાન ગ્રહણ કર્યું. જાનકી જાણે સ્વપનામાં

સરી પડી. તેની નજર સમક્ષ લીલા પાનથી શોભતી ,વાયરાને તાલે ઝુમતી ડાળી જણાઈ.

કેવી મદમસ્ત ઝુલી રહી હતી. વાયુ સંગે લહેરાતા કુદરતની કરામતનું પાન કરાવી સહુનું

મન મોહી રહી હતી.

     અને આજે તેના હાલ પર રડાઈ જવાય. ઠુંઠા જેવી છતાંય જો ઠંડી હોય તો ગરમાવો

આપવા શક્તિમાન.

               જ્યારે પોતે ૬૦ વટાવી ચૂકી હતી. ઠુંઠા જેવી તો નહી પણ નિસ્તેજ જરૂર લાગતી.

આજે તેનો પતિ હયાત ન હતો તેથી તે એકલવાયી જીવન વિતાવી રહી હતી. દિકરી પરણીને

લંડન રહેતી હતી. દિકરો ભણીગણી, પરણીને પત્ની સાથે ચમન કરતો. બે બળકો તેના નાના હતા.

દિકરીના તો વર્ષ પહેલા લગ્ન લીધા હતા તેથી હજુ સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું.

                    જાનકી વિચારી રહી હતી અરે આ ડાળખી તો વૃક્ષથી છૂટી પડી , બેજાન થઈ છતાં

પોતાની કાયા જલાવી ઠંડીથી રક્ષણ આપી શકવા સક્ષમ છે.

         જાનકી ભૂતકાળમા સરી પડી. ભર જુવાનીમા તે પણ કેવી ઝુમતી ગાતી હતી. તેનો પતિ

જાદવ તેને પૂછ્યા વગર પાણી પણ ન પીતો. શામાટે તે તેને ન ચાહે, જાદવના કુટુંબીજનોને

ખૂબ પ્યાર આપી વળતો પ્રેમ પામી હતી. હર્યોભર્યો તેનો સંસાર અજાણ્યાને પણ ઈર્ષ્યા આવે

તેવો હતો. સુંદર બે બાળકો અને જાદવની મા.

                 પોતાના માબાપ ગામમા જ હતા. મા ની શિખામણ તણે માની અને જાદવને પ્રેમે

વશ કર્યો. સંસ્કારી મા દિકરીના ઘરમા જરા પણ ચંચુપાત કરતી નહી. દૂરથી દિકરીનો સંસાર

જોઈ રાજી થતી. 

               “હું હરિયાળા સંસારથી દૂર થઈ. આંખે મોતિયો ને ચાલમા ઠુમકા શરુ થયા. જ્યારે સંપૂર્ણ

 અલગ થઈશ ત્યારે તો મારી મુઠ્ઠીભર રાખ બનશે.” મારા કરતા આ ઝાડની ડાળી નસિબદાર નહી

વિયોગે સૂકાઈ છતાંય કામમા આવશે.

                       બેજાન હોવા છતાય ઉપયોગી.મારામા જાન હોવા છતા ભારરૂપ. જો કે એ તો મનની

માન્યતા બાકી ,જાનકી જીવન દીપી ઉઠે તેમ જીવતી હતી.

            સમાનતા હોવા છતાં તે મહાન છે, જાનકીના અંતરમા ડાળી પ્રત્યે ઉમળકો આવ્યો અને તે

દિવસે ચાલવાનું મુલતવી રાખી ડાળીને જતનથી પકડી ઘર તરફ પ્રયાણ કર્યું.

