Archive for October 26th, 2009

મુંબઈ તારી માયા

October 26th, 2009

        મુંબઈ તારી માયા તારી બદલે નિત્ય કાયા

         તારા લાંબા પડછાયા સહુ તેમા ભરમાયા

     મૂંબઈ નગરી અલગારી છે.  જ્યાં નોકરોની દાદાગીરી છે. શેઠાણી પાસે તેમની

ચાવી છે.  મીઠા ચાર શબ્દની પ્યાસી છે.

મુંબઈના ચર્ચગેટ પર ચર્ચ નથી. રેલ્વે સ્ટેશન છે.

મરીનડ્રાઈવ પર કોઈ મરીન નથી.   સુંદર દરિયા કિનારો છે.

લાલબાગ લાલ નથી, ને ફણસવાડીમા ફણસ વેચાતા નથી.

નવીવાડી જૂની છે, લોઅરપરેલ લેવલમા છે.

નળ બજારમાં નળ મળતા નથી મિરચી ગલીમા મિરચી નથી.

અંજીરવાડીમા અંજીર નથી ને તીન બત્તી પર બત્તી નથી.

કોલસા ગલીમા કોલસા મળતા નથી ને લોખંડવાલામાં લોખંડ વેચાતું નથી.

હેંગીગ ગાર્ડન લટકતું નથી ને વિક્ટોરિયા લડંનમા છે.

પ્રિન્સેસ સ્ટ્રીટ પર કોઈ પ્રિન્સેસ નથી. કાંદાવાડીમા કાંદા મળતા નથી.

કીંગસર્કલ પર કોઈ કીંગ નથી ને ઠાકોરદ્વાર પર કોઈ ઠાકોર નથી.

ધોબી તળાવ પર નથી ધોબી કે તળાવ.

મહાલક્ષ્મી હાજીઅલી પર છે. દાદરમાં દાદર નથી.

અંધેરીમા અજવાળું છે.ગોરેગામ ગોરુ નથી.

વાંદરામા વાંદરા નથી ને ઘાટકોપર પર ઘાટ નથી.

હા, ખાઉધરા ગલીમા ખાઉધરા લોકો જાય છે

અંતે ચોરબઝારમાં ચોરીનો માલ જ મળે છે.

મૂકં કરોતી વાચાલં

October 26th, 2009

             ‘મૂકં કરોતી વાચાલં”  શ્લોક બોલીએ છીએ ત્યારે તેમાં રહેલી

ગુઢતા હ્રદયના અંતઃસ્તલને સ્પર્શે છે.  વાણીનું મહાતમ્ય સમજાય છે. 

મનુષ્યની વાણી દૈવી સંપત્તિ છે તેનો અનુભવ થાય છે. વાણી દ્વારા

માનવની પ્રતિભા અને સંસ્કાર પ્રદર્શિત થાય.  વાણી વાર કરે, કતલ

કરે અને લોહીનું એક ટીપું પણ ન જણાય. વાણીનો વ્યય કરવામાં

માનવની તોલે કોઈ ન આવે.  વાણી એ એક એવું ધન છે જેનો

સદ ઉપયોગ માનવને દેવ બનાવવા સમર્થ છે.

    જ્યારે એ વાણીનો દૂર ઉપયોગ તેને દાનવ પણ બનાવી શકે

 છે. વાણી ધન છે તેનો પૂરાવો આપણા વેદ, ઉપનિષદ છે. વેદ

શ્રુતિ દ્વારા અસ્તિત્વમાં આવ્યા. ગોધન, ગજધન, હીરા, સોનું, માણેક

મોતી કાળેક્રમે નાશ પામે છે. શબ્દ, અખિલ બ્રહ્માંડં મા સર્વત્ર

વ્યાપેલો છે. જો શબ્દ ન હોત તો ખોટી કે ખરી વિદ્યા અસ્તિત્વમા

ન હોત.

     વાણીના પ્રતાપે મહાભારત રચાયું. દશરથ રાજાએ રામને

વનવાસનો આદેશ આપ્યો. આપણા પુરાણો, ઈતિહાસ જાગતા

પુરાવા છે. આપણે સહુ ખાવા પીવાની બાબતમા ખૂબ ચેતીને

ચાલનાર છીએ. કપડા પહેરવામાં કેટલાય કલાકો વેડફી દઈએ

છીએ. એટલાજ વાણીની બાબતમા આપણે બેદરકારી દાખવીએ

છીએ.

      વાણીની બાબતમાં સજાગ રહેવાથી અહિંસાનું પાલન કરવામા

સફળતા પ્રાપ્ત થાય છે. બાકી સ્વને અહિંસક ગણનાર વ્યક્તિ ડગલે

પગલે હિંસા આચરે છે. ટુંકમા વાણી પ્રત્યે આદર, સદભાવના અને

સમજશક્તિ કેળવીએ તેવી આશા સાથે વિરમું છું

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.