Archive for May, 2010

શું પસંદ ?

May 13th, 2010

 પતિદેવઃ  ખૂબ રમુજી મૂડમા હતા. પત્નીને કહે

                    આજે પગાર આવ્યો છે. તને ઘર

                   વપરાશના પૈસા ચિલ્લ્રરમા આપું.

                   સહી કર્યા વગર ચેક આપું કે પછી  

                     આપણા રૂપિયામા આપું.( અમેરિકામા)

પત્નીઃ            અમેરિકાની સ્ત્રિઓને કદી કમ ન માનતા.

                      પત્ની કહે વહાલા તને જે મરજીમા આવે તે

                        તું આપ. તેની ખુશીમા હું તને ડીનર ખવડાવું.

                        બોલ માઈક્રોવેવ, ફ્રોઝન કે ટેઈક આઉટ તું શું

                        પસંદ કરીશ.

પરણવું–બાળક–કૂતરો

May 12th, 2010

અમેરિકામા કુતરાનું ભવિષ્ય ઉજ્જવળ છે. ભલેને

પતિ યા બાળકો ન હોય કૂતરા એક યા બે જરૂર.

બહુ મથામણ કરી આનું કારણ શોધવા અને સમજવા.

અંતે તારણ કાઢ્યું.

૧. ગમે ત્યરે તમે નોકરી પરથી ઘરે આવો હિસાબ ન માગે.

૨.તેની હાજરી હોય તો તાકાત છે કોઈ તમારા ઘર પર બૂરી

     નજર નાખે.

૩. તમને બીન શરતે પ્યાર કરે.

૪. ગમે ત્યારે ફરવા જવા માટે તૈયાર.

૫. પ્યારથી બોલાવો તો પૂંછડી પટપટાવતો આવે.

૬. કાઢી મૂકો કે ભાગી જાયતો ભાગ ન માગે.

૭. પત્નીની માફક ‘હું મરું પછી તમે પરણશો એવો

     સવાલ ન પૂછે.

૮. તમે કઈ ગાડીમા બેસાડી ફરવા લઈ જાવ છો. તેની પરવા

     ન કરે.

૯. તેને નામની પરવા નહી. હની કહો કે દુશ્મન તમને પ્રેમ કરે.

૧૦. નાના બાળકની માફક ૨૪ કલાકની નોકરી નહી.

૧૧. પત્નીની કચકચ નહી.

૧૨. બાળકની જવાબદારી નહી.

     જો કૂતરો રાખવાના આટલા બધા ફાયદા હોય તો શામાટે

પરણે, પસ્તાય યા  બાળક જણે .

મુખડું

May 8th, 2010

જે મુખડા પર મોહ્યા છીએ તેના કલાકારની કમાલ તો જુઓ

જેના પર અતિ ગર્વ છે 

જે જોઈ શકાતું નથી

જે દરેકનું સુંદર છે

જેને રંગ આકાર કે કદની પરવા નથી 

જેના દ્વાર અગત્યના કાર્ય થાય છે

જે કોમળ અંગોથી સજાયેલું છે

જે કાર્ય કરી પણ શકે છે

જે કાર્યનું કત્લેઆમ પણ કરે છે

જે સુંદરતાને નિહાળે છે

જે મધુર આસ્વાદ માણે છે

જે સુમધુર સંગીતમા ડુબી દુનિયા ભૂલે છે

જે સ્પર્શ વિના વહાલ વરસાવે છે

જે મધુરતા પ્રસરાવે છે

જે કડવાશ ઉભી કરે છે.

જે વણકહ્યે બધું સમજાવે છે.

જે સુગંધનું સરનામું છે.

જે આંધળાની લાકડી છે.

જેને જોવા આયનાનો સહારો લેવો પડે છે.

માતૃદિનની સ્મૃતિમા

May 7th, 2010

મા તું હંમેશા ખુશ રહે.

મા તને કેવી રીતે દિલ ખોલીને પ્યાર બતાવું.

મા તું ભગવાનથી અધિક, તું પ્રત્યક્ષ છે.

મા પ્રથમ શ્વાસથી તારા નિઃસ્વાર્થ પ્યારની અનુભૂતી થઈ છે.

મા તારા પ્રેમાળ શબ્દ કાનમા ગુંજે છે.

મા તારી એક એક વાતની ગહનતા આજે સમજાય છે.

મા તારી આંખના અમી હવે ક્યાંય દૃશ્યમાન નથી.

મા તારા હાથના ભોજનનો સ્વાદ હજુ માણું છું.

મા તારા શબ્દો ‘તું આવી’ હજુ કાનમા ગુંજે છે.

