Archive for November, 2009

યોગ સાધના-૩

November 9th, 2009

યોગ સધના-૩

સૂત્રઃ ૬       પ્રમાણ-વિપર્યય-વિકલ્પ-નિદ્રા-સ્મૃતયઃ

                    प्रमाण-विपर्यय-विकल्प-निद्रा-स्मृतयः

                   પાંચ જાતના વિચાર ના તરંગ છે, સાચું જ્ઞાન,

                  ખોટું જ્ઞાન,(જડતા) વિકલ્પ, નિદ્રા અને યાદદાસ્ત.

                    વિચાર પોતે દુખદાયક આ સુખદાયક હોવા કરતા

                    તે જે સાથે તાણી લાવે છે તે હાની કરતા હોય છે. જેવું

                    કે અજ્ઞાન, બંધન યા તો બૂરી આદત.   

સૂત્રઃ ૭        પ્રત્યક્ષાનુમાનાગમાઃ પ્રમાણાનિ

                   प्रत्यक्षानुमानागमाः प्रमाणानि.

                 જે સાચું જ્ઞાન છે તે જ્ઞાનેન્દ્રિય દ્વારા

                 મળે છે. ઓ તેમાં કોઈ ભેળસેળ યા

               પૂર્વાગ્રહ ન ભળ્યા હોય તો. દાઃતઃ આપણા

                વેદ, ઊપનિષદ, ગીતા, રામાયણ વિ. વિ.

સૂત્રઃ ૮     વિપર્યયો મિથ્યાજ્ઞાનમતદ્રૂપપ્રતિષ્ઠમ

                 विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम

                    જ્યારે ખોટા જ્ઞાનના પાયામાં વસ્તુ

                 પ્રત્યેનો અભિગમ તથા સ્વભાવ કારણ-

                 ભૂત  હોયછે. દાઃતઃ અંધારામાં દોરડાને

                સાપ માનવો.

સૂત્રઃ ૯  શબ્દજ્ઞાનુપાતી વસ્તુશૂન્યો વિકલ્પઃ

              शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः

             જ્યારે શબ્દ સ્થળ અને પ્રસંગ અનુચિત

            ન હોવાસર વિકલ્પ પેદા થાય છે.

            ઘણી વખત કહેનારના કહેવાનો અર્થ

           સાંભળનાર પોતાની રીતે ઘટાવે છે. 

           ત્યારે વિકલ્પ ઉત્પન્ન થવાનો ભય રહેલો

             હોય છે.

સૂત્રઃ ૧૦  અભાવ પ્રતિયયાલમ્બના વૃત્તિર્નિદ્રા

               अभाव-प्रत्ययालम्बना वृत्तिर्निद्रा

               નિદ્રા એ તો શૂન્યતા પૂર્ણ વિચારોની

              હારમાળા છે. સ્વપ્ન વિનાની નિદ્રા

            એ મનનો સુંદર અભિગમ છે. તેને

           યોગની પરિસ્થિતિ સાથે ન સરખાવી

           શકાય.

યોગ સાધના

November 7th, 2009

યોગ સાધનાની શરૂઆત સાથે આપણે સમજીશું યોગ વિષે જરા બારીકાઈથી.

આપણા ઋષિ પતાંજલી શેષનાગનો અવતાર માનવામાં આવે છે.  તેમણે

 ૪૦૦૦ વર્ષ પૂર્વે “યોગ સૂત્રો”  આપણને આપ્યા. ‘યોગ’ આપણે ત્યાં આદિ અને

સનાતન કાળથી ચાલ્યો આવે છે. વેદ, ઉપનિષદ સર્વેમાં તેનું ઉચ્ચ સ્થાન છે.

‘યોગી’  શબ્દ કોઈ પણ ભારતિયથી અજાણ્યો નહી હોય. આજ કાલ પશ્ચિમમા

તેનો વાયરો વાયો છે. તેમણે બધા સૂત્રો એકત્રીત કરી ચાર ભાગમાં વહેંચી

દીધા.

                   સમાધિ પાદ (૫૧ સૂત્ર),  સાધના પાદ (૫૫ સૂત્ર),  વિભૂતિ પાદ

(૫૬ સૂત્ર)  અને  કૈવલ્ય પાદ (૩૩ સૂત્ર).  કુલ મળીને   ૧૯૫ સૂત્ર તારવ્યા.

