વિચાર કરી લે November 24, 2007
Posted by pravinash in : Uncategorized , add a comment જિવનભર તેં કરી દોડધામ આખરે શું પામ્યો અંતે
હવે ઠરીને બેસ નિરાંતે વિચાર કરી લે તું આજે
જેને કાજે કરી મથામણ તે તુજને ના યાદ કરે
મોહ માયાથી અળગો થઈ સંસાર સાગરે તું તરજે
કામ કર્યે જા ફળની આશા શા કાજે તું ઉદરે ધરે
ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે ફળની આશા શા કાજે
વણમાગ્યે આ જિવન પામ્યો જેવું વાવે તેવું લણે
કરણી એવી કરતો જાજે જનમ સફળ તારો કરજે
અદભૂત છે જિવન માનવનું પ્રતિભા તારી ના લાજે
સંસાર સાગરે સરતો રહેજે વિચાર કરીલે તું આજે
માળખું
Posted by pravinash in : Uncategorized , add a commentઅંદરથી સહુ એક સરીખા હાડકાનું આ માળખું
મુઠ્ઠીભર રાખ બચે જ્યારે પૂરું થાશે આયખું
નાનું મોટું જાડું પતળું બાહરનું છે માળખું
કર્મ જ્ઞાન અને ભક્તિ વહેશે પૂરું થાશે આયખું
વિચાર વિનય અહંકારે પ્રકાશે હાલતું ચાલતું માળખું
સુગંધ કે ધિક્કાર પ્રસરે જ્યારે પૂરું થાશે આયખું
મોહમાયાના ચક્કરમાં ફસાયું બાહ્ય આ માળખું
શ્રધ્ધા અલિપ્તતાએ શોભે જ્યારે પૂરું થાશે આયખું
સર્જનહાર તારી કૃપાએ પામ્યો માનવ આ માળખું
તુજમાં ઉદભવ અને અંત જ્યારે પૂરું થાશે આયખું
દોટ
Posted by pravinash in : કાવ્યો , add a commentચતુષ્કોણને ચડી ચરબી ને
પાંચ ભુજા વાળો થવા મૂકી દોટ
આવો તમને બતાવું આજે નવિન કૌતુક એવું
ચતુષ્કોણને પાંચ ભુજા લાગે કેવું વરવું
ચાર ભુજા દોરી તેમાં શું કરી વડાઈ
પાંચમી દોરો તો આપું તમને વધાઈ
ભુજાઓમાં થઈ રકઝક પાંચમીની ના કોઈ સગાઈ
દડબડ કરતી દોડી આવી ખટપટમાં પરોવાઈ
એકના થયા બે ને બેના થયા ચાર
પંચ ત્યાં પરમેશ્વર શાને લાગે નવાઈ
હડસેલા ખાતી ખોડંગાતી પાંચમી તનમનથી ઘવાઈ
શાણપણ વાપરી પાયાની ભુજાને પકડી તિરાડથી ડોકાઈ
પરિસ્થિતિ પામી માનભેર છૂપાઈ
પાંચમી અદૃશ્ય (ભુજા)ની ગાથા ગવાઈ


Powered By