ભૂલ —- ગવાહી

February 6th, 2010 by pravinash Leave a reply »

     ભૂલ તો બ્રહ્માથી પણ થાય

બ્રહ્માની ભૂલ ‘માનવ’ બ્રહ્માંડ હલાવે

ભૂલોની પરંપરા માનવથી સરજાય

હરદમ નવી મુશ્કેલી વરતાય

ભૂલો હંમેશા ઉલ્કાપાત મચાવે

જીવન નાવ ડામાડોળ કરાવે

કદીક ભૂલ આશિર્વાદ વરસાવે

પરિસ્થિતિનું નવનિર્માણ કરાવે

ભૂલોની યાદ શું વળે ?

ભૂલો ભૂલ મોક્ષ મળે.

માત્ર ‘માતાપિતા’ને ભૂલો નહી

અસ્તિત્વની તેઓ છે ગવાહી!

Advertisement

1 comment

  1. divyesh vyas says:

    પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

Leave a Reply

Powered By Indic IME