        સૂત્ર એટલે શું? સૂત્ર એટલે ‘દોરો’. જે ખૂબ નાજુક છે કિંતુ એક બીજાને

સાંકળવાનું કાર્ય અતિ સહેલાઈથી કરે છે. મોતી ને જો દોરોમાં પરોવીએ

તો સુંદર માળા તૈયાર થાય. તે પ્રમાણે માત્ર થોડા કિંતુ સરળ શબ્દોથી

‘સૂત્ર’  તૈયાર થાય અને ગુઢ વાત સમજાવી જાય.

      योग किसे कहते है

युज्यते अनेन इति योगः

જે જોડે છે તેને યોગ કહેવાય છે.

આત્માને પમાત્મા સાથે, શરીરને મન સાથે, વિ.

શ્રીમદ ભગવદગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે

 योगः कर्मषु कौशलम

કાર્યમા પવીણતા અને ચોકસાઈ તે યોગ કહેવાય.

योगः समत्वम उच्यते

યોગી સમતા પૂર્વક બોલે છે.

ઋષિ વશિષ્ઠ કહે છેઃ

मनः प्रशमनोपायः योग इत्याभिधीयते

યોગ એ સુંદર કળા છે જેનાથી મન પર અંકુશ આવે છે.

સ્વામિ વિવેકાનંદના મત અનુસારઃ

  “દરેક આત્મામા પવિત્ર શક્તિ છે. તેનો સાક્ષાત્કાર કરવા માટે આંતરીક અને

બાહ્ય પ્રયત્નો કરવા જોઇએ. તે કાર્ય, ભક્તિ, આધ્યાત્મિક યા માનસિક પ્રયત્નથી

સફળ થાય છે.”

શ્રી અરવિંદ કહે છેઃ

સંપૂર્ણતા પ્રાપ્ત કરવા કાર્યરત રહેવાની શક્તિ  દરેક વ્યકિત્માં ઈશ્વર દત્ત છે.

યોગ નું મૂળ સાંખ્ય ફિલસૂફીમાં છે. તે ઘણી બધી દિશા સાંકળી લે છે. જેમે કે

શારિરીક આસન, શ્વાછોશ્વાસ, ધ્યાન, શુધ્ધીકરણ, આધ્યાત્મિક તથા ભક્તિ વિ. વિ.

જેનાથી માનવી સ્વાસ્થ્ય અને સમતા પામવા શક્તિમાન બને છે.

યોગ- સાધના

November 6th, 2009

       ‘યોગ’, ૨૧મી સદીનો જો સહુથી પ્રચલિત શબ્દ હોય તો તે યોગ છે. 

આજે પૂર્વમા જુવો કે પશ્ચિમમા, નાના યા મોટા, જુવાન કે આધેડ દરેકને

મુખેથી આ શબ્દ સાંભળવા મળશે. 

    આપણા ભારતની ૠષિ પરંપરાથી ચાલી આવતી આ યોગની વિદ્યા

ઘણી પ્રાચીન છે. આપણા મહાન ઋષિ પતાંજલીએ તેને એકત્ર કરીને

સુંદર રીતે વિવરણ કર્યું છે. યોગનું અધ્યયન માનવને ઉચ્ચસ્તર

પ્રાપ્ત કરવામા સહાય ભૂત થાય છે. કઠ ઉપનિષદ, શ્વેતાસ્વતર 

ઉપનિષદ,તૈત્રિય અને મૈત્રિયાની ઉપનિષદમા પણ યોગનું સુંદર

 આલેખન છે. યોગ એ આપણા પ્રાચીન ભારતનો વૈભવ છે. ઋષિ

પતાંજલીએ તેને સુંદર રીતે પ્રસ્તુત કરી માનવ જાતને અર્પણ કર્યું.

  તેનો ચોકકસ સમય કહેવો મુશકેલ છે.

ચાલો ત્યારે યોગ વિશેના તેમના સૂત્રો વિશે જાણીએ. તૈયાર થઈ જાવ.

 

 સૂત્રઃ  ૧. અથ યોગાનુશાશનમ.

              યોગનો અર્થ થાય છે ‘જોડવું’.

  અર્થઃ હવે યોગની રીતની શરૂઆત.

સૂત્રઃ ૨.  યોગ ચિત્ત વૃત્તિ  નિરોધઃ

  અર્થઃ     યોગથી મગજમાં ચાલતા વિચારો પર

                નિયંત્રણ આવે છે.

 સૂત્રઃ ૩.  તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ.

  અર્થઃ      ત્યારે માનવને પોતાના અસલ

                  સ્વરૂપનું ભાન થાય છે.

