Archive for July 21st, 2010

દિલ તો પાગલ છે

July 21st, 2010

   તમારા નામની માળા જપે છે

    તમારી આહટની ઝંખના છે

  જાણો છો આ દિલ તો પાગલ છે

   તમે સપના લઈને આવ્યાતા

   તમને  સાજન પ્રેમે નવાજ્યા તા

  જાણો છો આ દિલ તો પાગલ છે

    તમારી અનેરી છટા હતી ન્યારી

    તમારી અદા પર આ દિલ હારી

     જાણો છો આ દિલ તો પાગલ છે.

    જુવાનીનો પહેલો પ્યાર હતો સનમ

      આંખોએ કર્યો   હતો એકરાર સનમ

      જાણૉ છો આ દિલ તો પાગલ છે

        જીવ્યા મર્યાના જુહાર સ્વિકારજો

       જ્યાં હો ત્યાં તમારું મંગલ હજો

     જાણો છો આ દિલ તો પાગલ છે 

દિલ્હીથી દૌલતાબાદ

July 21st, 2010

        નિરવ અને ઝરણા  એકબીજાના પ્રેમમા પાગલ. જાણે ભગવાને એકબીજા

માટે જ ઘડ્યા નહોય. કહેવાય છે કે ભવભવના સાથી. હા, ઘણા સુખી દંપતી

હતા. વળી પાછા બંને એમજ માને કે આ અમારો પહેલો ભવ છે. બીજા છ

 બાકી.

     નિરવ કહે તે ઝરણાને માન્ય અને ઝરણા કહે તે નિરવને. તેનો અર્થ

એમ નહી કે ૨૧મી સદીમા ઝરણા રામની સીતા હતી. તે પોતાનું મંતવ્ય

ખુલ્લા દિલથી વ્યક્ત કરતી. નિરવ જો તેની વાત સાચી હોય તો સ્વિકારી

અમલમા મૂકવામા જરા પણ નાનમ ન અનુભવતો.

        સુખી દાંપત્યના ફળ સ્વરુપે બે દિકરા અને એક દિકરી પણ હતા. ૩૦

વર્ષના લગ્ન જીવનમા આજે કેમ ઝરણા હઠ લઈને બેઠી હતી. નિરવે ખૂબ

કોશિશ કરી પણ ઝરણા એકની બે ન થઈ. અંતે નિરવ બોલ્યા ચાલ્યા વગર

સૂવા જતો રહ્યો.

                 આરામ ખુરશીમા બેઠેલી ઝરણા વિચારી રહી. કેવી રીતે નિરવને

સમજાવું. ભૂતકાળમા સરી ગઈ. લગ્નના સાત વર્ષના ટુંકા ગાળામા તે ત્રણ

બાળકોની માતા બની. નિરવ એ જમાનામા અમેરિકા ભણીને આવેલો હતો

તેથી સારા પગારની સુંદર નોકરી હતી. ઘરમા નોકર ચાકર અને આયાની

સહાયથી બાળકોની પરવરિશ સરસ રીતે કરી.

              એક વાર હોટલ ‘સન એન્ડ સન’માં ડિનર લેવા ગયા હતા. બાજુના

ટેબલ ઉપર બેઠેલી ચાર વ્યક્તિઓ વાત કરી રહી હતી. કાનમા શબ્દો પડ્યા

જે કંપનીમા નિરવ કામ કરતો હતો તે વેચાવાની હતી. ડિનર ખાધું પણ મઝા

ન આવી.

        આખી રાત નિરવે પડખા ઘસ્યા. ઝરણાને અંદાઝ તો આવ્યો પણ તેની

ઉંડી અસર વિષે અજાણ હતી.   આમને આમ અઠવાડીયુ નિકળી ગયું. ઘરે

આવી એક દિવસ નિરવ કહે ‘ઝરણા જો તને વાંધો ન હોય તો આપણે બાળકો

સાથે અમેરિકા જઈએ’. સાંભળીને ઝરણા ચોંકી ગઈ.

                  નિરાંતે બેસીને ખુલાસાવાર નિરવે સમજાવ્યું. જો મારી કંપની વેચાઈ

જાય તો સાહબીવાળી આ નોકરી સહુથી પહેલી વિદાય થાય. મારી પાસે ગ્રીનકાર્ડ

છે. મારા મામાનો દિકરો જે ડોક્ટર છે તે મને ‘સ્પોનસર’  કરશે .આપણે ત્યાં સ્થાયી

થઈશું . બાળકોને ઉચ્ચ કેળવણી આપી જીવનમા કાંઈક બનવાની તક પૂરી પાડી

શકીશું. હું અને તું બાળકો સાથે દુનિયા જોઈશું.

       બંનેને સરખી ચિંતા હતી. તેમની માતાની. પિતા બંનેના હયાત ન હતા. તેમને

સમજાવી અમેરિકા આવી પહોંચ્યા. શરુઆતમા અગવડ પડી. પ્રેમની તાકાતને જોરે

ઈડરિયો ગઢ જીત્યા. ઝરણાએ આવીને કમપ્યુટરનો અભ્યાસ કર્યો. બાળકોને સુંદર

કેળવણી આપી. તેમના સંસાર પણ મંડાયા.

             આજે હવે જ્યારે શાંતિથી જીવવાના દિવસો આવ્યા ત્યારે નિરવને અચાનક

ભારત પાછા જવાનું સુજ્યું. ઝરણા કહે, નિરવ હવે આપણા બંનેની માતા પણ નથી.

જો એમની હયાતીમા ગયા હોત તો લેખે લાગત. આપણા બાળકો અંહી છે. કાલે ઉઠીને

તેમના બાળકો થશે. અંહી રહીશું તો તેમને કામ લાગીશું.

        પ્રભુની દયાથી તેઓ સુખી છે. અપણી પાસે પણ શાંતિય્હી રહી શકાય તેટલા પૈસા

છે. શામાટે પાછા જવું છે?

        ઝરણા પોતાના વિચારો સ્પષ્ટ પણે દર્શાવી શક્તિ ન હતી. કોઈ પણ ભોગે નિરવને

નારાજ કરવા પણ તે રાજી ન હતી. વિચારમા ક્યારે આંખ મળી ગઈ તેનો ખ્યાલ ન રહ્યો.

સવારે ચા અને બ્રેકફાસ્ટ ખાતા કહે ‘નિરવ યાદ છે  જ્યારે અમેરિકા આવ્યા ત્યારે જરા

પણ હિચકીચાટ વિના બાળકો સાથે હું    તારી આંગળી પકડીને ચાલી આવી હતી. ‘

હવે જ્યારે આપણે સાથે શાંતિથી રહેવાનો સમય આવ્યો છે ત્યારે શામાટે  ફરી

‘દિલ્હીથી દૌલતાબાદ’ કરવું છે.

                    નિરવ સાનમા સમજી ગયો અને વહાલથી ઝરણાને વળગી કહે

વાહ મારી રાણી તને ઇતિહાસ બરાબર યાદ છે———————-

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.