શાંતિ અને સંતોષ June 11, 2007
Posted by pravinash in : ચિંતન લેખ , 2 comments જેણે સંસારનાં સુખો ચાહીને માણ્યાં છે’
જેણે વિષય સુખ ઝંખીને ભોગવ્યું છે.
જેને હું મારું ને જગત આજે પણ પ્રિય છે,
જેને માનસિક તેમ જ સામાજિક સુરક્ષાની ગરજ છે,
તે વ્યક્તિ સત્ય- સમર્પિત કે મોક્ષ-સમર્પિત જીવન જીવી નહિ
શકે. નૈતિક મૂલ્યો જાળવીને, સંસારિક દાયિત્વો નભાવીને ચિત્તને
શાંત રાખવાના અને શરીરને સ્વસ્થ રાખવાના ઉપાયો કરી શકે. પોતાના
સંસ્કારોનો પરિચય કેળવીને પ્રતિક્રિયાના હુમલા ખાળી શકે. આહાર-વિહારનો
સંયમ સાધી શકે. એટલું તમે કરો તોયે શાંતિ - સંતોષભર્યું જિવન ઉપલબ્ધ
થશે.
વિમલા ઠકાર
ધીમે થી હસજો
Posted by pravinash in : હાસ્ય રસ , 2 commentsવેપારીઃ ભાઈ નવી ઘડિયાળ છે. સારી ચાલે છે.
ગ્રાહકઃ ભાઈ જલ્દી બગડી તો નહી જાયને?
વેપારીઃ બગડી જશે તો બંધ પડશે.
ગ્રાહકઃ મારી પત્ની બગડે તો ચાલુ થઈ જાય છે.
સંસારીઃ સાધુમહારાજ, મારી પત્ની ખૂબ હેરાન કરે છે.
સાધુઃ નિસાસો નાખતાં. જો તેની સલાહ હું આપી શકતો
હોત તો હું સાધુ શામાટે બન્યો હોત.
દગો દેશે June 8, 2007
Posted by pravinash in : ભજનો , 2 comments જીવન સંધ્યાનું ટાણું
પ્યારું ઘરનું આંગણું
સહુ સાથ છૂટી જશે
તન પણ દગો દેશે
આ પિંજર પડી જશે
તિમિર ગયું ને પ્હો થયો
મળસ્કાનું મધ્યાહન થયું
સંધ્યાના સુહાના રંગ
રાત્રિમાં થયે પરિવર્તન
બાળપણાનું ભોળપણ
શૈશવનું મધુરું જિવન
જુવાની આવે ઘોડાપૂર
ઢળતી ઉમરનું શાણપણ
સઘળાં કર્મોનું નિરાકરણ
જિંદગી ના બને ભારણ
મૌન સેવી નિરખ ગગન
શાતા પામ બન મગન
વાવો-પામો
Posted by pravinash in : ચિંતન લેખ , 1 comment so far શું વાવ્યું ને શું પામ્યા
થોર પર ગુલાબ આવ્યા
મોગરાના સાપ આજે રિસાયા
રાતે રાતરાણી બાગમાં મુરઝાયા
ધતુરાના ફૂલ સુગંધે ઉભરાયા
કેવડિયાના કાંટા ન ચુભાયા
લજામણીના મસ્તક ઉંચકાયા
કમળ ઝરણાંમાં ખીલી ઉઠયા
ચાંદનીએ ઉકળાટ ફેલાવ્યો
સૂરજ મધ્યાહને શિતળ થયો
મેઘધનુષના રંગ ગાયબ થયા
વાદળાં શાંતિથી ગરજી ઉઠયા
૨૧મી સદીના પ્રાંગણમાં આજે
આંખોએ નવા તમાશા ભાળ્યા
વાવો પામોના સમીકરણો બદલાયા
ધીમેથી હસજો June 7, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , 1 comment so farપાપા અમેરીકા આવ્યે પાંચ વર્ષ પછી.
પાપાઃ બેટા હવે તું ૨૦ વર્ષની થઈ.
પૂજાઃ હા પાપા.
પાપાઃ આપણી ન્યાતનો છોકરો જોવા માંડીએ.
પૂજાઃ પાપા હમણાં નહીં.
પાપાઃ બેટા, કોઈ પણ ભારતીય ચાલશે.
પૂજાઃ સારું.
બીજા ત્રણ વર્ષ પછી.
પાપાઃ હવે તું M.B.A. પણ થઈ ગઈ.
બેટા ચાલને તારું મન માનતું હોયતો
અમેરિકન કે કાળીયો કોઈ પણ ચાલશે.
પૂજા ; પાપા શું ઉતાવળ છે?
પાપાઃ બેટા , હવે તું ત્રીસની થવા આવી .
તારે જેને પરણવું હોય તેને પરણજે.
પરંતુ યાદ રાખજે કે તું “છોકરા”ને
પરણજે.
પાપાની હાલત જોવાજેવી કેટલી બદલાઈ ગઈ.
છેટાં રહેવામાં
Posted by pravinash in : કાવ્યો , 1 comment so far ઝેરનાં પારખાં જાણી જાણી કીધાં
માણ્યાં અનજાણ બનીને
વાલમજી મારા સજા છે
છેટાં રહેવામાં
ઝેરનાં અમૃત મીરાં એ બનાવ્યા
શીવજીએ કંઠમાં પરોવ્યા
વિશ્વનાથે સહાય કરીને
નીલકંઠ થઈ વખણાયા
વાલમજી મારા સજા છે
છેટા રહેવામાં
જાણી જોઈને હરિજન વાસે
માધવનાં ગાણા ગવાણાં
નરસૈયાનો સ્વામી શ્યામ
શામળીયો થઈને પંકાણા
વાલમજી મારા સજા છે
છેટા રહેવામા
માણ્યા કે માણશું અજાણ થઈને
પ્રિતમ વિયોગનાં ટાણાં
અડધે વસ્ત્રે વનમાં રઝળી
યમરાજ પાસથી તેડાવ્યાં
વાલમજી મારા સજા છે
છેટા રહેવામાં
મુજ દિલમાં ઢુકીને ભાળો
નજર્યુંના તીર સંધાણા
મળ્યાં કે મળશુ ભવના સાથી
પ્રીતની દોરે બંધાણા
વાલમજી મારા સજા છે
છેટા રહેવામા
કેનકુનનો દરિયા કિનારો
Posted by pravinash in : કાવ્યો , 2 comments તું મુજને મળવા આતુર છે
હું તુજને મળવા તરસું છું
તારા મારા મધુર મિલનની
સુખદ પળો ને ઝંખું છું
આવેગ સહિત તું આવે છે
હું મન હી મન મુંઝાઊ છું
તારી ઉત્કટ ભાવના દેખી
મનમાં ખુશી અનુભવું છું
ભાનભૂલી ને તારી પાસે
ધસમસતી દોડી આવું છું
તુજને આલિંગી તુજમાં સમાઈ
જગને વિસારી વિરમું છું
vacation June 6, 2007
Posted by pravinash in : Uncategorized , 3 commentsVacation with family.
Oh what a beautiful time.
God you are great.
Enjoyed every momment of it.
Rememberd you all the time.
In the air, in the water, on the ground.
Felt your presence everywhere.
Peacock, birds and in the fishes.
Love. happiness and ties.
Thanks a MILLION.
Thanky you GOD.


Powered By