 સુત્રઃ ૪.   વૃત્તિ સારૂપ્ય ઇતરત્ર.

  અર્થઃ      જ્યારે તે યોગમાં આરૂઢ નથી હોતો

                 ત્યારે તે વિચારોમાં મશ્ગુલ હોય છે.

 સૂત્રઃ ૫.   વૃત્તય પંચતય્યઃ ક્લિષ્ટ અક્લિષ્ટઃ

  અર્થઃ       પાંચ જાતના વિચાર મનમાં ચાલતા

                 હોય  છે. કોઈક દુઃખ પહોંચાડે છે, કોઈ

                  દુઃખ પહોંચાડતા નથી

જો યમરાજા—————

November 2nd, 2009

          જો યમરાજા રજા ઉપર ઉતરે કે નોકરી પરથી ફારગતી આપે તો સ્વર્ગલોકનું તો જે

થવાનું હોય તે થાય. પણ પૃથ્વી પર હાહાકાર થઈ જાય. હા, કુમળી વયે કે ભર જુવાનીમા

થતા મોત અટકી જાય. પણ મરવાને વાંકે જીવતાની જીવાદોરી લંબાય, ઘરડાં, બિમાર,

અપંગ, નિરાધાર લોકોની પરેશાનીનો અંદાઝ કળવો મુશ્કેલ થઈ જાય.

               ઈશ્વરના કારખાનામાં જનમ તો નિશ્ચિત સમયે થયા જ કરવાના. મોતનું પણ

સમય પત્રક ભગવાનના રાજ્યમાં તૈયાર જ હોય છે. જો તેનો નિયમ ટૂટે યા અનિયમિત

બની જાય તો આ ધરતી ભાર સહી શકે ખરી?  યમરાજા તમે બધું કરજો પણ રજા પર ઉતરી

કાશ્મીર કે નૈનીતાલ ન જશો.  માંદગીનું બહાનું  કાઢી લાંબી રજા પર ઉતરી ઘરે પથારીમાં

પડખાં ન ઘસશો.   

       હા, ૨૧મી સદીમા તમને તમારું વાહન જો જરી પુરાણું લાગતું હોય તો તમારે માટે લેક્સસ,

મર્સીડીઝ કે બીએમડબલ્યુ નોંધાવી લઈએ. હા, તે ગાડીઓ મોંઘી ઘણી છે. પણ ચીંતા નહી

કરતાં. ઘણા કરોડો પતી હમણા તમારે ત્યાં મહેમાન થયા છે. વળી તેમને પાછળ ધરાર નહી

અને આગળ ઉલાળ નહી તેવી પરિસ્થિતી છે. તેમના ખાતાના પૈસા સ્વર્ગમાં જમા કરાવી દઈશું

            હા, તો હવે છેલ્લી વિનંતિ સાંભળી લો. નાના નાના કુમળા બળકો પર રહેમ કરજો.

નવ પરણીતા અને જુવાનીથી થનગનતાના આવવા પર પ્રતિબંધ મૂકજો. ઘરડાં કે જે મરવાને

વાંકે જીવતા હોય, જેઓને જીવનમાં રસ ન હોય, અસાધ્ય રોગથી પીડાતા હોય તેમની વિનંતીને

માન આપજો. બસ ત્યારે વધું શું કહું. સમજુ કો ઈશારા———–

         અરે હજુ તમને આ કહું છું ત્યાંજ સમાચાર મળ્યાકે શાંતિભાઈનો જુવાન દિકરો અમેરિકાથી

આવતો હતો ત્યાં વિમાનમાં આતંકવાદીઓએ બોંબ મૂક્યો હતો અને આખું વિમાન ભડકે બળી

નાશ પામ્યું. તમે કહેશો આનાથી વધુ આઘાતજનક સમાચાર માબાપ માટે શું હોઈ શકે?——-

             હજુ તો આ આઘાતજનક સમાચારની કળ વળે ત્યાં ચંપાબએનનો ફોન આવ્યો. માંદગીમાં

રિબાતા નયનબેનને તેના છોકરા વહુ ઘરડાઘરમાં મૂકી આવ્યા. હવે નયનબેન પર દયા લાવો

યમરાજા! નટવરભાઈ કેટલી બાધી મિલ્કત મૂકીને ગયા હતા. ખોટે રસ્તે વાપરી માની આ હાલત કરી.

                  બસ હવે મારે કાંઈ કહેવું નથી. તમને યોગ્ય લાગે તે પ્રમાણે કરજો, હું પણ એજ

કતારમાં  ઉભી છું———————–

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.