પ્રેમે પસવાર્યો રે લોલ

July 14th, 2010

 

પ્યારો છે ચાંદ શિતળ  ચાંદનીરે લોલ

એથી પ્યારો છે મારો તાત રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

આંગળી ઝાલી ચાલતા શીખવ્યું રે લોલ

મૌનમા વરસે જેનો પ્યાર રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

વહાલે પંપાળી મુજને થાબડે રે લોલ

ઉછાળે ગગને આંબવા ચાંદ રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

વાણી ભલેને તેની આકરી રે લોલ

હર શબ્દે વહે પ્રેમનો પ્રવાહ રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

આબેહૂબ પ્રતિકૃતિ તાતની રે લોલ

શીર તેનુ ગર્વે ઉંચકાય રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

વિશ્વાસને ધૈર્ય જેણે શિખવ્યા રે લોલ

આદરથી મસ્તક જેને નમે રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

સંયમનો ઘુઘવે પેલો સગર રે લોલ

અસ્તિત્વ મારું જેને શીર રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

જીવનભર ઋણ જેનું પામ્યો રે લોલ

તાત તારો અગણિત ઉપકાર રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

 મીઠા મધુને મીઠા મેહુલારે લોલ

એથી મીઠી છે મારી માત રે

જનનીની જોડ સખી નહી જડે રે લોલ

જઠરાગ્નિ

July 13th, 2010

                  મહેફિલ જામી હતી. ચારે બાજુ હાસ્યની છોળો રેલાઈ રહી હતી.

શરાબની બાટલીઓનો ટંકારવ કર્ણપ્રિય લાગતો હત. સંગીતના સૂર પર

સહેલાણીઓ ઠુમકા મારી રહી હતી. ધરતી પર જો સ્વર્ગ હોય તો અંહીજ છે

એમ ભાસતુ હતું.

             આદરણિય મિનિસ્ટર સાહેબ હજુ પધાર્યા ન હતા તેથી મહેફિલ થોડી

કાબૂ બહાર હતી. છતાંય સંયમની મર્યાદા જાળવી સહુ પોતાનું વર્તન કરતા

હતા. કેમ ન કરે સમાજનો ઉપલો વર્ગ મળ્યો હતો.

        સમાજનો એ વર્ગ , જેના ખિસામા પૈસાનું જોર હોય છે તેઓ પોતાની

જાતનૅ ખૂબ હોશિયાર સમજે છે. અભિમાન તો તેમને નાકને ટેરવે બેઠેલું હોય

હું પણું તેમના વાણી અને વર્તન દ્વારા છતું હોય. તેમના અવાજનો રણકો શંખ

નાદ કરતા પણ બુલંદ હોય.

         એટલામા મિનિસ્ટર પધાર્યાની ઘોષણા થઈ. સોય પડે તો પણ સંભળાય

તેવી શાંતિનું સામ્રાજ્ય ચારેકોર છવાઈ ગયું. ટુંકૂને ટચ  ભાષણ આપી સહુને

આવકારી મિનિસ્ટર બેસી ગયા. બે પાંચ નાનામોટા ભાષણ થયા.

          મિનિસ્ટર સાહેબને બીજા બે અગત્યના રોકાણ હતા તેથી દરેક જણ પોત

પોતાની જગ્યા પર ગોઠવાયા અને કતારબંધ ખાવાનું પિરસવાવાળા નિકળી

પડ્યા. જેની સોડમ આટલી સુંદર હોય તે અન્ન કેટલું ભવ્ય અને સ્વાદિષ્ટ હશે

તેની કલ્પના જ કરવી રહી.

             ભોજન બધુ પરોસાઈ ગયું. સમૂહમા પ્રાર્થના કરી દરેકે જમવાની શરૂઆત

કરી. હજુ તો અડધું પણ નહી ખવાયું હોય ત્યાં અચાનક “આગ્ની ભય સૂચક” ઘંટડી

વાગી સહુથી પહેલા મિનિસ્ટર એંઠા હાથે દરવાજા તરફ દોડ્યા.

