Archive for March, 2008

હું કરું હું કરું એ જ અજ્ઞાનતા

March 4th, 2008

images9.jpg                 

             નરસીંહ  મહેતા, સવાર હોય કે સાંજ જો તેમના  ભજનથી ચાલુ
    કરવાની  સુટેવ  હોયતો  જીવનમાં કદી  મુશકેલી કે દુઃખના દર્શન ન
    થાય. જાગને જાદવા કૃષ્ણ  ગોવાળીયા  તુજ  વિના ધેનેમાં કોણ જાશે?
  કે પછી રાત વહી  જાય રે પાછલી ખટઘડી સાધુ પુરૂષ ત્યારે સૂઈ ન રહેવું.
  હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે.

        કઈ શાળામાં તે ભણવા ગયા હતા? કેવા સુંદર ભાવ, ને કેટલા
    સરળ અને સહજ શબ્દ. આ બધું શું પોથીમાના રીંગણા જેવું છે. કે પછી
    ભેંસ આગળ ભાગવત. આપણે  પામર માનવી તેમાંથી એક પણ શબ્દ
    પચાવવા માટે પણ શક્તિમાન નથી. માત્ર હું અને અહંની લીટી પર
    દોડીને થાકી જઈએ ક્યાંય પણ ન પહોંચી શકીએ એવી આંધળી દોટ મૂકી
    રહ્યા  છીએ.

     ભલે ને  વર્ષોનો સાથ હોય. જીવનની ખાડાટેકરા વાળી મંઝિલ પસાર
   કરતા પડતા આખડતા  એકબીજાને સહારો દીધો હોય. છંતાય અહં ક્યાં
   ક્યારે ભટકાઈને હાથ છોડાવી દેવા શક્તિમાન બને છે તેન ખ્યાલ રહેતો
   નથી. માનવને તેથીજ તો પશુ કરતાં ઉચ્ચ શ્રેણીમાં મૂક્યો છે કે તેનામાં
   વિચરવાની શક્તિ છે. તે હંસની જેમ નીર ક્ષીર અલગ ન કરી શકે પણ
   સાચું ખોટું યા સારું નરસું જરૂરથી વિચારી  શકે.
   
     કયા આંબાના ઝાડને કેરી લાગી હોય ત્યારે તમે ટટ્ટાર જોયું છે? ફળોથી
   લચેલ આંબો હંમેશ ઝુકેલો જણાશે. વ્યક્તિમાં જ્ઞાન હોય, કળા હોય તો તે
   વિનમ્ર હશે નહીં કે અભિમાની! ઉદાર દિલ, વિચારોમાં વિશાળતા, દરેક
   પ્રત્યે માન તથા લાગણી સભર વ્યવહાર. તેને સત્ય અને અસત્ય વચ્ચેનુ
   અંતર સ્પષ્ટ જણાતું હશે. જીવનમાં પડતી મુસિબતોનો સામનો વિવેક બુધ્ધિ
   વાપરીને કરશે.
    
     ચાલો , સાથે મળીને એક પ્રયોગ કરીએ. જે આપણને સુંદર જીવન
   જીવવાની સહાયતા    કરશે.
   
      એક નાનો ગાજરનો ટુકડો, એક ઈંડુ અને થોડી કોફી. દરેકને અલગ
   અલગ વાસણમા રાખી પાંચ મિનિટ  ગેસ ઉપર  ઉકાળો. હવે જુઓ ગાજર
   પાણીમાં ઉકળીને પોચી થઈ ગઈ. ઈંડુ  જે  ખૂબ  નાજુક  હતું તે સખત થઈ
   ગયું. કોફી પાણીમા ઉકળી તો પાણી કોફીની સુગંધથી તરબોળ થઈ ગયું.
  ગાજર , ઈંડુ  અને કોફી ત્રણેયે એક સરખી પરિસ્થિતિનો સામનો કર્યો હતો.
  ત્રણેય  અગ્નિની ઝાળ પાંચ મિનિટ ખમી હતી. પાણીમાં ઉકળ્યા હતા. હવે
    તમે કહો કે જીવનમા આવતી મુસિબતોમાં આપણે શું કરવું? નથી લાગતું કે
    કોફીની જેમ સુગંધિત થઈને ખુશ્બુ પ્રસરાવવી. ગાજર જેવા નરમ ઘેંશ ન
    થવું કે ઈંડા જેવા કઠોર. 
      હે,ઈશ્વર માનવને સહાય કર. માન , સ્વમાન, અહંકાર,  ગુમાન,
   ઘમંડ, ઈર્ષ્યા, ક્યારે પતનની ખાડીમા હડસેલે છે તેનો ખ્યાલ પણ નથી
    રહેતો. જ્યારે  જાગે છે  આંખો ખૂલે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.
   અણી ચૂક્યો સો વર્ષ જીવે. આપણને  બધાને અનુભવ છે. આપણે ત્યાં
    ભારતમાં વર્ષોથી જૂના છાપા, ચોપડી, કપડા, પિત્તળનો ભંગાર, કાચની
    બાટલીઓ બધાના પૈસા મળે છે. આધુનિક જમાનામાં અને ખાસ કરીને
    અમેરિકામા તેને  “રીસાઈકલ”  કહે છે. કિંતુ  હાથમાંથી નિકળી ગયેલ
    સમયનું  “રીસાયકલ”  અસંભવ છે.  
     
             

    

MAKE TIME

March 2nd, 2008

images11.jpg                                          

                                                     

                                      

                                           જીવનમાં   દરેક  કાર્ય  કરો, વિચારીને  કરો!
             
                                    તેનાથી  આપણને  શક્તિનું  પ્રદાન  થાય છે.
             

                                   જીવનમાં  વાંચવા  માટે  સમય  ફાળવો!           

                                  તેનાથી  આપણી  બુધ્ધિ  ખીલે  છે.
       

      

          જીવનમાં  રમતને (ખેલકૂદ)  આગવું  સ્થાન આપો!

                તેનાથી  યુવાની  જળવાય છે.

      
                   જીવનમા  મૌનનું  પાલન કરો!

                 તેનાથી પ્રભુ પ્રત્યે પ્રિતી  કેળવાય છે.

          
              જીવનમાં મન ભરીને  પ્રેમ આપો  અને  પામો!

                  એ તો કુદરતની  સહુથી  મોંઘી  સોગાદ છે.
         

           

                      જીવનમાં  ખુલ્લાદિલે  હસો.

                    એ તો આત્માનું  સંગીત  છે.
          

              જીવનામા  કોઈ પણ  કાર્ય  મનમૂકીને  કરો!

                     એ તો જીવનની  સફળતાનું  પહેલું સોપાન છે.
         

               જીવનમાં  પ્રાર્થનાને  મહત્વ  આપો!

                  સહુથી  શક્તિશાળી  હથિયાર  છે.

            

           જીવનમાં  સહુને  માન  અને આદર  આપો!

                 સહુ  તેના  એકસરખા હક્કદાર  છે.

        

           જીવનમાં  માતા પિતાને  વિના  શરતે  ચાહો!

                તમે  તેમનું  અમૂલ્ય  ધન  છો.
         

                                       જુઓ  આ  સૃષ્ટિ  કેવી  હરિયાળી  અને  સુંદર  દીસે  છે.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.