મા તને મળવા દોડી આવતી હતી. હવે?

મા તારી વાણી, તારો ઠસ્સો, તારો પ્યાર, તારી કાર્યકુશળતા સહુને વંદન.

મા હવે મળવું ‘અસંભવ’ બસ તારી યાદમાં રાચવું.

મા તારી સહનશીલતાને પ્રણામ.

મા જાણે અજાણ્યે તને દુભવી હોય તો ક્ષમા દેજે.

મા તું જ્યાં હોય ત્યાં સદા ભગવદ સેવામા લીન.

“આંખ”

May 6th, 2010

બોલ્યા વગર ઘણું કહી જાય.

જપક્યા વગર હલબલાવી જાય.

બંધ હોય તો પણ સમજાવી જાય.

ચંચળ છતાં સ્થિર કરી જાય.

જુએ છતાં અવગણી જાય.

સુહાની સૃષ્ટિનું રસપાન કરાવી જાય.

વસંતના વધામણા અંગે  અંગમા ફેલાવી જાય.

ઉજાસ અને તિમિરનો ભેદ ખોલી જાય.

વિના કારણ દિલમા દર્દ જગાવી જાય.

કુદરતની કમાલની પળ પળનો ચિતાર આપી જાય.

જોયું ન જોયું કરી જાય.

સુરદાસના અંતર ચક્ષુ ખોલી જાય.

જોયા ન હોય તેવા ઈશ્વરના ઐશ્વર્યનું વર્ણન કરી જાય.  

ભલભલાના છક્કા છોડાવી, પ્રેમમા પાડી જાય.

કામણ કરી ચૂપકીદીથી દિલમા ઘર કરી જાય.

વિણેલા મોતી

May 5th, 2010

ભાષા સુંદર હોઈ શકે લખતી વખતે. 

ભાષા મીઠી નથી હોતી વાણી મીઠી હોય છે.

ભાષા ગામઠી હોય કે શહેરી શું ફરક પડે છે?

વાત કઈ રીતે અને સંદર્ભમા થાય તે અગત્યનું છે.

સત્ય પણ કહેવાનો એક તરીકો છે.

કાણાને કાણૉ કહેવું તેના કરતા શાથી ખોયા નેણ કેવું?

સત્ય કડવું કહેવું તેના કરતા મૌન આવશ્યક.

ભાષાની સુંદરતાને વ્યક્તિની સુંદરતા સાથે કોઈ સંબંધ નથી.

અંતરની સ્વછતા આગળ બાહ્ય દેખાવ વામણો છે.

મોટે  ભાગે વાણી કરતાં વર્તન વધું બોલે છે.

વાણી યા વર્તન દ્વાર બીજાની માનહાની પાપ છે.

ભલું ન કરી શકો તો વાંધો નહી, જાણતા અજાણતા કોઇનું હૈયુ ન દુભવશો.

આગ કરતા આહમા અગણિત શક્તિ છુપાયેલી છે. 

નીંદા યા ખોટી અફવા ફેલાવવાથી કોને લાભ?

હંમેશા તટ્સ્થ મનથી વિચારો. કોઈના દોરાવાયા ના દોરવાશો!

વાણી, વર્તન, વિવેક, વિચાર, વિષય,વ્યવસ્થા,  વિશેષ  ‘વ’થી શરુ થાય,

જો તેમા અસંગતતા જણાય તો ‘વામણા’ વરતાય. 

વા, વાદળ, વર્ષા અને વાયરો પવનને આધિન છે.

‘વિચાર’, ‘વર્તન’ અને ‘વાણી’  માનવને આધીન છે.

માયા ન મૂકાય

May 4th, 2010
 
 સૂરજ આભે જણાય ભલે વાદળ તેને ઢાંકે
વાદળ વરસી જાય ભલે વાયરો તેને હાંકે
મેહૂલો ગરજે સદાય ભલે વરસે ના વરસે
આંધી ઉડાડી જાય ભલે ફૂલ હોય કે ઝાડ
માબાપ કરે પ્યાર ભલે આદર મળે ના મળે
કુટુંબ સંપે સોહાય ભલે વિચાર ભિન્ન જણાય
જીવન વિત્યું જાય ભલે સરળ યા સંઘર્ષમય
તન પણ છૂટી જાય ભલે ને માયા ન મૂકાય