            મિનિસ્ટર જાય એટલે હાજર રહેલી કોઈ પણ વ્યક્તિ ક્ર્વી રીતે ભોજનનો

રસાસ્વાદ માણી શકે. દરેક જણ મિનિસ્ટરને અનુસર્યા. અને મોટા શણગારેલા

ભોજનના કમરામાંથી બહાર નિકળી વરંડામા જમા થયા.

                     સહુ બહાર નિકળ્યા ત્યાંતો બીજી તરફના બારણેથી લગભગ ૩૦૦

જેટલા ગરીબ બાળકો અંદર ધસી આવી સહુના એંઠા ભાણા પર ટૂટી પડ્યા. બે

મિનિટ પછી વરંડા બાજુના બારણા ખૂલ્યા. ભય સૂચક ઘંટ બંધ થયો હતો. બારણું

ખુલતાની સાથે અંદરનું દૃશ્ય જોઈ મહેમાનોની આંખો પહોળી થઈ ગઈ.

               મિનિસ્ટરનો માઈક ઉપરથી અવાજ સંભળાયો. આમંત્રિત મહેમાનો, જે જોઈ

રહ્યા છે તે સત્ય છે. મારી વિનવણીથી આ નાટક કરવામાં આવ્યું હતું. યાદ રહે આપણા

“ભારતના ગરીબ વર્ગનો જઠરાગ્નિ” જે દિવસે જાગશે ત્યારે ખંડેરની ભસ્મ કણી ન લાધશે.

                      સમજો તો સારું નહીતર પરિણામ માટે તૈયારી રાખજો. આ તો માત્ર ઝલક છે.

એ હતા આપણા લાંચરુશ્વતથી અળગા રહેનારા મિનિસ્ટર————————-

જીંદગીનું નગ્ન સત્ય

July 13th, 2010

જો જીવનમાં કાંઈ ન હોય ત્યારે અભાવ નડે

    થોડુ ઘણું હોય ત્યારે મોંઘા દાટ ભાવ નડે

        જીવનનું નગ્ન સત્ય છે કે ઈશ્વર કૃપાએ બધું હોય

           ત્યારે સ્વભાવ નડે.

   અને જ્યારે કાંઇ ન નડે ત્યારે વગર કારણે કોઈના

પ્રત્યે ક્ભાવ ————-

વાંચો અને વિચારો

July 12th, 2010

       સ્ત્રીની સહુથી મોટું દુશ્મન જો કોઈ પણ હોય તો તે સ્ત્રી છે.

         તો    સ્ત્રીનૉ સહુથી સારો મિત્ર કોણ ?

 

       સ્ત્રી જ સ્ત્રીને નથી સમજી શકતી તેમાં વાંક કોનો ?

        સ્વાર્થના ચશ્માનો.

          

હળવાશ અનુભવીશુ

July 11th, 2010

 

Go to fullsize image

ગરમી ગરમી શું કરો છો

  દિમાગમા છે ભુસુ

નરમી રાખો સારા બદનમા

    શિતળતાથી જીવશું

 ગરમી છે તો ઠંડીની

    મહત્વતા જાણીશું

ગરમી ઠંડી એકમેકથી

  અભિન્ન છે માનીશું

ગરમીથી બચવા છાશ, પનો

    હરખે ગટ ગટ પીશુ

ગરમી દિલે કે દિમાગે

સોચો ને  વિચારો

મલમલ સંગે નાતો બાંધી

   હળવાશ અનુભવીશુ

ડૂબકી

July 9th, 2010

અરે તમને  ક્યાં છે યાદ જુવાની દિલથી માણીતી

તમારા પ્યાર ભર્યા સંગે જીવનની મોજ લુંટીતી

પેલા સાગરના સાન્નિધ્યે મોજાની મસ્તી માણીતી

પ્રભાતના પુષ્પોની મહેકે હવાની હસ્તી જાણીતી

આદર સત્કાર આપીને હ્રદયમા સ્થાન પામીતી

પુરાણી યાદમા આજે ખોવાઈ ડૂબકી મારીતી 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.