Archive for July 15th, 2010

સમાનતા

July 15th, 2010

      સવારનો ઠંડો પહોર હતો. મંદ મંદ શિતલ વાયુ સારા બદનમા સ્ફુર્તિ

અર્પિ રહ્યો હતા. સૂરજના કોમલ કિરણો ધરતીને ચૂમી તેની સંગે ગેલ કરતા

હતા. આવા સમયે પથારીમા રહી પડખાં ઘસવાનું જાનકીને કદી ન ગમતું.

                     જેવી આંખ ખૂલે એટલે પ્રાતઃકર્મ પતાવી બગીચામા ચાલવા જતી.

જો ધોધમાર વરસાદ હોય કે કાતિલ ઠંડી તો તે ન જતી. ખુલ્લી હવાની લિજ્જત

માણવી તેને ખૂબ ગમતી. આ તો તેનો રોજનો અતૂટ કાર્યક્રમ તેમા મિનીમેખ ન

થાય.

               આજે પણ જેવી તે બાગમા પ્રવેશી તેવી જ તેના પગ આગળ કાંઇ અથડાયું.

નજર નીચી ઢાળીને જોયું તો સૂકાયેલી ઝાડની ડાળખી. જાનકી ક્ષણવાર માટે ચોંકી ગઈ.

તેણે પ્રેમથી તે ડાળીને ઉંચકી અને નિરખી રહી.

            ચાલવાને બદલે એક બાંકડા પર તેણે સ્થાન ગ્રહણ કર્યું. જાનકી જાણે સ્વપનામાં

સરી પડી. તેની નજર સમક્ષ લીલા પાનથી શોભતી ,વાયરાને તાલે ઝુમતી ડાળી જણાઈ.

કેવી મદમસ્ત ઝુલી રહી હતી. વાયુ સંગે લહેરાતા કુદરતની કરામતનું પાન કરાવી સહુનું

મન મોહી રહી હતી.

     અને આજે તેના હાલ પર રડાઈ જવાય. ઠુંઠા જેવી છતાંય જો ઠંડી હોય તો ગરમાવો

આપવા શક્તિમાન.

               જ્યારે પોતે ૬૦ વટાવી ચૂકી હતી. ઠુંઠા જેવી તો નહી પણ નિસ્તેજ જરૂર લાગતી.

આજે તેનો પતિ હયાત ન હતો તેથી તે એકલવાયી જીવન વિતાવી રહી હતી. દિકરી પરણીને

લંડન રહેતી હતી. દિકરો ભણીગણી, પરણીને પત્ની સાથે ચમન કરતો. બે બળકો તેના નાના હતા.

દિકરીના તો વર્ષ પહેલા લગ્ન લીધા હતા તેથી હજુ સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું.

                    જાનકી વિચારી રહી હતી અરે આ ડાળખી તો વૃક્ષથી છૂટી પડી , બેજાન થઈ છતાં

પોતાની કાયા જલાવી ઠંડીથી રક્ષણ આપી શકવા સક્ષમ છે.

         જાનકી ભૂતકાળમા સરી પડી. ભર જુવાનીમા તે પણ કેવી ઝુમતી ગાતી હતી. તેનો પતિ

જાદવ તેને પૂછ્યા વગર પાણી પણ ન પીતો. શામાટે તે તેને ન ચાહે, જાદવના કુટુંબીજનોને

ખૂબ પ્યાર આપી વળતો પ્રેમ પામી હતી. હર્યોભર્યો તેનો સંસાર અજાણ્યાને પણ ઈર્ષ્યા આવે

તેવો હતો. સુંદર બે બાળકો અને જાદવની મા.

                 પોતાના માબાપ ગામમા જ હતા. મા ની શિખામણ તણે માની અને જાદવને પ્રેમે

વશ કર્યો. સંસ્કારી મા દિકરીના ઘરમા જરા પણ ચંચુપાત કરતી નહી. દૂરથી દિકરીનો સંસાર

જોઈ રાજી થતી. 

               “હું હરિયાળા સંસારથી દૂર થઈ. આંખે મોતિયો ને ચાલમા ઠુમકા શરુ થયા. જ્યારે સંપૂર્ણ

 અલગ થઈશ ત્યારે તો મારી મુઠ્ઠીભર રાખ બનશે.” મારા કરતા આ ઝાડની ડાળી નસિબદાર નહી

વિયોગે સૂકાઈ છતાંય કામમા આવશે.

                       બેજાન હોવા છતાય ઉપયોગી.મારામા જાન હોવા છતા ભારરૂપ. જો કે એ તો મનની

માન્યતા બાકી ,જાનકી જીવન દીપી ઉઠે તેમ જીવતી હતી.

            સમાનતા હોવા છતાં તે મહાન છે, જાનકીના અંતરમા ડાળી પ્રત્યે ઉમળકો આવ્યો અને તે

દિવસે ચાલવાનું મુલતવી રાખી ડાળીને જતનથી પકડી ઘર તરફ પ્રયાણ કર્યું.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.