એક ડગ ધરા પર ૧૬

May 2nd, 2010
એક ડગ ધરા પર  ૧૬
     આજે શાનને પથારી છોડવી ન હતી. સ્વપના દ્વારા તેને
લાગ્યું ઘણા પ્રશ્નોનું નિરાકરણ કરી શકીશ.  દિવસે દિવસે
જેમ મોટી થતી જતી હતી તેમ તેના વિચારોમા સમતુલા
જળવાતી જણાઈ.  વિચારોમા તણાવાને બદલે તેમનું
પૃથક્કરણ કરતી . નિષ્પક્ષ રીતે વિચાર કરવાની આદત
કેળવી હતી.
        વાંચન વિશાળ હોવાને કારણે ભારતમા અને સમગ્ર
વિશ્વમા સ્ત્રીની વિચારસરણી, રહેણી કરણી વગેરે સંજોગોની
જાણકારી ધરાવતી હતી. આજે સ્ત્રી પુરુષ સાથે ખભે ખભા
મિલાવીને દરેક ક્ષેત્રે નામના મળવી રહી છે. એવું કયું
ક્ષેત્ર છે જ્યાં સ્ત્રીની હયાતી નથી. અરે એક ડગ આગળ
 વધીને કહી શકાય કે સ્ત્રી કરી શકે છે તે પુરૂષ કદી નહી
કરી શકે. જાણકારી હોવાથી જ તો સ્ત્રી અત્યાચારનો ભોગ
બને, તે તેના માન્યમા આવતું ન હતું. હા, એ જગજાહેર છે કે
ભારતમા જે બદલાવ દેખાય છે તે શહેરોમા આંખે ઉડીને વળગે
તેવો છે. ગામડાનું ઉદ્યોગીકરણ, પ્રગતિ , વિકાસ અને સમૃધ્ધિ
ઘણાજ થયા છે. આપણો દેશે હવે દુનિયાભરમા નામના કાઢી છે.
છતાંય દુખ સાથે કબૂલ કરવું રહ્યું કે માનસ હજુ સહુનુ બદલાયું
નથી. કદાચ એ બદલાતા બીજા સો વર્ષ નિકળી જાય તો નવાઈ
નહી.
            સ્વપનામા પણ શાનની વિચાર સરણી ક્રમબધ્ધ હતી.  ખુલ્લી
આંખ કરતા બંધ આંખે તે આજે નવિન દૃષ્ટિ દ્વારા સૃષ્ટિ નિહાળવામા
તન્મય થઈ ગઈ. સૂરજતો વણથંભે પોતાનું કાર્ય કરવાનો. પછી ભલેને
વાદળો તેનો માર્ગ ચાતરે!
              શાનના મમ્મી અને પાપા આજે વિચારમા પડ્યા. દિકરીને ચેન
ભેર સૂતેલી નિહાળી તેમણે વિચાર્યું કદાચ આજે શાન કોલેજ નહી જાય તો
કોઈ ફરક પડવાનો નથી. દિવસે , દિવસે શાનને મોટી થતી જોઈ તેમેના
મનમા પણ તેના વિવાહના વિચારો કોઈક વાર ડોકાતા. 
           શાનને ખૂબ ગમતુ ભણવાનુ અને મુશ્કેલીમા મુકાયેલી છોકરીઓની
 વહારે ધાવાનું. છાપામાં, ચોપાનિયામા આવતા લેખો વાંચતી  ૨૧મી સદી
સ્ત્રીઓનો સુવર્ણકાળ માનતી. છતાં જુની ઘરેડની વિચારસરણી તેને માટે
વણ ઉકેલ કોયડા સમાન રહેતી.  મમ્મી વાત કરતી કે એક જમાનો હતો
માબાપ ન્યાતની બહાર છોકરીઓ પરણાવવા કબૂલ ન થતા. અરે એક બે
કિસ્સા તો એવા બન્યા હતા કે છોકરો અને છોકરી ઘરબાર છોડી ભાગીને
પરણી ગયા હતા. હા, વર્ષોબાદ માબાપે તેમેની સાથે સંપ કર્યો. 
       આજે એ જમાનો છે કે છોકરી આવી ને કહે આ મારી બહેનપણી
અમે લગ્ન કરવાના છીએ. એવું છોકરાઓ પણ વિચારે. તે સમયના
ચક્કરમા મારો દિકરો ડોક્ટર એટલે દહેજમા ગાડી અને ફ્રીઝ. જો ભૂલે
ચૂકે સર્જન હોય તો ઘર માગતા પણ શરમાતા નથી. શું પરણનાર
છોકરાએ હાથમા બંગડી પહેરી છે? શું છોકરી એટલું ભણેલી હોય તો
છોકરાના માબાપ અવળું ‘દહેજ’ આપેછે?   
    ચાલો વિચારો અને તમારા મંતવ્ય જરૂરથી આપશો——-
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.